બોલીવુડ સ્ટાર બન્યા શેર બજારના ખેલાડી : આમિર ખાન, સચિન તેંડુલકરથી લઇ આલિયા – કેટરિના કૈફે કરી અઢળક કમાણી

Celebrity Ipo Investments : શેર બજાર આઈપીઓ માં રોકાણ મામલે સેલિબ્રિટીઓ પણ પાછળ નથી. આમિર ખાન, સચિન તેંડુલકર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, રણબીર કપૂર, અજય દેવગણે કંપનીમાં રોકાણ કરી છપ્પરફાડ રિટર્ન મેળવ્યું છે.

Written by Ajay Saroya
Updated : March 08, 2024 21:42 IST
બોલીવુડ સ્ટાર બન્યા શેર બજારના ખેલાડી : આમિર ખાન, સચિન તેંડુલકરથી લઇ આલિયા – કેટરિના કૈફે કરી અઢળક કમાણી
Celebrity Ipo Investments : આમિર ખાન, સચિન તેંડુલકર અને આલિયા ભટ્ટ સહિત ઘણા સેલિબ્રિટી આઈપીઓમાં રોકાણ કરી અઢળક કમાણી કરી રહ્યા છે. (Photo - Social Media)

Celebrity IPO Investments : આઈપીઓ કમાણી કરવા માટેનો લોકપ્રિય વિકલ્પ છે. સામાન્ય વ્યક્તિથી લઇ સેલિબ્રિટીઓ પણ આઈપીઓમાં રોકાણ કરીને અઢળક કમાણી કરી રહ્યા છે. આ સેલિબ્રિટીઓએ ઇનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) આવવાની પહેલા આ કંપનીઓમાં રોકાણ કરવાની રણનીતિ અપનાવી છે. ત્યારબાદ આ કંપનીના આઈપીઓના ધમાકેદાર લિસ્ટિંગથી જંગી કમાણી કરી છે. અહીં અમુક સેલિબ્રિટી વિશે જણાવી રહ્યા છીએ જેમણે આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટથી અઢળક કમાણી કરી છે.

આમિર ખાન અને રણબીર કપૂર : ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશનમાં શાનદાર રિટર્ન

મીડિયા રિપોર્ટ અનુસાર ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશનનો આઈપીઓ એસએમઈ રૂટ હેઠળ આવ્યો હતો. આ આઈપીઓમાં બોલીવુડ સ્ટાર આમિર ખાન અને રણબીર કપૂરે જબરદસ્ત કમાણી કરી છે. આમિર ખાને પ્રી-આઈપીઓ રાઉન્ડમાં 25 લાખ રૂપિયાનું રોકાણ કરી કંપનીના 46,600 શેર એટલે કે 0.26 ટકા હિસ્સેદારી ખરીદી હતી.

તો રણબીર કપૂરે ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશનના આઈપીઓમાં 20 લાખ રૂપિયાનું રોકાણ કરી 37200 શેર એટલે કે 0.21 ટકા હિસ્સો ખરીદ્યો રહતો. પ્રી આઈપીઓ ઈન્વેસ્ટમેન્ટ કરનાર રોકાણકારોને શેર દીઠ 53.59 રૂપિયાના ભાવે શેર એલોટમેન્ટ કરવામાં આવ્યા હતા.

બીએસઇ એસએમઈ એક્સચેન્જ પર ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશનનો આઈપીઓ 23 ડિસેમ્બરના રોજ 102 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો. 7 માર્ચે આ શેરનો ભાવ 155.85 રૂપિયા હતો. આમ આ કંપનીમાં આમિર ખાનનું રોકાણ મૂલ્ય 72.62 લાખ અને રણબીર કપૂરનું રોકાણ 57.97 લાખ રૂપિયાનું થઇ ગયું છે. સરળ શબ્દોમાં કહીયો તો આ કંપનીમાં 1 લાખના 3 લાખ થઇ ગયા છે.

IPO | pulic issue | IPO Investment Tips | ipo alert | ipo market | Sharemarket Tips |
શેરબજારમાં લિસ્ટિંગ થવા કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo – Freepik)

સચિન તેંડુલકર : આઝાદ એન્જિનિયિરિંગમાં 1200 ટકા વળતર

માસ્ટર બ્લાસ્ટર સચિન તંદુલકર રમતના મેદાનની જેમ શેર બજારમાં પણ આગળ છે. તેંડુલકેર આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓમાં જંગી કમાણી કરી છે. તેંડુલકરે માર્ચ 2023માં પ્રી- આઈપીઓ રાઉન્ડમાં કંપનીમાં 4.99 કરોડ રૂપિયાના રોકાણથી 438120 શેર ખરીદ્યા હતા. આ શેર પ્રતિ ઇક્વિટી દીઠ 114.10 રૂપિયાના ભાવે ખરીદયા હતા. 28 ડિસેમ્બર 2023ના રોજ આઝાદ એન્જિનિયરિંગનો શેર 720 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો. તો 7 માર્ચ 2024ના રોજ આ શેરનો ભાવ 1355.3 રૂપિયા છે. આમ આ કંપનીમાં સચિન તેંડુલકરને 12 ગણું રિટર્ન મળ્યું છે અને તેની માર્કેટ વેલ્યૂએશન 59.39 કરોડ રૂપિયા થઇ છે.

આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ : નાયકા કંપનીમાં 11 ગણો નફો

બોલીવુડ એક્ટરની જેમ બોલીવુડ એક્ટ્રેસ પણ આઈપીઓ શેરબજારમાં રોકાણ કરવાના મામલે કોઇ રીતે પાછળ નથી. આલિયા ભટ્ટ અને કેટરિના કૈફે ફાલ્ગુની નાયરની કંપની નાયકામાં રોકાણ કર્યું હતું. આલિયા ભટ્ટે જુલાઇ 2020માં નાયકા કંપનીમાં 4.95 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નાયકાના આઈપીઓનું 10 નવેમ્બર, 2021માં લિસ્ટિંગ થયું, જેના પગલે આલિયા ભટ્ટનું રોકાણ 11 ગણું વધી રૂં. 54 કરોડે પહોંચી ગયું.

Alia Bhatt photos fashion gujarati news
Alia Bhatt Photos : આલિયા ભટ્ટના ફોટા ફેશન ગુજરાતી ન્યુઝ

તો કેટરિના કૈફે વર્ષ 2018માં 2.04 કરોડ રૂપિયાના રોકાણ સાથે નાયકા – કેકે બ્યૂટી નામના એક જોઇન્ટ વેન્ચર શરૂ કર્યું હતું. આ કંપનીમાં કેટરિનાનું રોકાણ પણ 11 ગણુ વધી 22 કરોડ રૂપિયા થઇ ગયું. અલબત્ત શાનદાર લિસ્ટિંગ બાદ નાયકા કંપનીનો શેર ઘટ્યો હતો. 7 માર્ચ, 2024નો રોજ નાયકનો શેર લિસ્ટિંગ પ્રાઈસથી 60 ટકા નીચે 156.5 રૂપિયા બંધ થયો હતો.

શિલ્પા શેટ્ટી : મામાઅર્થમાં 3 ગણો નફો મળ્યો

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ મામાઅર્થ કંપનીમાં 6.7 કરોડ રૂપિયામાં 16 લાખ શેર ખરીદ્યા હતા. તેમણે 7 નવેમ્બર, 2023માં આવેલા મામાઅર્થના આઈપીઓ માં પોતાનો 13.93 લાખ શેર વેચી 45.14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચો | IPOમાં રોકાણ પહેલા આ 5 બાબત ચકાસો પછી રોકાણ કરો, ઉંચા વળતરની સંભાવના વધી જશે

સિંઘમ અજય દેવગણને પેનોરમા સ્ટુડિયોઝમાં 363 ટકાનું છપ્પરફાડ રિટર્ન

બોલીવુડના સિંઘમ અજય દેવગણે પેનોરમા સ્ટુડિયોઝ ઈન્ટરનેશનલ કંપનીમાં 274 રૂપિયા પ્રતિ શેરના ભાવ 1 લાખ ઇક્વિટી શેર 2.74 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. 7 માર્ચ, 2024ના રોજ પેનોરમા સ્ટુડિયોઝના શેરનો બંધ ભાવ 995 રૂપિયા હતો. આમ સિંઘમનું આ કંપનીમાં રોકાણ 363 ટકા વધીને 9.95 કરોડ રૂપિયા થયું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ