ગેમ રમવા માટે ધાસું સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 108MP કેમેરા, 5500mAh બેટરી અને 256 GB સ્ટોરેજ, જાણો કિંમત

Infinix GT 30 Pro Launch: ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો સ્માર્ટફોન 256 GB સ્ટોરેજ, 5500mAhની મોટી બેટરી અને 12GB રેમ સુધીના ફીચર્સ સાથે લોન્ચ થયો છે.

Written by Ajay Saroya
June 03, 2025 16:06 IST
ગેમ રમવા માટે ધાસું સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 108MP કેમેરા, 5500mAh બેટરી અને 256 GB સ્ટોરેજ, જાણો કિંમત
Infinix GT 30 Pro Launch :ઇન્ફિનિકસ જીટી 30 પ્રો લેટેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન છે. (Photo: @InfinixIndia)

Infinix GT 30 Pro Launch: ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો સ્માર્ટફોન ભારતમાં નવા ગેમિંગ ફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. મિડ રેન્જ સેગ્મેન્ટમાં લોન્ચ થયેલો ઇન્ફિનિક્સ સ્માર્ટફોન હાઇ-પરફોર્મન્સ ડિવાઇસ સાથે સ્પર્ધા કરશે. નવા ઇન્ફિનિક્સ જીટી30 પ્રોમાં કસ્ટમાઇઝ કરી શકાય તેવી આરજીબી લાઇટિંગ સાથે ગેમર-સેન્ટ્રિક ડિઝાઇન આપવામાં આવી છે. લેટેસ્ટ સ્માર્ટફોન ભારતમાં 256 GB સ્ટોરેજ, 5500mAhની મોટી બેટરી અને 12GB રેમ સુધીના ફીચર્સ સાથે લોન્ચ થયો છે. ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો

Infinix GT 30 Pro Price : ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો કિંમત

ઇન્ફિનિક્સ જીટી 30 પ્રોના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે. તો ટોપ એન્ડ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા છે. હેન્ડસેટને ડાર્ક ફ્લેર અને બ્લેડ વ્હાઇટ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. લોન્ચ ડે ઓફર હેઠળ સેલના પહેલા દિવસે 8 જીબી રેમ વેરિઅન્ટ 22,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઇન્ફિનિક્સ જીટી ૩૦ પ્રો સ્માર્ટફોન 12 જૂનથી બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ અને ઇન્ફિનિક્સ સ્ટોર્સ પર એક્સક્લુઝિવ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Infinix GT 30 Pro 5G Specifications : ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો 5G સ્પેસિફિકેશન્સ

ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો 5જીમાં 6.78 ઇંચની 1.5K (1,224×2,720 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન 144 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ, 2160 હર્ટ્ઝ ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ અને 4500 નાઇટ્સ પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. ડિસ્પ્લેમાં Always-On Display આપવામાં આવ્યું છે. Corning Gorilla Glass 7i સુરક્ષા માટે આપવામાં આવ્યું છે.

ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો 5જીમાં 4nm ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 8350 અલ્ટિમેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનમાં એઆઇ નોટ, ફોલેક્સ, રાઇટિંગ આસિસ્ટન્ટ અને ગૂગલના સર્કલ ટુ સર્ચ ફીચર્સ સહિત ઇન્ફિનિક્સ એઆઇ સ્યુટ ફીચર્સ આપવામાં આવ્યા છે.

ઇન્ફિનિક્સનો આ સ્માર્ટફોન Andorid 15 સાથે આવે છે. ફોનમાં ઇન્ફિનિક્સનું એક્સબૂસ્ટ ગેમિંગ એન્જિન છે. આ સ્માર્ટફોન બીજીએમઆઈમાં 120fpsને સપોર્ટ કરે છે અને તેમાં એક અલગ ઇ-સ્પોર્ટ્સ મોડ પણ છે.

કેમેરાની વાત કરીએ તો ઇનફિનિક્સ જીટી 30 પ્રો 5જી સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 13 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેડસેટમાં ડ્યુઅલ સ્પીકર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો | Motorola એ લોન્ચ કર્યા 3 સ્માર્ટફોન, 50MP કેમેરા અને 5200mAh મોટી બેટરી

ઇનફિનિક્સ જીટી ૩૦ પ્રોને પાવર આપવું એ 5500mAhની મોટી બેટરી છે જે 45W વાયર્ડ અને 30W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોન 10Wવાયર્ડ અને 5W વાયરલેસ રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 163.7×75.8×7.99mm છે અને તેનું વજન 188 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં 5જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4, એનએફસી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ