IPO News: એરિસ ઈન્ફ્રા સોલ્યુશન સહિત 6 આઈપીઓ આ સપ્તાહે ખુલશે, નવી 5 કંપનીના શેર લિસ્ટિંગ થશે

IPO Open And Shere Listing This Week: શેરબજારના રોકાણકારોને નવા સપ્તાહે 6 આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે. આ સપ્તાહમાં નવી 5 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

Written by Ajay Saroya
Updated : June 16, 2025 10:48 IST
IPO News: એરિસ ઈન્ફ્રા સોલ્યુશન સહિત 6 આઈપીઓ આ સપ્તાહે ખુલશે, નવી 5 કંપનીના શેર લિસ્ટિંગ થશે
IPO : આઈપીઓ (Photo: Freepik)

IPO Open And Shere Listing This Week: આઈપીઓ માર્કેટમાં ધીમે ધીમે કામકાજ વધી રહ્યા છે. 16 જૂનથી શરૂ થયેલા નવા સપ્તાહ દરમિયાન નવા 6 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 1 મેઇનબોર્ડ સેગમેન્ટનો એરિસ ઈન્ફરા સોલ્યુશનસ આઈપીઓ છે, જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. રોકાણકારોને પાછલા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ખુલેલા 3 આઈપીઓમાં પણ રોકાણ કરવાની તક મળશે. ઉપરાંત નવા સપ્તાહમાં 5 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

IPO Open This Week : આ સપ્તાહના નવા આઈપીઓ

Samay Project Services IPO : સમય પ્રોજેક્ટ સર્વિસિસ આઈપીઓ

સમય પ્રોજેક્ટ સર્વિસિસ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 16 જૂન ખુલશે અને 18 જૂન બંધ થશે. 14.69 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઈસ્યુ પ્રાઇસ 32-34 રૂપિયા પ્રતિ શેર અને 4000 શેરની લોટ સાઇઝ નક્કી કરી છે. શેર એલોટમેન્ટ 19 જૂન ફાઇનલ થઇ શકે છે. NSE SME પર 23 જૂને કંપનીનો શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Patil Automation IPO : પાટીલ ઓટોમેશન આઈપીઓ

પાટીલ ઓટોમેશનનો 69.61 કરોડ રૂપિયાનો આઈપીઓ 16 જૂન ખુલીને 18 જૂને બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 114-120 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 19 જૂને ફાઇનલ થયા પછી 23 જૂને કંપનીનું શેર લિસ્ટિંગ NSE SME પર થશે.

Eppeltone Engineers IPO : એપ્પેલનટોન એન્જિનિયર્સ આઈપીઓ

એપ્પેલનટોન એન્જિનિયર્સ આઈપીઓ માટે 17 થી 19 જૂન સબ્સક્રિપ્શન કરી શકાશે. 43.96 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 125-128 રૂપિયા અને લોટ સાઇઝ 1000 શેર છે. શેર એલોટમેન્ટ 20 જૂન ફાઇનલ થયા બાદ NSE SME પર 24 જૂને શેર લિસ્ટિંગ થશે.

Arisinfra Solutions IPO : એરિસ ઈન્ફ્રા આઈપીઓ

એરિસ ઇન્ફ્રા આઈપીઓ 18 જૂન ખુલશે અને 20 જૂન બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 499.60 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 210-222 રૂપિયા અને લોટ સાઇઝ 67 શેર છે. 23 જૂને શેર એલોટમેન્ટ ફાઇનલ થઇ શકે છે. ત્યાર પછી મેઇનબોર્ડ આઈપીઓનો શેર BSE અને NSE પર 25 જૂને લિસ્ટિંગ થશે.

Influx Healthtech IPO : ઇનફ્લક્સ હેલ્થકે આઈપીઓ

ઇનફ્લક્સ હેલ્થકે આઈપીઓ 18 જૂન ખુલશે. 58.57 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 91-96 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. 20 જૂન અરજી કરવા માટે છેલ્લો દિવસ છે. શેર એલોટમેન્ટ 23 જૂન સુધી ફાઇનલ થશે. ત્યાર પછી NSE SME પર 25 જૂને કંપનીના શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Mayasheel Ventures IPO : માયાશીલા વેન્ચર આઇપીઓ

માયાશીલા વેન્ચર આઇપીઓ સબ્સક્રિપ્શન માટે 20 જૂન ખુલશે અને 24 જૂન બંધ થશે. 27.28 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 44-47 રૂપિયા અને લોટ સાઇઝ 3000 શેર છે. 25 જૂન સુધી શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 27 જૂને NSE SME એક્સચેન્જ પર થશે.

New Share Listing This Week

નવા સપ્તાહમાં 5 કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ કરવાના છે. જેમા 16 જૂન NSE SME પર Sacheeromeના શેર લિસ્ટેડ થવાના છે. તો 17 જૂને જૈનિક પાવર અને કેબલ્સના શેર NSE SME પર લિસ્ટિંગ કરશે. 19 જૂને NSE SME એક્સચેન્જ પર Monolithisch Indiaના શેર લિસ્ટેડ થવાના છે. Aten Papers & Foamના શેર 20 જૂને BSE SME પર લિસ્ટેડ થશે. મેઇનબોર્ડ સેગમેન્ટમાં ઓસવાલ પમ્પ્સનું શેર લિસ્ટિંગ 20 જૂને BSE અને NSE પર થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ