Instagram 10 Min Reels : ઇન્સ્ટાગ્રામનો ઇન્ટરનલી 10 મિનિટ લાંબી રીલ્સનો ટેસ્ટ,ટિક્ટોક અને યુટ્યુબ સાથે સ્પર્ધામાં

Instagram 10 Min Reels : જો Instagram આ સુવિધાને રોલ આઉટ કરવાનું નક્કી કરે છે, તો વિસ્તૃત ટાઈમ સાથે કન્ટેન્ટ ક્રિએટર્સ અને યુઝર્સ બંને માટે કન્ટેન્ટ જોવાનું સરળ બનાવશે અને તેના પરિણામે સંલગ્નતા વધી શકે છે.વધુમાં અહીં વાંચો.

Instagram 10 Min Reels : જો Instagram આ સુવિધાને રોલ આઉટ કરવાનું નક્કી કરે છે, તો વિસ્તૃત ટાઈમ સાથે કન્ટેન્ટ ક્રિએટર્સ અને યુઝર્સ બંને માટે કન્ટેન્ટ જોવાનું સરળ બનાવશે અને તેના પરિણામે સંલગ્નતા વધી શકે છે.વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
instagram

ઇન્સ્ટાગ્રામ

મેટાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram ઇન્ટરનલી 10-મિનિટ-લોન્ગ રીલ્સનું ટેસ્ટ કરી રહ્યું છે. લાંબી રીલ્સ પોસ્ટ કરવાની ક્ષમતા યુઝર્સને એજ્યુકેશન, સ્કીટ, મેકઅપ ટ્યુટોરિયલ્સ અને સજેશન સાથે કુકીંગની રેસિપી પણ પોસ્ટ કરવા સંબંધિત કન્ટેન્ટને શેર કરવા સક્ષમ બનાવશે.

Advertisment

X પર જાણીતા રિવર્સ એન્જિનિયર એલેસાન્ડ્રો પલુઝી દ્વારા શરૂઆતમાં જોવામાં આવ્યું હતું , Instagram એ ટેકક્રંચને પુષ્ટિ આપી હતી કે તે હાલમાં બાહ્ય રીતે આ સુવિધાનું ટેસ્ટ કરી રહ્યું નથી. અત્યાર સુધી, જે યુઝર્સ પ્લેટફોર્મ પર લોંગ-ફોર્મ વિડિયો કન્ટેન્ટ શેર કરવા માગતા હતા તેમણે તેને ઘણા ભાગોમાં વિભાજિત કરવું પડતું હતું, જેનાથી યુઝર્સને આગળનો વીડિયો શોધવામાં તકલીફ પડતી હતી.

આ પણ વાંચો: OCCRP Adani Row : અદાણી ગ્રૂપ સામે આક્ષેપ કરનાર OCCRP શું છે અને કોણ સહાય આપે છે? અત્યાર સુધી કેટલા કૌભાંડનો પર્દાફાશ કર્યો? જાણો

જો Instagram આ સુવિધાને રોલ આઉટ કરવાનું નક્કી કરે છે, તો વિસ્તૃત ટાઈમ સાથે કન્ટેન્ટ ક્રિએટર્સ અને યુઝર્સ બંને માટે કન્ટેન્ટ જોવાનું સરળ બનાવશે અને તેના પરિણામે સંલગ્નતા વધી શકે છે. એવું લાગે છે કે Instagram Reel મર્યાદા 3 મિનિટથી વધારીને 10 મિનિટ કરી છે. ટિકટોકે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રીલ્સમાં પણ આવું જ કર્યું હતું.

Advertisment

તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ જણાવ્યું હતું કે કંપની ક્રિએટર્સ તેમના ચાહકો સાથે વધુ સારી રીતે જોડાવા દેવાની રીતો શોધી રહી છે. 'IG અપડેટ્સ' ચેનલ પરની એક પોસ્ટમાં, મોસેરીએ કહ્યું કે તેઓ "કોઈપણ પબ્લિક ફીડ પોસ્ટ અથવા રીલ્સમાંથી તેમની સ્ટોરી પર કમેન્ટ શેર કરવા માટે પબ્લિક એકાઉન્ટ્સની ક્ષમતાનું ટેસ્ટ કરી રહ્યા છે."

આ પણ વાંચો: iQoo Z7 Pro 5G: આઇક્યુ ઝેડ 7 પ્રો 5G ફોન ભારતમાં લોન્ચ, 2000નું ડિસ્કાઉન્ટ મેળવો; જાણો નવા સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ સહિત તમામ વિગત

આ મહિનાની શરૂઆતમાં, Instagram એ પ્લેટફોર્મ પર બનાવવા અને શેર કરવા માટે નનવા ઘણા ફીચર્સ ઉમેર્યા જેમ કે કેરોયુઝલમાં મ્યુઝિક ઉમેરવું, પોસ્ટ પર 3 જેટલા મિત્રો સાથે સહયોગ(collaboration) કરવું અને 'એડ યોર્સ' સ્ટીકરનો ઉપયોગ કરીને ક્રિએટર્સ સાથે જોડાવું.

ટેકનોલોજી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ બિઝનેસ