IRCTC એકાઉન્ટ કેવી રીતે બનાવવું? આધાર કાર્ડ સાથે લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો

IRCTC New Account Creation: રેલવે વિભાગે આઈઆરસીટીસી એકાઉન્ટ આધાર કાર્ડ સાથે 1 જુલાઇ સુધી લિંક ફરજિયાત બનાવ્યું છે. જો આધાર વેરિફાઇડ નહીં હોય તો ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકાશે નહીં.

Written by Ajay Saroya
June 12, 2025 13:49 IST
IRCTC એકાઉન્ટ કેવી રીતે બનાવવું? આધાર કાર્ડ સાથે લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો
IRCTC New Account Registration : આઈઆરસીટીસી ટ્રેન ટિકિટ ઓનલાઇન બુક કરવાનું પ્લેટફોર્મ છે. (Express Photo)

IRCTC New Account Registration, IRCTC Aadhar Verification Process: આઈઆરસીટીસી ટ્રેન ટિકિટ ઓનલાઇન બુક કરવાની સુવિધા પુરી પાડે છે. મોટાભાગના ટ્રેન મુસાફરો IRCTCની વેબસાઇટ કે મોબાઇલ એપ્લિકેશન પરથી ઓનાલાઇન ટિકિટ બુક કરાવે છે. IRCTC એકાઉન્ટ વગર ટ્રેન ટિકિટ ઓનલાઇન બુક કરી શકાતી નથી. એજન્ટને વધારે પૈસા ચૂકવ્યા વગર ઘરે બેઠાં ટ્રેન ટિકિટ ઓનલાઇન બુક કરવા માટે IRCTC પર તમારું એકાઉન્ટ હોવું જરૂરી છે. અહીં આઈઆરસીટીસી એકાઉન્ટ બનાવવાની રીત આપી છે. ઉપરાંત IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ વેરિફાઇડ કેવી રીતે કરવું તેની સ્ટોપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા પણ જણાવી છે.

તમને જણાવી દઇયે કે, IRCTC નું પુરું નામ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન છે. તે રેલવે વિભાગ હેઠળ સંચાલિત એક કંપની છે. IRCTC શેરબજારમાં લિસ્ટેડ કંપની છે.

How To Create IRCTC Account : આઈઆરસીટીસી એકાઉન્ટ કેવી રીતે બનાવવું?

IRCTC એકાઉન્ટ બનાવવા માટે સૌથી પહેલા કોમ્પ્યુટર કે લેપટોપમાં IRCTC વેબસાઇટ www.irctc.co.in. ઓપન કરો

  • IRCTC વેબસાઇટના હોમ પેજ પર ઉપર જમણી બાજુ લોગીન (Login) પર ક્લિક કરો
  • ત્યાર બાદ રજિસ્ટર (Register) પર ક્લિક કરી રજિસ્ટ્રેશન ફોર્મ ભરો
  • રજિસ્ટ્રેશન ફોર્મમાં તમારું નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ અને ઇમેલ આઈડીની વિગત દાખલ કરો
  • ત્યાર પછી કેપ્ચા કોડ દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો
  • હવે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેલ આઈડી પર આવેલો OTP દાખલ કરો
  • મોબાઇલ નંબર અને ઇમેલ આઈડી વેરિફાઇ કરો
  • IRCTC એકાઉન્ટનો પાસવર્ડ બનાવો, IRCTC એકાઉન્ટ ઓપન કરવા માટે દર વખતે આ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે
  • તમારું IRCTC એકાઉન્ટ બની ગયું છે.

IRCTC એકાઉન્ટમાં લોગિન કરી ટ્રેન ટિકિટ ઓનલાઇન બુક કરો

IRCTC એકાઉન્ટ બન્યા બાદ ટ્રેન ટિકિટ ઓનલાઇન બુકિંગ કરી શકાય છે. આ માટે IRCTC વેબસાઇટ પર તમારો યુઝર આઈડી કે ઇમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો. એજન્ટને વધારે પૈસા આપ્યા વગર તમે ગમે ત્યારે ગમે ત્યાંથી ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ કરી શકશો.

રેલેવે વિભાગ IRCTC દ્વારા ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગમાં ગેરરીતિ રોકવા માટે હવે આધાર વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. 1 જુલાઈ, 2025થી, ટ્રેન મુસાફરોએ IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ પરથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે તેમના આધાર નંબરને તેમની પ્રોફાઇલ સાથે લિંક કરવો જરૂરી રહેશે. આ ઉપરાંત, 15 જુલાઈ, 2025 થી ઓનલાઈન તત્કાલ બુકિંગ સમયે OTP દ્વારા આધાર વેરિફિકેશન ફરજિયાત રહેશે. એટલે કે, આધાર લિંક અને OTP કન્ફર્મેશન વગર હવે ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકાશે નહીં. રેલ્વે મંત્રાલયે તમામ મુસાફરોને IRCTC એકાઉન્ટને શક્ય તેટલી વહેલી તકે આધાર સાથે લિંક કરે અપીલ કરી છે. અહીં IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરવાની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા જણાવી છે.

આ પણ વાંચો | રેવલે વિભાગે ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગના નિયમ બદલ્યા, IRCTC યુઝર્સ જરૂર વાંચે

How To Link IRCTC User ID To Aadhaar Card: IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક કેવી રીતે કરવું?

જો તમે હજુ સુધી તમારા IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કર્યું નથી, તો આ પગલાં અનુસરો:

  • સૌપ્રથમ IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctc.co.in ની મુલાકાત લો.
  • IRCTC Used ID દાખલ કરી લોગિન કરો
  • હવે માય એકાઉન્ટ (My Account) સેક્શનમાં જાઓ
  • લિંક યોર આધાર (Link Your Aadhaar) પર ક્લિક કરો.
  • આધાર નંબર અને નામ દાખલ કરો.
  • તમારા આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલા OTP વડે ચકાસણી કરો અને ‘અપડેટ’ (Update) પર ક્લિક કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ