રેલ્વે મુસાફરો માટે Good News: AC ચેર કાર, એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25% થશે ઘટાડો, ટ્રેનોમાં મુસાફરી થશે સસ્તી

Reduction in Train tickets : રેલવેમાં એસી કોચ, એક્ઝિક્યુટિવ ક્લાસ અથવા વંદે ભારત જેવી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ટ્રેન ટિકિટમાં 25 ટકા જેટલો ફાયદો મળી શકે છે. તો જોઈએ રેલવે બોર્ડે તેના આદેશમાં શું કહ્યું.

Written by Kiran Mehta
Updated : July 08, 2023 22:12 IST
રેલ્વે મુસાફરો માટે Good News: AC ચેર કાર, એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25% થશે ઘટાડો, ટ્રેનોમાં મુસાફરી થશે સસ્તી
વંદે ભારત જેવી ટ્રોનોના ભાડામાં 25 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે

રેલવે બોર્ડે એક આદેશમાં કહ્યું છે કે, વંદે ભારત અને અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચવાળી તમામ ટ્રેનોમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં મુસાફરોની સંખ્યાના આધારે 25 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. આદેશ મુજબ, ભાડામાં છૂટ પણ પરિવહનના સ્પર્ધાત્મક મોડ્સના ભાડા પર નિર્ભર રહેશે. રેલ સેવાઓના મહત્તમ ઉપયોગને ધ્યાનમાં રાખીને, રેલ્વે મંત્રાલયે એસી સીટ ટ્રેનના ભાડામાં રાહત આપવા માટે રેલ્વે વિભાગોના મુખ્ય મુખ્ય વાણિજ્ય પ્રબંધકોને સત્તા આપવાનો નિર્ણય કર્યો છે.

આ છૂટ મુસાફરોની સંખ્યાના આધારે આપી શકાય છે

રેલવે બોર્ડના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજના એસી ચેર કાર અને અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચ સહિત એસી સીટવાળી તમામ ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં લાગુ થશે. એવું કહેવામાં આવ્યું છે કે, મૂળભૂત ભાડા પર મહત્તમ 25 ટકા સુધીની છૂટ મળી શકે છે. અન્ય ચાર્જ જેમ કે રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ હેડ ચાર્જ, GST અલગથી લેવામાં આવી શકે છે. મુસાફરોની સંખ્યાના આધારે કોઈપણ વર્ગ અથવા તમામ વર્ગોમાં રાહત આપી શકાય છે.

તહેવારોની સીઝનની વિશેષ ટ્રેનોમાં ભાડામાં રાહત યોજના લાગુ થશે નહીં

રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 30 દિવસ દરમિયાન 50 ટકાથી ઓછા મુસાફરો ધરાવતી શ્રેણીઓ પર વિચાર કરી શકાય. તે જણાવે છે કે, ભાડામાં રાહત અંગે નિર્ણય કરતી વખતે, પરિવહનના સ્પર્ધાત્મક મોડ્સના ભાડાને ધ્યાનમાં લેવામાં આવશે. આ આદેશ મુજબ કન્સેશન સિસ્ટમ તાત્કાલિક અસરથી લાગુ કરવી જોઈએ. જે મુસાફરોએ પહેલાથી જ સીટ બુક કરાવી છે તેમને ભાડું રિફંડ કરવામાં આવશે નહીં. જે ટ્રેનોમાં ભાડામાં વધારો-ઘટાડો પ્રણાલી ચોક્કસ વર્ગમાં લાગુ પડે છે અને મુસાફરોની સંખ્યા ઓછી છે, આ યોજનાને પ્રારંભિક તબક્કામાં મુસાફરોની સંખ્યા વધારવાની કવાયત તરીકે પાછી ખેંચી શકાય છે. આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રજાઓ અથવા તહેવારો દરમિયાન દોડતી સ્પેશિયલ ટ્રેનો પર આ યોજના લાગુ થશે નહીં.

આ પણ વાંચો –

અહેવાલો અનુસાર, ઈન્દોર-ભોપાલ, ભોપાલ-જબલપુર અને નાગપુર-બિલાસપુર જેવી વંદે ભારત ટ્રેનોના ભાડાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ટ્રેનોમાં સીટો મોટાભાગે ખાલી ચાલી રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ભોપાલ-ઈન્દોર વંદે ભારત ટ્રેનમાં માત્ર 29 ટકા બેઠકો ભરાઈ હતી, જ્યારે ઈન્દોર-ભોપાલ ટ્રેનમાં 21 ટકા બેઠકો આરક્ષિત થઈ હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ