Black Friday sale 2025 : 40,000 રૂપિયાથી ઓછી કિંમતે iPhone 16 ખરીદવાની તક! જાણો શું છે શાનદાર ઓફર

Amazon Black Friday sale: Amazon, Flipkart and Croma : iPhone 17 આવી ગયો હોવા છતાં iPhone 16 શાનદાર ફોન છે. તેને 2024 માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને પહેલું એવું બેઝ મોડલ હતું જેમાં Apple ના AI ફીચર્સ અને Siri AI સપોર્ટ આપવામાં આવ્યો છે. iPhone ખરીદવાનું સપનું જોતા હોય તેમના માટે આ સેલ એક સુવર્ણ તક છે

Written by Ashish Goyal
Updated : November 26, 2025 18:02 IST
Black Friday sale 2025 : 40,000 રૂપિયાથી ઓછી કિંમતે iPhone 16 ખરીદવાની તક! જાણો શું છે શાનદાર ઓફર
iPhone 16 2024 માં રજૂ કરવામાં આવ્યો હતો અને તે Apple AI ફિચર્સ અને Siri AI ને સપોર્ટ કરતું પ્રથમ બેઝ મોડેલ છે (Image: Apple)

iPhone16 Black Friday sale 2025: iPhone 17 તાજેતરમાં લોન્ચ થયો હોવા છતાં iPhone 16 એક આકર્ષક વિકલ્પ બન્યો છે. ખાસ કરીને બ્લેક ફ્રાઈડે સેલમાં તેની કિંમત લોન્ચિંગ સમયથી ઘણી ઘટી ગઇ છે. iPhone 16 2024 માં રજૂ કરવામાં આવ્યો હતો અને તે Apple AI ફિચર્સ અને Siri AI ને સપોર્ટ કરતું પ્રથમ બેઝ મોડેલ છે. જે લોકો નવા iPhone ખરીદવાનું સપનું જોતા હોય તેમના માટે આ સેલ એક સુવર્ણ તક છે.

iPhone 16 હજુ પણ શ્રેષ્ઠ વિકલ્પ કેમ છે?

iPhone 17 આવી ગયો હોવા છતાં iPhone 16 શાનદાર ફોન છે. તેને 2024 માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને પહેલું એવું બેઝ મોડલ હતું જેમાં Apple ના AI ફીચર્સ અને Siri AI સપોર્ટ આપવામાં આવ્યો છે.

40,000 રૂપિયાથી ઓછી કિંમતે ખરીદવાની તક

બ્લેક ફ્રાઈડે સેલ 2025 દરમિયાન iPhone 16 ની કિંમતમાં લગભગ 13,000 રુપિયાનો સીધો ઘટાડો જોવા મળી રહ્યો છે. Amazon એ આ ફોનને 66,900 રુપિયામાં લિસ્ટ કર્યો છે, જે તેની લોન્ચ કિંમત કરતા ઘણી ઓછી છે. તેના ઉપર બેંક ઑફર્સ અને એક્સચેન્જ ડીલ્સ જોડવામાં આવે તો તેની કિંમત 40,000 રુપિયાથી ઓછી થઈ જાય છે.

Amazon પર કેવી મળી રહી છે ડિલ?

જો તમારી પાસે જૂનો ફોન છે, તો તમે Amazon પર તેને એક્સચેન્જ કરીને ₹47,650 સુધીનો ફાયદો મેળવી શકો છો. ઉદાહરણ તરીકે જો તમારી પાસે 128GB iPhone 15 સારી સ્થિતિમાં છે, તો તમે લગભગ 30,250 રુપિયાનું એક્સચેન્જ બોનસ મેળવી શકો છો. બેંક ઑફર્સ ઉમેરવાથી તમને લગભગ ₹4,000 ની બચત થાય છે. આ iPhone 16 ની ઇફેક્ટિવ કિંમત લગભગ ₹36,650 સુધી લાવે છે, જે iPhone માટે ખૂબ જ સસ્તું છે.

આ પણ વાંચો – ટાટાની નવી સિએરા SUV લોન્ચ, 16 ડિસેમ્બરથી બુકિંગ, જાણો કિંમત અને ફિચર્સ

ફ્લિપકાર્ટમાં શું છે શાનદાર ઑફર્સ

ફ્લિપકાર્ટ પર iPhone 16 ની કિંમત 69,900 રુપિયા રાખવામાં આવી છે, પરંતુ એક્સચેન્જ અને બેંક ઑફર્સ સાથે ઘણો ફાયદો મળે છે. તમે તમારા જૂના ફોન પર ₹57,400 સુધીની એક્સચેન્જ કિંમત મેળવી શકો છો. જો તમારી પાસે 128GB iPhone 15 છે, તો તમે ₹27,450 સુધીનું બોનસ મેળવી શકો છો. ₹4,000 નું બેંક કેશબેક ઉમેરો અને ફોન ₹40,000 થી ઓછામાં મળી શકે છે.

Croma ની ઓફલાઇન અને ઓનલાઇન ડીલ પણ શાનદાર

જો તમે એફલાઇન સ્ટોરમાંથી ફોન ખરીદવાનું પસંદ કરો છો તો તમે ક્રોમામાંથી ખરીદી શકો છો. iPhone 16 ક્રોમા વેબસાઇટ પર ₹66,490 માં લિસ્ટેડ છે, જેમાં ₹13,410 નું સીધું ડિસ્કાઉન્ટ છે. આ સિવાય બેંક ઑફર્સ, એક્સચેન્જ બોનસ અને કૂપનનો લાભ લઈને આ કિંમત 39,990 રુપિયા સુધી ઘટાડી શકાય છે. એટલે કે તમને ₹40,000 થી ઓછામાં iPhone મેળવવાની તક છે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ