iPhone 15 : આઈફોન 15 ખરીદવાની સૌથી શાનદાર તક, અહીં મળી રહ્યો છે સૌથી સસ્તો

iPhone 15 128GB price cut : આઈફોન 15 હાલ બજારમાં સામાન્ય કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ છે. 2023માં લોન્ચ થયેલો આ એપલ આઇફોન વેલ્યુ-ફોર-મની ડીલ છે

Written by Ashish Goyal
June 03, 2025 18:57 IST
iPhone 15 : આઈફોન 15 ખરીદવાની સૌથી શાનદાર તક, અહીં મળી રહ્યો છે સૌથી સસ્તો
આઈફોન 15 ઓફર્સ અંતર્ગત હાલ બજારમાં સામાન્ય કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ છે

iPhone 15 128GB price cut : જો તમે પ્રીમિયમ ફોન સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને આઇફોન 16 તમારા બજેટમાં ફિટ બેસતો નથી, તો તમે બીજો એપલ આઇફોન ખરીદી શકો છો. આઈફોન 15 હાલ બજારમાં સામાન્ય કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ છે. 2023માં લોન્ચ થયેલો આ એપલ આઇફોન વેલ્યુ-ફોર-મની ડીલ છે. સપ્ટેમ્બર 2025 માં એપલ તેના નવા આઇફોન 17 શ્રેણીના સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

તો સવાલ એ છે કે શું આઇફોન 15 ખરીદવો યોગ્ય છે?ફ્લિપકાર્ટ અને એમેઝોન પર એપલ આઇફોન 15 પર તમને જે ડીલ્સ મળી રહી છે તેના પર એક નજર અહીં છે.

આઇફોન 15 એ એપલ આઇફોન શ્રેણીનું એક મોટું અપગ્રેડ હતું. એપલની આ પહેલી સીરીઝ છે જેમાં યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું હતું. આઇફોન 15 સ્માર્ટફોનમાં A16 Bionic ચિપસેટ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસને 48MP પ્રાઇમરી રિયર કેમેરા અને Dynamic Island સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. એકંદરે આઇફોન 15 શાનદાર ઓલરાઉન્ડર છે.

આઇફોન 17 સ્માર્ટફોનના લોન્ચિંગ પહેલા 2023માં આવેલો આઇફોન 15 હજી પણ ખરીદવા માટે એક ઉત્તમ વિકલ્પ છે. આઇફોન 15નું 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર શાનદાર ઓફર્સ સાથે ઉપલબ્ધ છે. અમે તમને આ એપલ આઇફોનની કિંમત અને ડીલ્સ વિશે જણાવી રહ્યા છીએ.

આ પણ વાંચો –  વનપ્લસ 13એસ લોન્ચ પહેલા સ્માર્ટફોનની કિંમત લીક, જાણો નવા મોબાઇલમાં શું ખાસ હશે

એમેઝોન પર ડિસ્કાઉન્ટ ઓફર્સ

128જીબી સ્ટોરેજવાળા આઇફોન 15ના બ્લેક કલર વેરિઅન્ટને 59,500 રૂપિયાની કિંમતમાં લઇ શકાય છે. એક્સચેન્જ ઓફરમાં યુઝર્સ નવા આઇફોન 15 માટે આઇફોન 14 ના 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને એક્સચેન્જ કરીને 31,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે. ફોન પર તમામ મોટી બેંકોના કાર્ડ સાથે નો-કોસ્ટ ઇએમઆઇ વિકલ્પ પણ છે. આઇફોન 15 સ્માર્ટફોન બ્લેક, પિંક, ગ્રીન, યલો અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે.

ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ ઓફર્સ

આઇફોન 15નું 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર થોડી વધારે કિંમત 64,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ તમામ ક્રેડિટ કાર્ડ દ્વારા હેન્ડસેટ પર 3000 રૂપિયાની વધારાની છૂટ મેળવી શકે છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ એક્સચેન્જ ઓફરમાં જૂના આઇફોન 14ને એક્સચેન્જ કરવા પર તમને 26,400 રૂપિયા સુધીની બચત કરવાની તક પણ પણ છે.

એપલ આઇફોન 15ના સ્પેસિફિકેશન્સ

એપલ આઇફોન 15 સ્માર્ટફોનમાં 6.1 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ હેન્ડસેટને બ્લેક, બ્લૂ, ગ્રીન, યલો અને પિંક કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એપલના આ ફોનની ડિઝાઇન આઇફોન 14 અને પહેલાના મોડલ્સ જેવી જ છે.

આઇફોન 15ની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલો અપગ્રેડેડ કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં 48 મેગાપિક્સલનો પાવરફૂલ પ્રાઇમરી, 12 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. એપલના જણાવ્યા અનુસાર, આઇફોન 15 સિંગલ ચાર્જ પર ‘ઓલ-ડે બેટરી લાઇફ’ આપે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ