Investment Planning Options For Girl Child : દરેક માતાપિતાને તેમના સંતાનોના ભવિષ્યની ચિંતા સતાવતી હોય છે ખાસ કરીને જ્યારે સંતાન પુત્રી હોય. આથી જ તેમને ભવિષ્યમાં નાણાંકીય મુશ્કેલી ન પડે તેની માટે નાનપણથી તેમના બાળકો માટે બચત કરવાનું શરૂ કરી દે છે. આજકાલ છોકરીઓના નામે બચત કે રોકાણ કરવા ઘણી બધી સેવિંગ્સ સ્કીમ છે. તે તમારી દિકરીના અભ્યાસથી લઇ લગ્ન સુધીની નાણાંકીય ચિંતાઓને હળવી કરી શકે છે.
હાલ છોકરીઓના નામે બચત કરવા કરમુક્ત સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપરાંત ઘણી બધી સરકારી બચત યોજનાઓ ચાલી રહી છે. ઉપરાંત તમે અન્ય ખાનગ સેવિંગ સ્કીમ્સમાં પણ રોકાણ કરીને તમારી દિકરીને નાણાંકીય રીતે સુરક્ષિત કરી શકો છો. તમે તમારી દિકરીના મામે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો, ખાસ કરીને ELSSમાં, જે સંભવિત વૃદ્ધિ અને કર લાભો પ્રદાન કરે છે. ફુગાવા સામે રક્ષણ માટે તમે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
ભારતમાં હાલ સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય) કન્યાઓ બહુ પ્રસિદ્ધ અને લોકપ્રિય બચત યોજના છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ બચત યોજનાને સરકાર તરફથી સમર્થન પ્રાપ્ત થાય છે. તેમા ઊંચા વ્યાજદર અને કર લાભ મળે છે, જે તેને આદર્શ લાંબા ગાળાના રોકાણ વિકલ્પ બનાવે છે.
Bankbazaar.com ના CEO અધિલ શેટ્ટી કહે છે, “સુકન્યા સમૃદ્ધિ યોજના અન્ય બચત યોજનાઓની સરખામણીમાં ઊંચા વ્યાજ દર ઓફર કરે છે. હાલમાં વાર્ષિક વ્યાજદર 8 ટકા છે, જે સરકાર સરકાર નક્કી કરવામાં આવે છે. તેથી તમારી પાસે પાકતી મુદત પર વળતરની ખાતરી રહે છે. સ્કીમ પર વાર્ષિક ચક્રવૃદ્ધિ મેળવતા વ્યાજને આવકવેરા કાયદા હેઠળ કરમાંથી મુક્તિ મળે છે.”
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
પીપીએફ એ લાંબા ગાળાના રોકાણનો ઉત્તમ વિકલ્પ છે જે કર લાભ અને ખાતરી પૂર્વકનું રિટર્ન આપે છે. તે એવા માતા-પિતા માટે યોગ્ય છે જેઓ તેમની પુત્રીની ભવિષ્યની જરૂરિયાતો, જેમ કે શિક્ષણ, લગ્ન અથવા ઉદ્યોગસાહસિક સાહસો માટે મોટું નાણાંકીય ભંડોળ ઊભું કરવા માગે છે.
મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds)

મ્યુચ્યુઅલ ફંડ્સ એ શેર અને બોન્ડ્સના ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત છે. તેમાં પરંપરાગત બચત યોજનાઓ કરતાં વધુ વળતર મેળવવાની તક રહે છે, પરંતુ તેની સાથે કેટલાક જોખમ પણ હોય છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તમને બજારની વધઘટને સરેરાશ કરવામાં અને જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.
સોનું (Gold)
ભારતમાં મહિલાઓ માટે સોનું એ રોકાણનો પરંપરાગત વિકલ્પ છે. તેને સુરક્ષિત રોકાણનો વિકલ્પ માનવામાં આવે છે અને સંપત્તિ લાંબા સમય સુધી સચવાયેલી રહે છે. તમે સોનાની લગડી- સિક્કા કે દાગીના ખરીદવાની સાથે સાથે ગોલ્ડ ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ)માં રોકાણ કરી શકો છો.
રિયલ એસ્ટેટ (Real Estate)
રિયલ એસ્ટેટ લાંબા ગાળાનું સારું રોકાણ હોઈ શકે છે, પરંતુ તમારું સંશોધન કરીને ભવિષ્યમાં જેના ભાવ વધવાની સંભાવના વધારે હોય તેવી મિલકત ખરીદવી જોઇએ.
બોન્ડમાં રોકાણ કરો (Bonds)
બોન્ડ્સ ડેટ સિક્યોરિટીઝ છે જે વળતરનો નિશ્ચિત દર ઓફર કરે છે. બોન્ડને શેરની સરખામણીમાં ઓછા જોખમી માનવામાં આવે છે, પરંતુ તેમાં વળતરનો દર પણ ઓછો રહે છે.
ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposits / FDs)
ફિક્સ્ડ ડિપોઝિટ એ સલામત અને સુરક્ષિત રોકાણ વિકલ્પ છે જે ખાતરીપૂર્વકનું વળતર આપે છે. જો કે એફડીના વ્યાજદરમાં વધ-ઘટ થતી રહે છે.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (National Savings Certificate / NSC)
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) એ સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવતી બચત યોજના છે. તે ચોક્કસ વ્યાજદર અને કર લાભો આપે છે. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર એવા માતાપિતા માટે સારો વિકલ્પ છે જેઓ તેમની પુત્રીની ભાવિ જરૂરિયાતો માટે નાણાંકીય ભંડોળ બનાવવા માંગે છે.

પોસ્ટ ઓફિસ ડિપોઝિટ (Post Office Deposit)
ભારતીય ટપાલ વિભાગ દ્વારા પણ ઘણી બચત યોજના ચલાવવામાં આવે છે. તે માતાપિતાને તેમની પુત્રીના ખાતામાં નિયમિત રકમ જમા કરાવવાની મંજૂરી આપે છે. આવી બચત યોજનામાં ચોક્કસ વ્યાજદર અને કર લાભો મળે છે.
શેટ્ટી વધુમાં ઉમેરે છે, “તમારી હાલની અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈવિધ્યસભર પોર્ટફોલિયો રાખવાની સલાહ આપવામાં આવે છે. તમે શિક્ષણ, લગ્ન અને તમારા બાળકની અન્ય નાણાકીય જરૂરિયાતો જેવી જરૂરિયાતોને ધ્યાનમાં લઈ શકો છો. લાંબા ગાળા માટે, તમે ઇક્વિટી-લિંક્ડ સ્કીમ્સ પસંદ કરી શકો છો જે વધુ વળતર ઉત્પન્ન કરી શકે છે અને તમારા બાળકની મોટી નાણાકીય જરૂરિયાતો માટે યોગ્ય નાણાંકીય ભંડોળ બનાવવામાં મદદ કરી શકે છે.”
આ પણ વાંચો | તમારા અને તમારા પરિવાર માટે કેટલા પૈસા પૂરતા છે? કેવી રીતે નક્કી કરવું? આ સરળ રીત જાણો
તમારી પુત્રી માટે શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ તમારા વ્યક્તિગત સંજોગો અને જોખમની સહન ક્ષમતા પર આધારિત છે. તમારી દિકરી માટે યોગ્ય રોકાણના વિકલ્પોની પસંદગી કરવા અને જાણકારી મેળવવા નાણાકીય સલાહકારની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.





