IPO News: JSW સિમેન્ટ સહિત 11 આઈપીઓ આ સપ્તાહે ખુલશે, 14 કંપનીના શેર લિસ્ટિંગ થશે

IPO Open And Share Listing This Week : 4 ઓગસ્ટથી શરૂ થયેલા નવા સપ્તાહમાં JSW સિમેન્ટ, ઓલ ટાઇમ પ્લાસ્ટિક્સ અને હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત 11 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલશે. ઉપરાંત 14 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

Written by Ajay Saroya
Updated : August 04, 2025 10:38 IST
IPO News: JSW સિમેન્ટ સહિત 11 આઈપીઓ આ સપ્તાહે ખુલશે, 14 કંપનીના શેર લિસ્ટિંગ થશે
IPO : આઈપીઓ (Photo: Freepik)

Upcoming IPO News : આઈપીઓ માર્કેટમાં 4 ઓગસ્ટે શરૂ થયેલા નવા સપ્તાહે પણ ભારે હલચલ જોવા મળશે. નવા સપ્તાહે 11 કંપનીઓના આઈપીઓ ખુલવાના છે, જેમા 3 મેઇનબોર્ડ આઈપીઓ છે અને એક REIT ઇશ્યુ છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 3 આઈપીઓમાં પણ રોકાણ કરવાની છેલ્લી તક મળશે, જે ત્રણેય SME આઈપીઓ છે. તેમજ આ સપ્તાહે 14 કંપનીઓના સ્ટોક શેરબજાર પર લિસ્ટિંગ થશે.

Essex Marine IPO : એસેક્સ મરીન આઈપીઓ

એસેક્સ મરીન આઈપીઓ 4 ઓગસ્ટ ખુલશે અને 6 ઓગ્ટે બંધ થશે. 23.01 કરોડ રૂપિયાના એસએમઇ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 54 રૂપિયા અને લોટ સાઇઝ 2000 શેર છે. આ કંપનીનું શેર લિસ્ટિંગ BSE SME પર 11 ઓગસ્ટે થઇ શકે છે.

BLT Logistics IPO : બીએલટી લોજિસ્ટિક્સ આઈપીઓ

બીએલટી લોજિસ્ટિક્સ કંપની આઈપીઓ દ્વારા 9.72 કરોડ એક્ત્ર કરશે. કંપનીનો આઈપીઓ 4 ઓગ્સ્ટે ખુલીને 6 ઓગસ્ટે બંધ થશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 71 – 75 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ BSE SME પર 11 ઓગસ્ટે શેર લિસ્ટિંગ થશે.

Aaradhya Disposal IPO : આરાધ્યા ડિસ્પોઝલ આઈપીઓ

આરાધ્યા ડિસ્પોઝલ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 4 ઓગસ્ટે ખુલશે. 45.10 કરોડ રૂપિયાના એસએમઇ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 110 – 116 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ શેર લિસ્ટિંગ NSE SME પર 11 ઓગસ્ટે થશે.

Jyoti Global Plast IPO : જ્યોતિ ગ્લોબલ પ્લાસ્ટ આઈપીઓ

જ્યોતિ ગ્લોબલ પ્લાસ્ટ કંપનીનો 35.44 કરોડ રૂપિયાનો આઈપીઓ 4 થી 6 ઓગસ્ટ સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 62 – 66 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. કંપનીનું શેર લિસ્ટિંગ NSE SME પર 11 ઓગસ્ટે થઇ શકે છે.

Parth Electricals & Engineering IPO : પાર્થ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ આઈપીઓ

પાર્થ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ કંપનીનો 49.72 કરોડ રૂપિયાનો આઈપીઓ 4 ઓગસ્ટે ખુલી 6 ઓગસ્ટે બંધ થશે. ત્યારબાદ 11 ઓગસ્ટ NSE SME પર શેર લિસ્ટિંગ થશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 160 – 170 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 800 શેર છે.

Bhadora Industries IPO : ભદોરા ઇન્ડસ્ટ્ર્રીઝ આઈપીઓ

ભદોરા ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ 4 ઓગસ્ટે ખુલીને 6 ઓગસ્ટ બંધ થશે. 55.62 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 97 – 103 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. કંપનીના શેરનું લિસ્ટિંગ NSE SME પર 11 ઓગસ્ટે થઇ શકે છે.

Highway Infrastructure IPO : હાઇવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈપીઓ

હાઇવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈપી મેઇનબોર્ડ સેગમેન્ટનો છે. 130 કરોડનો આઈપીઓ 5 ઓગસ્ટે ખુલશે અને 7 ઓગસ્ટે બંધ થશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 65 – 70 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 211 શેર છે. શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ શેર લિસ્ટિંગ BSE અને NSE પર 1 ઓગસ્ટે થઇ શકે છે.

Knowledge Realty Trust REIT : નોલેજ રિયલ્ટી ટ્રસ્ટ REIT

નોલેજ રિયલ્ટી ટ્રસ્ટ REIT નો 4800 કરોડ રૂપિયાનો ઇશ્યૂ 5 ઓગસ્ટે ખુલશે અને 7 ઓગસ્ટે થશે. આઈપીઓ માટે શેર દીઠ કિંમત 95 – 100 રૂપિયા અને લોટ સાઇઝ 150 શેર છે. REITનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર 18 ઓગસ્ટે થઇ શકે છે.

JSW Cement IPO : જેએસડબ્લ્યુ સિમેન્ટ આઈપીઓ

જેએસડબ્પ્યુ સિમેન્ટ કંપનીનો આઈપીઓ મેઇનબોર્ડ સેગમેન્ટનો છે. આઈપીઓ સબ્સક્રિપ્શન 7 થી 11 ઓગસ્ટ દરમિયાન કરી શકાશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 14 ઓગસ્ટે બીએસઇ અને એનએસઇ પર થશે. જો કે કંપનીએ હજી સુધી પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝની વિગત જાહેક કરી નથી.

All Time Plastics IPO : ઓલ ટાઇમ પ્લાસ્ટિક્સ આઈપીઓ

ઓલ ટાઇમ પ્લાસ્ટિક્સ કંપનીનો આઈપીઓ 7 ઓગસ્ટ ખુલશે અને 11 ઓગસ્ટે બંધ થશે. હાલ કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ નક્કી કર્યા નથી. શેર એલોટમેન્ટ બાદ 14 ઓગસ્ટે કંપનીનો શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Sawaliya Foods Products IPO : સાવલિયા ફૂડ્સ પ્રોડક્ટ્સ આઈપીઓ

સાવલિયા ફૂડ્સ પ્રોડક્ટ કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 7 થી 11 ઓગસ્ટ દરમિયાન ખુલશે. 34.83 કરોડ રૂપિયાનો આઈપીઓ માટે પ્રાઇસ બે્ડ 114 – 120 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 રૂપિયા છે. કંપનીનું શેર લિસ્ટિંગ 14 ઓગસ્ટે NSE SME પર થઇ શકે છે.

ANB Metal Cast IPO : એએનબી મેટલ કાસ્ટ આઈપીઓ

એએનબી મેટલ કાસ્ટ કંપનીનો આઈપીઓ 8 ઓગસ્ટે ખુલશે અને 12 ઓગસ્ટે બંધ થશે. કંપનીનું શેર લિસ્ટિંગ NSE SME પર 18 ઓગસ્ટે થઇ શકે છે. હાલ આઈપીઓની પ્રાઇસ બેન્ડ અન લોટ સાઇઝ નક્કી થયા નથી.

નવા સપ્તાહે 14 કંપનીના શેર લિસ્ટિંગ થશે

4 ઓગસ્ટ, 2025થી શરૂ થયેલા નવા સપ્તાહમાં શેરબજારમાં નવી 14 કંપનીઓનું શેર લિસ્ટિંગ થશે. જેમા 4 ઓગસ્ટે BSE SME પર ઉમિયા મોબાઇલ અને રેપોનો કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. તો 5 ઓગસ્ટે BSE, NSE પર આદિત્ય ઇન્ફોટેક અને લક્ષ્મી ઈન્ડિયા ફાઈનાન્સના શેર લિસ્ટિંગ કરવાના છે. આ જ તારીખ NSE SME પર કાયટેક્સ ફેબ્રિક્સના શેર પર લિસ્ટિંગ થવાના છે. 6 ઓગસ્ટે NSDLના શેર BSE પર લિસ્ટેડ થવાના છે. ઉપરાંત BSE, NSE પર એમએન્ડબી એન્જિનિયરિંગ અને શ્રી લોટ્સ ડેવલપર્સ કંપનીના શેર લિસ્ટિંગ થવાની અપેક્ષા છે. આ જ તારીખે BSE SME પર ટેકયોન નેટવર્ક્સ, બીડી ઇન્ડસ્ટ્રીઝ અને મેહુલ કલર્સ કંપનીના શેર લિસ્ટિંગ થઇ શકે છે. 7 ઓગસ્ટે રેનોલ પોલીકેમ અને કેસ એન્ડ ડ્રાઇવ માર્કેટિંગ કંપનીના શેર NSE SME પર લિસ્ટેડ થવાના છે. ત્યાર પછી 8 ઓગસ્ટે ફ્લાયએસબીએસ એવિએશનનું શેર લિસ્ટિંગ NSE SME પર થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ