Infinix Xpad Edge Launch Price : ઇન્ફિનિક્સ એક્સપેડ એજ ટેબ્લેટ (Infinix Xpad Edge) વૈશ્વિક બજારમાં લોન્ચ થયો છે. નવો એન્ડ્રોઇડ ટેબ્લેટ સેલ્યુલર (4G) અને Wi-Fi કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ ડિવાઇસમાં 13.2 ઇંચની લાર્જ ડિસ્પ્લે, 256 જીબી સ્ટોરેજ અને સ્નેપડ્રેગન 685 ચિપસેટ જેવા ફીચર્સ આવે છે. હેન્ડસેટને પાવર આપવા માટે 8000mAhની મોટી બેટરી મળે છે. નવા ઇન્ફિનિક્સ એક્સપેડ એજ ટેબ્લેટમાં શું ખાસ છે? જાણો કિંમત અને તમામ ફીચર્સ…
Infinix Xpad Edge Price : ઇન્ફિનિક્સ એક્સપેડ એજ ભાવ
ઇન્ફિનિક્સ એક્સપેડ એજ ટેબ્લેટનું 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ મલેશિયામાં 1,299 યુઆન (લગભગ 28,000 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ટેબ્લેટ સેલેસ્ટિયલ ઇંક કલરમાં આવે છે. ટેબ્લેટ ટિકટોક શોપ, શોપી, લાઝાડા અને ઇન્ફિનિક્સ સત્તાવાર સ્ટોર્સ અને અધિકૃત ડીલરો પાસેથી ખરીદી શકાય છે.
Infinix Xpad Edge Specifications : ઇન્ફિનિક્સ એક્સપેડ એજ સ્પેસિફિકેશન
ઇન્ફિનિક્સ એક્સપેડ એજ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 સાથે આવે છે. ટેબ્લેટને બે વર્ષ માટે સિક્ટોરિટી અપડેટ્સ મેળવવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ટેબ્લેટમાં 13.2 ઇંચની 2.4 કે (1,600×2,400 પિક્સેલ્સ) ડિસ્પ્લે છે જે 450 નિટ્સ પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 3:2 છે. ડિસ્પ્લે TÜV Rheinland’s Flicker Free અને Low Blue Light સર્ટિફિકેટ સાથે આવે છે.
નવી ઇન્ફિનિક્સ ટેબ્લેટમાં ઓક્ટા કોર સ્નેપડ્રેગન 685 ચિપસેટ આપવામાં આવી છે. ડિવાઇસમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ઇન્ફિનિક્સની આ ટેબ્લેટ એઆઈ પાવર્ડ ફોલેક્સ વોઇસ આસિસ્ટન્ટ સાથે આવે છે. ઇન્ફિનિક્સ એક્સપેડ એજના પાછળના ભાગમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ટેબ્લેટમાં ક્વાડ સ્પીકર છે. ડિવાઇસમાં 4જી અને વાઇ-ફાઇ કનેક્ટિવિટી મળે છે.
આ પણ વાંચો | 10050mAh બેટરી સાથે OnePlus Pad Go 2 ટેબ્લેટ ભારતમાં લોન્ચ, ₹ 3000 સુધી ડિસ્કાઉન્ટ મેળવો
ઇન્ફિનિક્સ એક્સપેડ એજ ટેબ્લેટ WPS Office પ્રી ઇન્સ્ટોલ સાથે આવે છે. આ ટેબ્લેટમાં સ્પ્લિટ સ્ક્રીન અને ફોન કાસ્ટ જેવા ફીચર્સ પણ છે. ટેબ્લેટ એક્સ કીબોર્ડ 20 અને એક્સ પેન્સિલ 20 સપોર્ટ સાથે આવે છે. ટેબ્લેટ ઘણા એઆઈ ટૂલ્સ સાથે આવે છે જેમ કે AI Writing, HI Translation, AI Screen Recognition વગેરે મળે છે.
ઇન્ફિનિક્સ એક્સપેડ એજ પાવરફુલ 8000mAh બેટરી દ્વારા સંચાલિત છે. તેની જાડાઈ 6.19 મીમી છે. આ ડિવાઇસનું વજન 588 ગ્રામ છે.





