IPO: NSDL અને લક્ષ્મી ઈન્ડિયા ફાઈનાન્સ સહિત 14 આઈપીઓ આ સપ્તાહે ખુલશે, નવા 11 શેર લિસ્ટિંગ થશે

Upcoming IPO News: નવા સપ્તાહે 14 આઈપીઓ ખુલવાના છે, જેમા એનએસડીએલ, લક્ષ્મી ઈન્ડિયા ફાઈનાન્સ સહિત 5 મેઇનબોર્ડ આઈપીઓ સામેલ છે. ઉપરાંત નવી 11 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

Written by Ajay Saroya
July 28, 2025 13:16 IST
IPO: NSDL અને લક્ષ્મી ઈન્ડિયા ફાઈનાન્સ સહિત 14 આઈપીઓ આ સપ્તાહે ખુલશે, નવા 11 શેર લિસ્ટિંગ થશે
આઈપીઓ. (Photo: Freepik)

IPO Open This Week And Share Listing: આઈપીઓ માર્કેટમાં આ અઠવાડિયે જબરદસ્ત હલચલ જોવા મળવાની છે. 28 જુલાઇથી શરૂ થયેલા નવા સપ્તાહમાં 1, 2 કે 3 નહીં કુલ 14 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમાથી 5 મેઈનબોર્ડ આઈપીઓ ઈશ્યુ. તેમા ખાસ કરીને NSDL ના આઈપીઓ માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 5 આઈપીઓ સબ્સક્રિપ્શન કરવાની આ સપ્તાહે છેલ્લી તક મળશે. નવા સપ્તાહમાં સ્ટોક એક્સચેન્જ પર 11 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. અહીં 5 મેઇનબોર્ડ આઈપીઓ વિશે જાણકારી આપી છે.

સોમવાર 28 જુલાઈથી 1 ઓગસ્ટ 2025 વચ્ચે ખુલનારા નવા ઇશ્યૂ અને શેરબજારમાં પ્રવેશવા માટે તૈયાર કંપનીઓ સંબંધિત વિગતો અહીં જુઓ.

NSDL IPO : એનએસડીએલ આઈપીઓ

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) આઈપીઓ માટે રોકાણકારો ભારે ઉત્સાહી છે. એનએસડીએલ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 30 જુલાઈ ખુલશે અને 1 ઓગસ્ટે બંધ થશે.. 4011 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 760 થી 800 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યો છે અને એન્કર ઇન્વેસ્ટમેન્ટ 29 જુલાઈના રોજ કરવામાં આવશે. આ સંપૂર્ણ ઈશ્યુ ફક્ત ઓફર-ફોર-સેલ (OFS) છે, જેમાં 5.01 કરોડ શેર વેચવામાં આવશે.

આ આઈપીઓના લીડ મેનેજર ICICI સિક્યોરિટીઝ છે. હાલ NSDLના શેરમાં લગભગ 147 રૂપિયાનું ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાઇ રહ્યું છે. જે આઈપીઓ ઇશ્યુ પ્રાઇસથી લગભગ 18 ટકા ઉંચું છે.

Laxmi India Finance IPO : લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ આઈપીઓ

લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સનો IPO 29 જુલાઈએ ખુલશે અને 31 જુલાઈએ બંધ થશે. કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ રૂ. 254.26 કરોડ એકત્ર કરવા માંગે છે, જેમાં 165.17 કરોડના નવા શેર ઇશ્યુ કરવામાં આવશે અને 89.09 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (OFS) શામેલ છે.

લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 150 થી 158 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. આ આઈપીઓ માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 18 રૂપિયા આસપાસ બોલાય છે. 1 ઓગસ્ટે શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ આ શેરનું લિસ્ટિંગ 5 ઓગસ્ટે BSE, NSE પર થશે.

Aditya Infotech IPO : આદિત્ય ઇન્ફોટેક આઈપીઓ

આદિત્ય ઇન્ફોટેક આઈપીઓ 29 જુલાઈએ ખુલશે અને 31 જુલાઈએ બંધ થશે. કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ 1,300 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે, જેમાં 500 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ અને 800 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (OFS) શામેલ છે.

આદિત્ય ઇન્ફોટેક આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 640 થી 675 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. ગ્રે માર્કેટમાં આ IPOનું પ્રીમિયમ હાલમાં રૂ. 225 આસપાસ છે, એટલે કે ઇશ્યુ પ્રાઇસથી લગભગ 33.3 ટકા વધુ છે. 1 ઓગસ્ટે શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 5 ઓગસ્ટે BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે.

Sri Lotus Developers IPO : શ્રી લોટસ ડેવલપર્સ આઈપીઓ

શ્રી લોટસ ડેવલપર્સ કંપનીનો 792 કરોડનો આઈપીઓ 30 જુલાઈએ ખુલશે અને 1 ઓગસ્ટે બંધ થશે. આ IPO એક નવો ઇશ્યુ છે, જેમા કંપની 5.28 કરોડ નવા શેર ઇશ્યૂ કરશે. શેરનો પ્રાઇસ બેન્ડ 140 – 150 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 100 શેર છે. આ આઈપીઓનું સંચાલન મોતીલાલ ઓસ્વાલ કરી રહ્યા છે. 4 ઓગસ્ટ શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ BSE અને NSE પર 6 ઓગસ્ટે શેર લિસ્ટિંગ થશે. હાલ આ શેરમાં 34 રૂપિયા ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાય છે, જે ઇશ્યૂ પ્રાઇસના ઉપર બેન્ડ કરતા લગભગ 23 ટકા વધારે છે.

M&B Engineering IPO : એમ એન્ડ બી એન્જિનિયરિંગ આઈપીઓ

એમ એન્ડ બી એન્જિનિયરિંગનો 650 કરોડ રૂપિયાનો આઈપીઓ પણ 30 જુલાઈએ ખુલશે અને 1 ઓગસ્ટે બંધ થશે. આ ઈશ્યુમાં 275 કરોડ રૂપિયાના નવા શેર અને 375 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. તેની પ્રાઇસ બેન્ડ 366 રૂપિયાથી 385 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને તેનું સંભવિત લિસ્ટિંગ 6 ઓગસ્ટે થઈ શકે છે. હાલમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ 40 રૂપિયાની આસપાસ છે, એટલે કે લગભગ 10.4 ટકા નફો મળી શકે છે.

SME IPO : એસએમઇ આઈપીઓ

  • Umiya Mobile IPO : ઉમિયા મોબાઇલ આઈપીઓ ( 28 જુલાઇ થી 30 જુલાઇ)
  • Repono IPO : રિપોનો આઈપીઓ (28 જુલાઇ થી 30 જુલાઇ)
  • Kaytex Fabrics IPO : કાઈટેક્સ ફેબ્રિક્સ આઈપીઓ ( 29 જુલાઇ થી 31 જુલાઇ)
  • Takyon Networks IPO : ટાક્યોન નેટવર્ક્સ આઈપીઓ (30 જુલાઇ થી 1 ઓગસ્ટ)
  • Mehul Colours IPO : મેહુલ કલર્સ આઈપીઓ (30 જુલાઇ થી 1 ઓગસ્ટ)
  • B.D.Industries IPO : બી.ડી. ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ (30 જુલાઇ થી 1 ઓગસ્ટ)
  • Renol Polychem IPO : રેનોલ પોલીકેમ આઈપીઓ (31 જુલાઇ થી 4 ઓગસ્ટ)
  • Cash Ur Drive Marketing IPO : કેશ યુ આર ડ્રાઇવ માર્કેટિંગ આઈપીઓ (31 જુલાઇ થી 4 ઓગસ્ટ)
  • Flysbs Aviation IPO : ફ્લાયસ્બસ એવિએશન આઈપીઓ (1 ઓગસ્ટ થી 5 ઓગસ્ટ)

નવા સપ્તાહે 11 કંપનીના શેર લિસ્ટિંગ થશે

નવા સપ્તાહે 11 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 28 જુલાઇએ NSE SME પર સેવી ઇન્ફ્રા આઈપીઓનું લિસ્ટિંગ થયું છે. આ જ દિવસે BSE SME પર સ્વસ્તિકા કાસ્ટેલનું શેર લિસ્ટિંગ થયું છે. 29 જુલાઇએ BSE SME પર મોનાર્ક સર્વેયરનો શેર લિસ્ટેડ થશે. 30 જુલાઇએ TSC India નો શેર એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાનો છે. તો આ જ તારીખે મેઇનબોર્ડ આઈપીઓ જીએનજી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડીક્યુબે સ્પેસના શેર BSE, NSE પર લિસ્ટિંગ થવાના છે. 31 જુલાઇએ BSE, NSE પર બ્રિગેડ હોટેલ વેન્ચર આઈપીઓનો શેર લિસ્ટિંગ થઇ શકે છે. ત્યાર પછી 1 ઓગસ્ટે BSE, NSE પર શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ અને BSE SME પર પટેલ કેમ સ્પેશિયાલિસ્ટીઝ અને શ્રી રેફ્રિજરેશન તેમજ NSE SME અને સેલોવ્રેપ ઇન્ડસ્ટ્રીઝના શેર લિસ્ટિંગ થવાના છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ