ફક્ત 6,999 રુપિયામાં લોન્ચ થયો 50MP કેમેરા, 5000mAh બેટરી વાળો સ્માર્ટફોન, શાનદાર છે લૂક

Itel A80 : આઇટેલે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટને હેંગિંગની સમસ્યા વગર 3 વર્ષ સુધી દમદાર પરફોર્મન્સ મળવાનો દાવો કરવામાં આવ્યો છે

Written by Ashish Goyal
January 06, 2025 21:00 IST
ફક્ત 6,999 રુપિયામાં લોન્ચ થયો 50MP કેમેરા, 5000mAh બેટરી વાળો સ્માર્ટફોન, શાનદાર છે લૂક
Itel A80 launched: આઇટેલે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો

Itel A80 launched: આઇટેલે આજે (6 જાન્યુઆરી 2025) ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Itel A80 કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે, જેને 7000 રૂપિયાથી ઓછી કિંમતમાં રજૂ કરવામાં આવ્યો છે. Itel A80 માં 5000mAhની મોટી બેટરી, 50MPનો રિયર કેમેરા અને ડાયનેમિક બાર જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. Itel A80 ના આ નવા હેન્ડસેટને ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ IP54-રેટિંગ મળે છે. નવા Itel A80 સ્માર્ટફોનમાં શું છે ખાસ તે જણાવી રહ્યા છીએ.

આઈટેલ A80 કિંમત

Itel A80 સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 6,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીનો આ લેટેસ્ટ ફોન ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. આ ફોનને ખરીદવા પર કંપની 100 દિવસ માટે ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ ગેરંટી આપી રહી છે. કંપનીએ હજુ સુધી ફોનને ઓનલાઇન ઉપલબ્ધ કરાવવા સાથે જોડાયેલી જાણકારી શેર કરી નથી. Itel A80 સ્માર્ટફોનને ગ્લેશિયર વ્હાઇટ, સેન્ડસ્ટોન બ્લેક અને વેવ બ્લૂ કલરમાં ખરીદી શકાય છે.

આઈટેલ A80 સ્પેસિફિકેશન્સ

Itel A80 સ્માર્ટફોનમાં 6.7 ઇંચની એચડી + આઇપીએસ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીન 500 નીટ્સ પીક બ્રાઇટનેસ લેવલને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર યુનિસોક ટી603 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં 4જીબી રેમ અને 128જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 ગો એડિશન સાથે આવે છે. આ હેન્ડસેટને હેંગિંગની સમસ્યા વગર 3 વર્ષ સુધી દમદાર પરફોર્મન્સ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – પ્રીમિયમ એપલ આઇફોન 16 પ્રો પર 13,000 રૂપિયા બચાવવાની તક, જાણો શું છે ધમાકેદાર ડીલ

Itel A80 સ્માર્ટફોનમાં 50 એમપીનો પ્રાઇમરી રિયર કેમેરો છે જે એચડીઆરને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. પાછળના ભાગમાં રિંગ લાઇટ પણ છે જે નોટિફિકેશન લાઇટ પણ કરે છે. ઇટેલનો નવો બજેટ ફોન 10 ડબ્લ્યુ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh ની વિશાળ બેટરી પેક કરે છે. કંપનીનો દાવો છે કે એક જ ચાર્જમાં બેટરી ત્રણ દિવસ સુધી ચાલશે.

આ સ્માર્ટફોનમાં ડાયનેમિક બાર ફીચર આપવામાં આવ્યું છે, જેના પર યૂઝર્સ બેટરી સ્ટેટસ, ડિસ્પ્લે કોલ અને અન્ય એલર્ટ ચેક કરી શકે છે. હેન્ડસેટમાં અલ્ટ્રા પાવર સેવિંગ મોડ અને સ્માર્ટ લિંક+ ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર Itel A80 સ્માર્ટફોનમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ માટે આઇપી-54 રેટિંગ મળે છે. ડિવાઇસની મોટાઇ 8.54 એમએમ છે. સુરક્ષા માટે હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ