/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/આજનો-ઇતિહાસ-8-જુલાઇ-37.jpg)
IPO return : શેરબજારમાં લિસ્ટેડ થવા કંપનીઓ આઇપીઓ લાવે છે.
IPO market return in 2023 : ભારતીય શેરબજારમાં હાલ બુલરન ચાલુ રહ્યો છે અને સેન્સેક્સ-નિફ્ટી સતત નવી ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. સેકન્ડરી માર્કેટની સાતે પ્રાયમરી માર્કેટમાં રોકાણકારોને એકંદરે સારી કમાણી થઇ છે. વર્ષ 2023ની વાત કરીએ તો IPO માર્કેટે જોરદાર દેખાવ કર્યો છે. તાજેતરના ભૂતકાળમાં કેટલીક કંપનીઓના IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ અને પછી તેમનું ધમાકેદાર લિસ્ટિંગ આ હકીકતના સાબિત આપી રહ્યા છે. ભલે વર્ષ 2023ના શરૂઆતના અમુક મહિના દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં દુષ્કાળ જોવા રહ્યો હોય, પરંતુ હવે મોટી સંખ્યામાં કંપનીઓ આઇપીઓ લઇને આવી રહી છે. ચાલુ વર્ષે મેઈનબોર્ડ પર અત્યાર સુધીમાં કુલ 11 કંપનીઓ લિસ્ટ થઈ છે, જેમાંથી અડધાથી વધુ 6 કંપનીઓએ બ્લોક બસ્ટર રિટર્ન આપ્યું છે. તેમાં રોકાણકારોને 50 ટકા કે તેથી વધુ વળતર મળ્યું છે. જ્યારે 3 કંપનીઓના IPOમાં નેગેટિવ અને બે આઇપીઓએ સારું વળતર મળ્યું છે. વર્ષ 2013માં રોકાણકારોને જંગી રિટર્ન આપનાર 6 બ્લોકબસ્ટર IPO વિશે જાણો
સિયન્ટ DLM (Cyient DLM)
સિયન્ટ ડીએલએમ કંપનીના આઇપીઓમાં રિટર્ન: 89 ટકા
સિયન્ટ ડીએલએમનો આઇપીઓ તેની 265 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસની સામે 421 રૂપિયાના ભાવે શેરબજારમાં લિસ્ટેડ થયો હતો, જેમાં રોકાણકારોને 59 ટકા લિસ્ટિંગ ગેઇન પ્રીમિયમ મળ્યુ હતું. હાલ આ શેરનો ભાવ 510 રૂપિયા છે. એટલે કે લિસ્ટિંગ બાદથી અત્યાર સુધીમાં સિયન્ટ ડીએલએમ કંપનીનો શેર 89 ટકા વધી ગયો છે. આ શેરનો ઓલટાઇમ હાઇ ભા 547 રૂપિયા છે.
આઇડિયાફોર્જ ટેક (ideaForge Tech)
રોકાણકારોને ideaForge Techમાં રિટર્ન: 80%
Ideaforge Techનો IPO લિસ્ટિંગ ગેઇનની દ્રષ્ટિએ વર્ષ 2023નો બેસ્ટ આઇપીઓ રહ્યો છે. શેર દીઠ 672 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે આ કંપનીનો શેર 1296 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો, એટલે કે 93 ટકા ઉછળ્યો હતો. ઉપરાંત આ શેર લિસ્ટિંગના દિવસે જ 100 ટકા વધીને 1344 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. હાલ આ શેરનો ભાવ 1192 રૂપિયા છે, એટલે કે તેણે રોકાણકારોને લગભગ 80 ટકા વળતર આપ્યું છે.
મેનકાઇન્ડ ફાર્મા (Mankind Pharma)
Mankind Pharma IPO રિટર્ન : 68 ટકા
ફાર્મા કંપની મેનકાઇન્ડ ફાર્માના IPOમાં અત્યાર સુધીમાં 68 ટકા વળતર મળ્યું છે. આ કંપનીનો શેર 1424 રૂપિયાના ભાવે શેરબજારમાં લિસ્ટેડ થયો હતો, જે તેની 1080 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસની સામે 32 ટકા ઉંચો ભાવ દર્શાવે છે. હાલ આ શેરનો ભાવ 1844 રૂપિયા છે. તેનો ઓલટાઇમ હાઇ ભાવ 1,900 રૂપિયા છે.
એવલોન ટેક્નોલોજીસ (Avalon Technologies)
Avalon Technologies IPO રિટર્ન: 60%
Avalon Technologiesના IPOમાં અત્યાર સુધીમાં 60 ટકા વળતર મળ્યું છે. તેનો શેર 436 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે 9 ટકાના ડિસ્કાઉન્ટ એટલે કે નીચા ભાવે સાથે 397 રૂપિયાના ભાવે શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. હાલ આ શેરનો ભાવ 657 રૂપિયા છે.
દિવગી ટોર્ક ટ્રાન્સફર (Divgi TorqTransfer)
Divgi TorqTransfer IPO રિટર્ન : 54 ટકા
Divgi TorqTransferનો IPO ઇશ્યૂ પ્રાઇસ 590 રૂપિયાની સામે શેરબજારમાં 3 ટકા ઉંચા ભાવ 605 રૂપિયા પર લિસ્ટ થયો હતો. હાલ તેનો ભાવ 899 રૂપિયા છે. એટલે કે અત્યાર સુધીમાં રોકાણકારોને આ કંપનીના શેરમં 54 ટકા રિટર્ન મળ્યું છે. તેની ઓલટાઇમ હાઇ સપાટી 1001 રૂપિયા છે.
સાહ પોલિમર્સ (Sah Polymers)
Sah Polymers IPO રિટર્ન : 50%
સાહ પોલિમર્સનો IPO તેની ઇશ્યૂ પ્રાઇસ 65 રૂપિયાની સરખામણીમાં 37 ટકા પ્રીમિયમ સાથે 89 રૂપિયાના ભાવે શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. હાલ તેના શેરનો ભાવ 97 રૂપિયા છે. એટલે કે અત્યાર સુધીમાં તેમાં 50 ટકા રિટર્ન મળી ચૂક્યું છે. શેરનો સૌથી ઉંચો ભાવ 102 રૂપિયા છે.
IKIO લાઇટિંગ (IKIO Lighting)
IKIO Lighting IPO રિટર્ન : 45%
IKIO લાઇટિંગના શેરમાં અત્યાર સુધી 45 ટકા રિટર્ન મળ્યુ છે. તેનો શેર 285 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસની સામે સ42 ટકા પ્રીમિયમ સાથે 404 રૂપિયાના ભાવે શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. હાલ તેના શેરનો ભાવ 406 રૂપિયા છે. શેરનો ઓલટાઈમ હાઈ ભાવ 477 રૂપિયા છે.
સેન્કો ગોલ્ડ (Senco Gold)
Senco Gold IPO રિટર્ન : 28 ટકા
સેન્કો ગોલ્ડના IPOએ અત્યાર સુધીમાં રોકાણકારોને 28 ટકા વળતર આપ્યું છે. શેરનું લિસ્ટિંગ 14 જુલાઈના રોજ થયું હતું. આ કંપનીનો શેર 317 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસની સરખામણીએ , તે રૂ. 431 અથવા લગભગ 35 ટકાના વળતર સાથે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયો હતો. હાલ તેના શેરનો ભાવ 400 રૂપિયા છે. તેનો સર્વોચ્ચ ભાવ 444 રૂપિયા છે.
આ પણ વાંચોઃ IPOમાં રોકાણ પહેલા કંપનીની આ 11 બાબતો ચકાસો, ત્યારબાદ પબ્લિક ઇશ્યૂમાં રોકાણ કરવું કે નહીં નક્કી કરો
નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ (Nexus Select Trust)
Nexus Select Trust IPO રિટર્ન : 14 ટકા
નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટના આઈપીઓએ અત્યાર સુધીમાં 14 ટકા વળતર આપ્યું છે. કંપનીનો શેર 100 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે 104 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો. હાલ આ શેરનો ભાવ 114 રૂપિયા છે, જ્યારે તેનો રેકોર્ડ હાઈ પ્રાઇસ 116 રૂપિયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us