Apple iPhone 16 Pro Price cut: જો તમે એપલ આઇફોન 16 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એક મોટી તક છે. એપલ આઇફોન 16 પ્રો સ્માર્ટફોન એમેઝોન ઇન્ડિયા પર માત્ર 61,855 રૂપિયાની અસરકારક કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ છે. બેંક અને એક્સચેન્જ ઓફર સાથે તમે આ કિંમતમાં આઇફોન 16 પ્રો મેળવી શકો છો. આઇફોન 16 ભારતમાં 79,900 રૂપિયામાં જ્યારે આઇફોન 16 પ્લસ 89,900 રૂપિયામાં લિસ્ટેડ છે. ભારતમાં ટોપ એન્ડ આઇફોન 16 પ્રો 1,19,900 રૂપિયામાં અને આઇફોન 16 પ્રો મેક્સ સ્માર્ટફોન 1,44,900 રૂપિયામાં ઉપલબ્ધ છે.
એમેઝોન પર આઇફોન 16 પ્રો ની ડિલ
128 જીબી સ્ટોરેજવાળા આઇફોન 16 પ્રો સ્માર્ટફોનના નેચરલ ટાઇટેનિયમ વેરિઅન્ટને એમેઝોન પર 1,11,900 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ જો તમે એમેઝોનની એક્સચેન્જ ઓફર હેઠળ ફોન લો છો, તો તમને ઘણો ફાયદો થઈ શકે છે. જેમ કે iPhone 15ના 512GB સ્ટોરેજ વેરિયન્ટ પર તમને 42,550 રૂપિયા સુધીની એક્સચેન્જ વેલ્યૂ મળી શકે છે, જે બાદ iPhone 16 Proની કિંમત 69,350 રૂપિયા રહી જશે.
એમેઝોન પે, ICICI બેંકના ક્રેડિટ કાર્ડ પર આઇફોન 16 પ્રો પર 7,495 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ પછી ભાવ ઘટીને 61,855 રૂપિયા થઈ જશે. તમને જણાવી દઈએ કે જો તમે એપલના લેટેસ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન પર સ્વિચ કરવાનું વિચારી રહ્યા છો, તો આ બંડલ ડીલ શાનદાર છે.
આઇફોન 16 પ્રો સ્પેસિફિકેશન્સ
આઇફોન 16 પ્રો સ્માર્ટફોનમાં 6.3 ઇંચની સુપર રેટિના એક્સડીઆર સ્ક્રીન છે જે પ્રોમોશનને સપોર્ટ કરે છે. આ ડિવાઇસ 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ અને ઓલવેજ ઓન ફંક્શનાલિટી મળે છે. ફોન HDR10 સપોર્ટ કરે છે. આઇફોન 16 પ્રો એ 18 પ્રો ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોનમાં એડવાન્સ્ડ સેકન્ડ-જનરેશન 3એનએમ આર્કિટેક્ચર છે, જે સ્પીડ અને કાર્યક્ષમતામાં વધારો કરે છે, ખાસ કરીને એઆઇ-સંચાલિત કાર્યો માટે.
આ પણ વાંચો – ભારતમાં લોન્ચ થયા લાવાના બે નવા સ્માર્ટફોન, કિંમત બજેટ ફ્રેન્ડલી, જાણો કેવા છે ફિચર્સ
એપલ આઇફોન 16 પ્રો માં એડવાન્સ ટ્રિપલ લેન્સ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી (વાઇડ) સેન્સર, 48 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો યુનિટ છે જે 5x ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરે છે. વીડિયોની વાત કરીએ તો ડિવાઇસ 120 ફ્રેમ પ્રતિ સેકન્ડ પર 4K રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.





