Indigo Flights Cancelled, How to check your flight status online : છેલ્લા ત્રણ દિવસથી દેશની સૌથી સસ્તી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ મોટી સંખ્યામાં રદ કરવામાં આવી રહી છે. આ સિવાય ઘણી ફ્લાઇટ્સ લેટ ઉડાન ભરી રહી છે. દેશભરના એરપોર્ટ પર હવાઈ મુસાફરો પરેશાન થઇ રહ્યા છે અને લોકોને ફ્લાઇટના સમયપત્રક અને સ્થિતિ તપાસવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
5 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટથી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ
5 ડિસેમ્બરે એરલાઇને દિલ્હી એરપોર્ટથી મધ્યરાત્રિ સુધી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુરુવારે છ મોટા એરપોર્ટ પર ઇન્ડિગોનું ઓન-ટાઇમ પર્ફોર્મન્સ (ઓટીપી) ઘટીને 8.5 ટકા થઈ ગયું છે. આજે (5 ડિસેમ્બરે) ઇન્ડિગોની 500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને ઘણા એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ મોડી પડી હતી. અગાઉ ગુરુવારે દેશભરના મુખ્ય એરપોર્ટ પર ઇન્ડિગોની 250 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
એરલાઇને ગુરુવારે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએને જાણ કરી હતી કે તે વિક્ષેપોને ઘટાડવા માટે સોમવાર (8 ડિસેમ્બર) થી ફ્લાઇટ ઓપરેશનમાં ઘટાડો કરવાનું શરૂ કરશે. નિયમનકારના જણાવ્યા અનુસાર એરલાઇનને અપેક્ષા છે કે 10 ફેબ્રુઆરી સુધીમાં સંચાલન સંપૂર્ણપણે સામાન્ય અને સ્થિર થઈ જશે.
ઇન્ડિગો ફ્લાઇટ સ્ટેટસ ઓનલાઇન ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત
- સ્ટેપ 1: સૌ પ્રથમ ઇન્ડિગોની સત્તાવાર વેબસાઇટ http://www.goindigo.in અથવા goindigo.com પર જાઓ.
- સ્ટેપ 2: હવે ટોપ બાર પર ‘Trips’ પર ક્લિક કરો અને પછી “Flight Status” ટેબ પર ક્લિક કરો.
- સ્ટેપ 3: જ્યારે Flight Tracker પેજ ખુલે તો તમારો ફ્લાઇટ નંબર અથવા PNR દાખલ કરો
- સ્ટેપ 4: પછી તમારું ડિપાર્ચર અને આગમન સ્ટેશન દાખલ કરો, પછી કેલેન્ડરમાંથી ટ્રાવેલ ડેટ પસંદ કરો
- સ્ટેપ 5: હવે ‘Search Flight’ બટન પર ક્લિક કરો
- સ્ટેપ 6: તમને તમારી ફ્લાઇટનું લાઇવ સ્ટેટસ જોવા મળશે
તમારી ફ્લાઇટનું લાઇવ સ્ટેટસ On Time, Delayed, Departed, Landed કે Cancelled તરીકે દેખાશે. મુસાફરોની સુવિધા માટે લેટ થયેલી ફ્લાઇટ્સને હાઇલાઇટ કરીને દેખાડવામાં આવશે. આ પેજ તમારી ફ્લાઇટના નિર્ધારિત આગમન અથવા પ્રસ્થાનનો સમય બતાવશે. આ સાથે વિલંબના કિસ્સામાં સુધારેલો સમય પણ ડિસ્પ્લે કરશે. આ ઉપરાંત, તે તમને સંબંધિત ટર્મિનલ્સ અને ગેટ વિશે પણ માહિતી આપશે.
આ પણ વાંચો – Indigo ફ્લાઇટ્સ કેમ રદ થઈ રહી છે? જાણો FDTL નિયમનો પ્રભાવ
મોબાઇલ એપ્લિકેશન પર IndiGo flight status આવી રીતે ચેક કરો
સ્ટેપ 1: Google Play Store કે Apple App Store થી સત્તાવાર IndiGo App ડાઉનલોડ કરો.સ્ટેપ 2: પછી બેઝિક પરવાનગીઓ આપોસ્ટેપ 3: હોમ સ્ક્રીન પર દેખાતા ‘Flight Status’ વિકલ્પ પર જાઓસ્ટેપ 4: હવે તમારો ફ્લાઇટ નંબર અને તારીખ દાખલ કરો, ડિપાર્ચર અને આગમન સ્ટેશનનું નામ અને તારીખ દાખલ કરોસ્ટેપ 5: ‘Search’ કે ‘Check Status’ પર ટેપ કરો
એપ્લિકેશન તમારી ફ્લાઇટની લાઇવ પ્રસ્થાન અને આગમનનો સમય બતાવશે. આ સિવાય તમને મોબાઇલ એપ પર ટર્મિનલ અને ગેટ વિશે પણ માહિતી મળશે. રદ થયેલી અથવા લેટ ફ્લાઇટ્સની સ્થિતિ પણ જોવા મળશે.
ઇન્ડિગો મુસાફરો માટે મહત્વપૂર્ણ ટિપ્સ
તમારી અપડેટ ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા માટે વેબ પેજને ઘણી વખત રિફ્રેશ કરો.
એરપોર્ટ જતા પહેલા ફ્લાઇટનું સ્ટેટસ અવશ્ય ચેક કરો.
જો તમે ઇન્ડિગો એપ્લિકેશનમાં લોગ ઇન છો તો નોટિફિકેશન ઓન રાખવાનું ભૂલશો નહીં જેથી તમે તમારી ફ્લાઇટની અપડેટ માહિતી (વિલંબ, ગેટ ફેરફાર, રદ વગેરે) તરત જ મેળવી શકો.





