India Inflation Rate Down In October 2025 : મોંઘવારીથી પરેશાન લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો – 1.21 ટકા થયો છે. એટલે ફુગાવાનો દર નકારાત્મક થયો છે, જેને ડિફ્લેશન કહેવાય છે. કઠોળ અને શાકભાજી જેવી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો નકારાત્મક થયો છે. જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ઇંધણ અને ઉત્પાદિત માલના ભાવમાં નરમાઇ છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ માહિતી મળી છે. જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવો ગત સપ્ટેમ્બરમાં 0.13 ટકા અને ગયા વર્ષે ઓક્ટોબરમાં 2.75 ટકા હતો.
ઔદ્યોગિક મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2025માં ફુગાવામાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજો, ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, વીજળી, ખનિજ તેલના ઉત્પાદન અને મૂળભૂત ધાતુઓ વગેરેના ભાવમાં ઘટાડો થવાને કારણે થયો હતો. ’’
હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઈ) ના આંકડા અનુસાર, ખાદ્ય ચીજોમાં ફુગાવો સપ્ટેમ્બરમાં 5.22 ટકાથી ઘટીને ઓક્ટોબરમાં 8.31 ટકા થયો છે. ડુંગળી, બટાકા, શાકભાજી અને કઠોળના ભાવમાં ઘટાડો થયો છે.
શાકભાજીના ભાવમાં ફુગાવો સપ્ટેમ્બરમાં 24.41 ટકાથી ઘટીને ઓક્ટોબરમાં 34.97 ટકા થયો છે. ઓક્ટોબરમાં કઠોળના ભાવમાં 16.50 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બટાટા અને ડુંગળીમાં અનુક્રમે 39.88 ટકા અને 65.43 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સમાં ફુગાવાનો દર સપ્ટેમ્બરના 2.33 ટકાથી ઘટીને ઓક્ટોબરમાં 1.54 ટકા થયો છે. ઓક્ટોબરમાં ઇંધણ અને વીજળીના ભાવમાં 2.55 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે પાછલા મહિને 2.58 ટકા ઘટ્યા હતા.
૨૨ સપ્ટેમ્બરથી જીએસટી દરમાં ઘટાડા બાદ જથ્થાબંધ ભાવ સૂચકાંક ફુગાવામાં ઘટાડો અપેક્ષિત સ્તરે છે. કરવેરા દરોને તર્કસંગત બનાવવાના ભાગરૂપે, દૈનિક વપરાશની વસ્તુઓ પરના જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે ચાર સ્તરીય કર માળખું ઘટાડીને પાંચ અને 18 ટકાના બે સ્લેબ કરવામાં આવ્યું હતું. કર ઘટાડાના કારણે કોમોડિટીના ભાવમાં ઘટાડો થયો હતો અને પાછલા વર્ષના અનુકૂળ ફુગાવાના આધારને કારણે જથ્થાબંધ અને છૂટક ફુગાવા બંનેમાં ઘટાડો થયો હતો.
ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો 0.25 ટકાના સર્વકાલીન નીચલા સ્તરે હતો, જે જીએસટીના દરમાં ઘટાડા અને ગયા વર્ષના ઊંચા બેઝને કારણે ઘટ્યો હતો. સપ્ટેમ્બરમાં રિટેલ અથવા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફુગાવો 1.44 ટકા હતો. આ આંકડા ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવ્યા હતા.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) રિટેલ ફુગાવા પર નજર રાખે છે. રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં પોલિસી રેટ 5.5 ટકા પર યથાવત રાખ્યો હતો. રિટેલ અને જથ્થાબંધ ભાવ સૂચકાંક ફુગાવામાં ઘટાડાને કારણે આરબીઆઈ પર રેપો વ્યાજ દરમાં ઘટાડો કરવા દબાણ આવશે. (ભાષા ઇનપુટ)





