scorecardresearch

iPhone 16: શા માટે અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી પ્રોડક્ટ નવીનતમ ની જરુરીયાત ઉભી થઇ?

Apple iPhone: એપલનો iPhone (Apple iPhone) એ માત્ર સ્માર્ટફોન નથી,તે દરેક Apple પ્રોડક્ટને એકસાથે લાવે છે. આઇફોન એ Appleની સફળતાની ચાવી છે, પરંતુ આધુનિક સ્માર્ટફોનનો પાયો નાખનાર ડિવાઇસ Appleને વધુ નવીનતા લાવવાની જરૂર છે.

iPhone 16: શા માટે અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી પ્રોડક્ટ નવીનતમ ની જરુરીયાત ઉભી થઇ?
આઇફોનની અસાધારણ સફળતાએ મોબાઇલ અર્થતંત્રનું સર્જન કર્યું, અને Uber, Snap અને Spotify સહિત બહુ-અબજો ડોલરની કંપનીઓને જન્મ આપ્યો. (તસવીરઃ એપી)

 Anuj Bhatia : આ અઠવાડિયે એપલના સહ- સંસ્થાપક સ્ટીવ જોબ્સે આઇફોનનું અનાવરણ કર્યું હતું તેના 6 વર્ષ પૂરા થયા છે,એપલ અત્યાર સુધીની સૌથી ઇન્ફ્યુન્સિઅલ પ્રોડક્ટ બની ગઈ છે. એપલે ન માત્ર એપલને વિશ્વની સૌથી ધનિક ટેક કંપની બનાવી પરંતુ મોબાઈલ લેન્ડસ્કેપ પણ બદલી નાખ્યું છે. જોબ્સે મેકવર્લ્ડ 2007માં આઇફોન ઈન્ટ્રોડ્યુસ કર્યો હતો. અને આ રેવૉલ્યુશનરી ડિવાઇસને થ્રી-ઇન-વન પ્રોડક્ટ તરીકે ગણાવી હતી, “ટચ કંટ્રોલ સાથેનો વાઇડસ્ક્રીન આઇપોડ, રિવોલ્યુશનરી મોબાઇલ ફોન અને એક બ્રેકથરું ઇન્ટરનેટ કમ્યુનિકેશન ડિવાઇસ.”

ત્યાર પછી થી એપલે એક અબજથી વધુ iPhone વેચ્યા છે, અને તે જાહેરમાં વેપાર કરતી સૌથી વધુ પ્રોફિટેબલ કંપની બની ગઈ છે. આઇફોનની અસાધારણ સફળતાએ મોબાઇલ અર્થતંત્રનું સર્જન કર્યું છે, અને Uber, Snap અને Spotify સહિત ઘણી અબજો ડોલરની કંપનીઓને જન્મ આપ્યો. પરંતુ એપલ આ વર્ષે મિક્સ રિયાલિટી હેડસેટ જાહેર કરવાની વાત કરી હતી, iPhone હજુ પણ રેલેવેન્ટ રહેશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે, અને વધુ મહત્વનું છે કે, શું આપણે થોડા વર્ષો પછી iPhones નો ઉપયોગ કરીશું? પરંતુ ડિવાઇસની સ્ટોરીએ સોસાયટીને બદલી છે અને એપલ જે રીતે વિશ્વ પર પ્રભુત્વ મેળવ્યું છે તે રીતે જોતા તે વિશ્વને ઇનોવેશન દ્વારા ઇન્ફ્લ્યુઇન્સ કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો: કંપની હોય તો આવી – કર્મચારીઓને ‘બોનસ’માં આપશે 4 વર્ષનો પગાર

iPhone એ મોડર્ન સ્માર્ટફોન ડિઝાઇન માટે માર્ગ મોકળો કર્યો છે

આઇફોન આવ્યા પહેલા પણ સ્માર્ટફોન અસ્તિત્વમાં હતા પરંતુ તેઓ આજે જેવા નવા નવા ફીચર્સ સાથે દેખાય છે તેવા દેખાતા ન હતા. બ્લેકબેરીમાં ભૌતિક કીબોર્ડ હતું અને તે બિઝનેસ- સેન્ટ્રિક ફોન હતા, જ્યારે નોકિયા કોમ્યુનિકેટર શ્રેણી બનાવી રહી હતી, જે લગભગ મિની-લેપટોપ જેવી દેખાતી હતી. એકવાર આઇફોન માર્કેટમાં આવ્યા પછી, તેણે ડિઝાઇન લેન્ગવેજ રજૂ કરી જે આધુનિક સ્માર્ટફોનનો પાયો બની ગયો હતો. Appleના સ્ટાર ડિઝાઈનર જોની ઈવ દ્વારા ડિઝાઇન કરાયેલ, જેમણે ભૂતકાળમાં iMac G3 અને iPod સાથે પોતાની ક્ષમતા સાબિત કરી હતી, iPhone બોટમમાં સિંગલ બટન સાથે કાચના સ્લેબ સાથે આવ્યો હતો અને તેમાં 3.5-ઇંચની મલ્ટીટચ ટચ સ્ક્રીન હતી.

ડિઝાઈન, યુઝર ઈન્ટરફેસ અને ફોન પોતે જ બજારની કોઈપણ વસ્તુથી અલગ હતા. એચટીસી, સેમસંગ અને અન્ય મેન્યુફેક્ચરના કોપીકેટ ફોન્સ ડિઝાઇન ટેમ્પ્લેટના લીધે ડિમાન્ડ ઓછી થવા લાગી,જેના પર iPhone આધારિત હતો, જે આજે પણ ચાલુ છે.

આ પણ વાંચો: Ahmedabad home sales : અમદાવાદમાં મકાનોનું વેચાણ વર્ષ 2022માં 58 ટકા વધ્યુ

iOS અને એપ સ્ટોરે આપણી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની રીત બદલી છે

આઇફોન શરૂઆતથી પરફેક્ટ ન હતો. તેમાં ઘણા મુખ્ય ફિચર્સનો અભાવ હતો, પરંતુ Apple એ iPhoneની દરેક નવી પેઢી સાથે તેની ક્ષમતાઓમાં સુધારો કરવાનું ચાલુ રાખ્યું હતું. જ્યાં ખરેખર આઇફોન ફેમસ થયો હતો તે તેના સોફ્ટવેરને કારણે. iOS અન્ય સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ્સ જેવું કંઈ ન હતું. યુઝર ઇન્ટરફેસ સરળ, પ્રેક્ટિકલ અને ઓપેરેટ કરવામાં સરળ હતું. iOS ના કારણે, iPhone એ મોબાઈલ ઈન્ટરનેટ બ્રાઉઝિંગ અને સ્ટ્રીમિંગ વધારવામાં મદદ કરી હતી.

પરંતુ સૌથી મોટી સફળતા ત્યારે મળી જ્યારે Apple એ વર્ષ 2008 માં એપ સ્ટોર રજૂ કર્યો હતો, જે iPhone પર એપ્સને પ્રકાશિત અને વિતરિત કરવાની એક નવી રીત છે. તે 500 એપ્સ સાથે ડેબ્યુ કરે છે અને આજે એપ સ્ટોર પર લાખો એપ્સ છે. ડેવલપર્સ iPhone પરની એપ્સ દ્વારા અબજો કમાય છે, જેણે સંપૂર્ણપણે નવા બિઝનેસ પણ સર્જ્યા છે. Instagram, Spotify, Uber, YouTube અને લાખો અન્ય એપ્લિકેશનો અને સેવાઓ વિશે વિચારો. એપ સ્ટોરે ડેવલોપર્સ માટે તેમના સૉફ્ટવેરનું નિર્માણ અને વિતરણ કરવાનું સરળ બનાવ્યું છે અને iPhone યુઝર ડાઉનલોડ કરવા માગે છે તે એપ્લિકેશન શોધવાની પ્રક્રિયાને સરળ બનાવી છે.

Appleની દરેક એપને અપ્રુવ કરવાની કડક નીતિ, અને થર્ડ પાર્ટી એપ સ્ટોર્સને iPhone પર ચલાવવાની મંજૂરી ન આપવાથી કંપનીને તેની ઓફરોને Google ની Android જેવી હરીફોથી અલગ કરવામાં મદદ મળી, જે અન્ય ડોમિનેટ ઓપરેટિંગ સિસ્ટમ છે પરંતુ નેચરમાં “ખુલ્લી” છે.

એપ્સે આઇફોનને “બધુંજ ” એવી ડિવાઇસમાં ફેરવી દીધી, એક જ પ્રોડક્ટ કે જેનો ઉપયોગ ન્યૂઝ, સમાજીકરણ, મનોરંજન, બેંકિંગ અને શોપિંગ માટે થઈ શકે છે.

રોબસ્ટ સપ્લાય ચેઇનએ Apple ની લોકપ્રિયતાને વેગ આપ્યો

પરંતુ iPhone ની સફળતા સ્માર્ટફોન બજારની બહારના પરિબળોને પણ આભારી હતી. Appleની દર વર્ષે લાખો iPhonesનું ઉત્પાદન કરવાની અને તેને રેકોર્ડ ઝડપે વિશ્વભરમાં ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા દર્શાવે છે કે ચીન જેવા સ્થળોએ જ્યાં ફોક્સકોન જેવા તેના ઉત્પાદન ભાગીદારો iPhone એસેમ્બલ કરે છે ત્યાં એક વિશાળ અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન ચોવીસ કલાક કામ કરે છે. કંપની ક્યુપરટિનો, કેલિફોર્નિયામાં આઇફોન ડિઝાઇન કરે છે, ઘણા દેશોમાં ફેલાયેલા સપ્લાયર્સ પાસેથી ઘટકો ખરીદે છે, ચીન અને ભારતમાં ફેક્ટરીઓમાં ભાગો મોકલે છે અને પછી આઇફોનને વેરહાઉસમાં મોકલે છે અને પછી વિશ્વભરના રિટેલરોને મોકલે છે.

આ રોબસ્ટ સપ્લાય ચેઇનના લીધે, એપલ આઈફોનનું પ્રોડક્ટ અને પ્રોફિટમાં વેચવાનું મેનેજ કરે છે. આ સ્ટ્રેટેજીના એપલ માટે અજાયબીઓનું કામ કર્યું છે, મોટે ભાગે ચીન અને તેના બિઝનેઝ મોડલને કારણે. ટિમ કુક, જેમણે વર્ષ 2011 માં જોબ્સનું નિધન થઈ પછી Appleના CEO તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તે Appleની સપ્લાય ચેઇનના આર્કિટેક્ટ છે, જેણે કંપનીને અબજો iPhones વેચવામાં અને સેંકડો અબજોનો નફો મેળવવામાં મદદ કરી છે. 2017 માં, એપલે જણાવ્યું હતું કે તેણે ચીનમાં 4.8 મિલિયન નોકરીઓનું સર્જન અને સમર્થન કર્યું છે.

પરંતુ આઈફોન પરની નિર્ભરતા એપલને ઓછો ઇનોવેટિવ બનાવી રહી છે.

iPhone એ માત્ર સ્માર્ટફોન નથી; તે દરેક Apple ઉત્પાદનને એકસાથે લાવે છે અને ઇકોસિસ્ટમમાં દરેક વસ્તુને ચુસ્તપણે એકીકૃત કરે છે. આઇફોન એ Appleની સફળતાની ચાવી છે, પરંતુ આધુનિક સ્માર્ટફોનનો પાયો નાખનાર ઉપકરણે Appleને વધુ નવીનતા લાવવામાં અસમર્થ પણ રેન્ડર કર્યું છે – ઘણી કંપનીઓ જ્યારે તેઓ કદમાં વિશાળ બને છે ત્યારે તે સમસ્યાનો સામનો કરે છે.

રેગ્યુલેટર્સ એપલની મોનોપોલી પાછળ ગયા છે, જે એપ સ્ટોર પરના તેના નિયંત્રણને કારણે છે.કન્ઝ્યુમર એકટીવિસ્ટ Apple પર ઈરાદાપૂર્વક તેના હાર્ડવેર ઉત્પાદનોને ઓછા રિપેરેબલ બનાવવાનો આરોપ લગાવ્યો છે. Appleએ ઘણી નવીન ડેવલોપર્સ ફોક્સ પહેલ કરી છે અને સમારકામ માટે સરળ કાર્યક્રમો રજૂ કર્યા છે, પરંતુ તેના વિવેચકોને લાગે છે કે તે પહેલો પર્યાપ્ત નથી.

પરંતુ Appleનો સૌથી મોટો પડકાર તેની iPhone પર નિર્ભરતા રહે છે. આનો અર્થ એ નથી કે iPhone ની ડિમાન્ડ ઓછી થઇ ગઈ છે અથવા રહી જ નથી, માત્ર એટલું જ કે તેની ડિમાન્ડ ઓછી થઇ ગઈ છે, જો તે પહેલાથી જ ટોચ પર ન હોય. 2019 માં, Appleએ યુનિટના વેચાણની જાણ કરવાનું બંધ કર્યું, જે સૂચવે છે કે iPhone કંપની માટે હવે તેટલો આકર્ષક નહીં હોય જેટલો તે થોડા વર્ષો પહેલા હતો.

તેણે કહ્યું કે, iPhone હજુ પણ કંપની માટે ગ્રોથનું એન્જિન છે અને તે થોડા સમય માટે વધારે નફો કરવાનું ચાલુ રાખશે. Appleની નજર ભારતને આગામી મોટા ગ્રોથ માર્કેટ તરીકે રાખીને, iPhone ક્યાંય જઈ રહ્યો નથી.

પરંતુ ઇન્વેસ્ટર્સ ઈચ્છે છે કે એપલ બતાવે કે તેનો નેક્સટ પ્લાન શું છે. એપલે કોઈ હિન્ટ આપી નથી કે iPhone ને શું બદલી શકે છે, પરંતુ એવી અટકળો છે કે તે સ્કી ગોગલ્સ-આકારની ડિવાઇસ પર કામ કરી રહ્યું છે, એક મિશ્રિત રિયાલિટી હેડસેટ, જે આ સ્પ્રિંગની શરૂઆતમાં શોકેસ માટે તૈયાર થઇ શકે છે. VR/AR હેડસેટ તરત જ iPhone ને બદલી શકે તેવી શક્યતા નથી પરંતુ એવું લાગે છે કે કંપની હવે તે અમર્યાદિત નફો કમાઈ શકે છે જે તેણે એકવાર કર્યો હતો, અને તે તેના વર્ચસ્વને જાળવી રાખવા માટે હવે કોઈ એક હિટ પ્રોડક્ટ પર આધાર રાખી શકશે નહીં.

Web Title: Iphone apple 16 years steve jobs vrar headset 16 years technology

Best of Express