Itel City 100 Price in India: આઈટેલ મોબાઈલ કંપનીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન આઈટેલ સિટી 100 લોન્ચ કર્યો છે. આઈટેલ સિટી 100 કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેમાં 5200mAh મોટી બેટરી, ફિંગરપ્રિન્ટ સેન્સર અને AI ફીચર્સ આવે . 8000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયેલા આ સ્માર્ટફોનમાં IP64 રેટિંગ (ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ બિલ્ડ) મળે છે. લેટેસ્ટ આઈટેલ મોબાઇલમાં 6.75 ઇંચની મોટી સ્ક્રીન અને એઆઈ આસિસ્ટન્ટ જેવા ઘણા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. નવા આઈટેલ સિટી 100ની કિંમત અને ફીચર્સ વિશે વધુ જાણો વિગતે.
Itel City 100 Price in India : ભારતમાં આઈટેલ સિટી 100 કિંમત
આઈટેલ સિટી 100 સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7599 રૂપિયા છે. કંપનીએ આ સ્માર્ટફોનને ફેરી પર્પલ, નેવી બ્લૂ અને પ્યોર ટાઇટેનિયમ કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. હેન્ડસેટ દેશભરમાં ઓફલાઇન રિટેલ સ્ટોર્સ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે.
કંપનીના જણાવ્યા અનુસાર, કંપની આઈટેલ સિટી 100 સ્માર્ટફોન સાથે 2999 રૂપિયાની કિંમતનું ફ્રી મેગ્નેટિક સ્પીકર ઓફર કરી રહી છે. ફોન સાથે 100 દિવસ સુધી ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ ઓફર પણ આપવામાં આવી છે.
Itel City 100 Specifications : આઈટેલ સિટી 100 સ્પેસિફિકેશન્સ
આઈટેલ સિટી 100 સ્માર્ટફોનમાં 6.75 ઇંચની એચડી+ IPS LCD સ્ક્રીન આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. સ્ક્રીન 700 નીટ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ઓક્ટા-કોર Unisoc T7250 ચિપસેટ છે. ફોનમાં 4જીબી રેમ અને 128જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ ફોન એન્ડ્રોઇડ 14 સાથે આવે છે.
આઈટેલ સિટી 100 ડિવાઇસને પાવર આપવા માટે 5200mAhની મોટી બેટરી છે જે 18W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં આઈપી 64 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ સપોર્ટ પણ છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ફેસ અનલોક ફીચર પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં IR બ્લાસ્ટર પણ છે. આ ડિવાઇસની જાડાઈ 7.65mm છે.
આઈટેલ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં સિંગલ બિલ્ટ-ઇન સ્પીકર પણ છે. આ સ્માર્ટફોનમાં એઆઈ આસિસ્ટન્ટ, આઈવાના 3.0 સહિત ઘણા એઆઈ ફીચર્સ આપવામાં આવ્યા છે. આઈટેલ સિટી 100ના એઆઇ ફીચર્સ સાથે યૂઝર્સ ટુ-ફિંગર જેસ્ટર સાથે ઇમેજમાંથી ટેક્સ્ટ કોપી કરી શકે છે.