How to Select Best IPO : શેરબજારમાં કમાણી કરવા આઈપીઓ બેસ્ટ વિકલ્પ છે. વર્ષ 2023 પછી 2024માં પણ IPO માર્કેટમાં (IPO 2024) ધમધમાટ છે. જાન્યુઆરી 2024માં 5 કંપનીઓએ IPO લોન્ચ કર્યા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં અત્યાર સુધી 4 આઈપીઓ ખુલ્યા છે અને પાંચમો પબ્લિક ઇશ્યૂ 9 ફેબ્રુઆરીએ ખુલ્યો છે.
ચાલુ મહિને આગામી દિવસમાં આઈપીઓ માર્કેટમાં કામકાજ વધી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ કેટલીક ખાસ બાબતો પર ધ્યાન આપીને IPOમાં નાણાંનું રોકાણ કરો છો, તો તમને ઊંચું વળતર મળી શકે છે. આઈપીઓ માર્કેટમાંથી પૈસા કમાવવા માટે રોકાણ (IPO Investment Tips) કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જાણો.
ફેબ્રુઆરીમાં 4 આઈપીઓ ખૂલ્યા
ફેબ્રુઆરી 2024માં ઘણી કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. 7 ફેબ્રુઆરીએ એક સાથે 3 કંપનીના 1700 કરોડ રૂપિયાના આઈપીઓ ખુલ્યા છે. જેમાં જન સ્મોલ ફાઇનાન્સ બેન્ક, રાશિ પેરિફેરલ્સ અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો સમાવેશ થાય છે. આ ત્રણેય આઈપીઓનું સબ્સક્રિપ્શન 9 ફેબ્રુઆરી બંધ થયુ અને 14 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં લિસ્ટિંગ થશે. તો 9 ફેબ્રુઆરીના રોજ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સનો રૂ. 1600 કરોડનો IPO ખુલ્યો છે.
એવું માનવામાં આવે છે કે IPOના સંદર્ભમાં 2023 કરતાં 2024 સારું હોઈ શકે છે. ભવિષ્યમાં ઘણી મોટી કંપનીઓ માર્કેટમાં લિસ્ટ થવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં, અમે અહીં કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેને અનુસરીને તમે વધુ સારો IPO પણ પસંદ કરી શકો છો અને વધુ સારું વળતર (બ્લોકબસ્ટર IPO) મેળવી શકો છો.

શેર સસ્તો છે કે મોંઘો : વેલ્યૂએશન જુઓ
કોઈપણ આઈપીઓમાં શેરની વેલ્યૂએશન અવશ્ય તપાસો. IPOમાં શેરના ભાવને ધ્યાનમાં રાખવો નહીં. કિંમતમાં સસ્તો લાગતો શેર ઊંચી કિંમત ધરાવતા શેર કરતાં વધુ મૂલ્યવાન હોઈ શકે છે. P/E એટલે કે પ્રાઇસ અર્નિંગ રેશિયો જણાવે છે કે વર્તમાન ભાવે શેર મોંઘો છે કે સસ્તો છે. P/E જેટલો ઊંચો છે, તેટલો શેર વધુ ખર્ચાળ છે. સમાન ઉદ્યોગમાં અને લગભગ સમાન કદની અન્ય કંપનીઓ સાથે P/E રેશિયોની તુલના કરો. તેમજ તે દરમિયાન કંપનીના EPSને જોઈને, કંપનીની આવક, માર્જિન અને બજાર હિસ્સો વધી રહ્યો છે કે નહીં તે જાણી શકાય છે. જે કંપનીનો ફાઇનાન્શિયલ ગ્રોથ હોય છે, તેના શેરમાં હંમેશા ઉંચા રિટર્નની સંભાવના હોય છે.
કંપની નફો કરે છે કે ખોટ?
IPOમાં રોકાણ કરવાની પહેલા કંપનીની નાણાકીય સ્થિતિ ચોક્કસ તપાસો. કંપની નફાકારક છે કે નહીં તે તપાસો. જો નફો થતો હોય તો ભવિષ્યમાં તે ચાલુ રહેવાની અપેક્ષા છે કે નહીં? જો કોઈ કંપની સતત નફો કરતી હોય તો તેના સંબંધમાં માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ સુધારો થાય છે. આવી કંપનીઓ સતત બિઝનેસમાં નાણાંનું રોકાણ કરી શકે છે. રોકાણકારોને વધુ ડિવિડન્ડ આપી શકાય છે.
કંપનીનું બિઝનેસ મોડલ
માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો તમારે શેરબજારમાં સફળ રોકાણકાર બનવું હોય તો યોગ્ય બિઝનેસમાં પૈસાનું રોકાણ કરો. આજની કઠિન સ્પર્ધામાં, કોઈપણ કંપની લાંબા સમય સુધી ટકી રહે છે અથવા ત્યારે જ સેક્ટર લીડર બને છે જ્યારે તેનું બિઝનેસ મોડલ લાંબા સમય સુધી ટકાઉ હોય. જે કંપનીઓ તેમના સેક્ટરના ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર ઇનોવેશન કરે છે, ઉત્પાદનમાં ફેરફાર કરે છે, બિઝનેસ મોડલમાં ફેરફાર કરે છે, તેઓને બજારમાં ટકી રહેવાની વધુ તકો હોય છે.

કંપની ઉપર દેવાની સ્થિતિ
કંપનીના IPOમાં રોકાણ કરવાની પહેલા તપાસ કરો કે કંપની પર કેટલું દેવું છે. જો કંપની પર વધુ દેવું હોય તો તેને ચૂકવવા માટે મોટી રકમ ખર્ચવી પડે છે. જ્યારે બીજી બાજુ, જે કંપનીઓ દેવું મુક્ત છે અથવા જેની પાસે ખૂબ જ ઓછું દેવું છે અથવા જે સતત તેમનું દેવું ઘટાડી રહી છે, તેઓ તેમના નફાનો એક ભાગ બિઝનેસના વિકાસ અને વિસ્તરણમાં રોકાણ કરી શકે છે. જો કંપની ફી કેશ ફ્લો પેદા કરી રહી છે તો તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં વૃદ્ધિની ઘણી સારી તકો રહેલી છે. કેશ ફ્લો જનરેટ કરતી કંપની સરળતાથી તેનું દેવું ઘટાડી શકે છે.
આ પણ વાંચો | કર બચત અને ઉંચા રિટર્ન માટે ક્યાં રોકાણ કરવું? ટોપ-5 ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વિશે જાણો
પ્રમોટરોનો ટ્રેક રેકોર્ડ તપાસો
કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટર્સનું બ્રેકગ્રાઉન્ડ તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારું મેનેજમેન્ટ અથવા પ્રમોટર્સ ધરાવતી કંપનીઓમાં વૃદ્ધિની વધુ તકો હોય છે, કારણ કે તેમનું ધ્યાન ગ્રાહકો અને રોકાણકારો સાથે વધુ સારા સંબંધો જાળવીને બિઝનેસને સતત મજબૂત કરવા પર હોય છે.





