Amrita Nayak Dutta: ભારત સરકાર રશિયા દ્વારા ડિલિવરી કરાયેલા હથિયારોના બાકી 28,000 કરોડની રૂબલ ચૂકવણીને ક્લિયર કરવા માટે જાગૃત થઇ હોવાનો અહેવાલ છે. ભારત સરકાર રશિયાને આ બાકી રકમ ચૂકવવા પેટે ઓછામાં ઓછા ત્રણ વિકલ્પોની શોધ કરી રહ્યુ છે. જે અંગે ધન્ડિયન એક્સપ્રેસને માહિતી મળી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અત્યારસુધી આ ચૂકવણીની પ્રક્રિયા કરી શક્યુ ન હતું. કારણ કે ફેબ્રુઆરી 2021માં રશિયા-યુક્રેન યુદ્ધને પગલે રશિયા કડક પ્રતિબંધો હેઠળ છે. ભારતના મોટા ભાગના સૈન્ય હાર્ડવેર રશિયન મૂળના છે. આવામાં જો ચૂકવણીમાં વધુ વિલંબ થશે તો જટિલ ભાગો અને સાધનો માટે ડિલિવરી શેડ્યૂલને પહોંચી વળવાને લઇને રશિયાની ક્ષમતા અંગે સરાકમાં ચિંતા પ્રસરી છે.
મહત્વનું છે કે, ભારત રશિયા પાસેથ તેલ શસ્ત્રોની આયાત કરે છે. રોઇટર્સના અહેવાલ પ્રમાણે, ભારતીય રિફાઇનર્સે દુબઇ સ્થિત વેપારીઓ દ્વારા ખરીદેલા રશિયન તેલના નાણા યુએસ ડોલરને બદલે યુએઇ દિરહામમાં ચૂકવવાનું શરૂ કર્યું છે.
એક ટોચના અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારત હાલમાં પૂરા પાડવામાં આવેલા શસ્ત્રો માટે રશિયાના લેણાંને સાફ કરવા માટે ત્રણ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે, જેમાંથી એક ચીની યુઆન અને યુએઈ દિરહામમાં રૂબલ ચૂકવણી શરૂ કરવાનો છે.