ફક્ત 1799 રૂપિયામાં લોન્ચ થયો સ્માર્ટફોન જેવા ફિચર્સવાળો મોબાઇલ ફોન, Youtube અને UPI સપોર્ટ

itel Super Guru 4G : આ ફોનમાં 1000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે એક જ ચાર્જમાં બેટરી 6 દિવસ સુધી ચાલશે.આ ફોન ડાર્ક બ્લૂ, ગ્રીન અને બ્લેક કલરમાં આવશે

Written by Ashish Goyal
April 19, 2024 17:54 IST
ફક્ત 1799 રૂપિયામાં લોન્ચ થયો સ્માર્ટફોન જેવા ફિચર્સવાળો મોબાઇલ ફોન, Youtube અને UPI સપોર્ટ
itel Super Guru 4G launched : itel ભારતમાં પોતાનો નવો ફિચર ફોન સુપર ગુરુ 4જી કીપેડ ફોન લોન્ચ કર્યો છે

itel Super Guru 4G launched : itel ભારતમાં પોતાનો નવો ફિચર ફોન સુપર ગુરુ 4જી કીપેડ ફોન લોન્ચ કર્યો છે. આઈટેલ સુપર ગુરુ 4જી કીપેડ ફોન એક ફીચર ફોન છે અને સૌથી ખાસ વાત એ છે કે તેમાં યૂટ્યૂબ પ્લેબેક સપોર્ટ છે. આ ડિવાઇસનો ઉપયોગ જીએસ પે દ્વારા યુપીઆઈ ચુકવણી માટે થઈ શકે છે. આ ઉપરાંત ફોનમાં એનપીસીઆઈના યુપીઆઈ 123 પે સપોર્ટ પણ ઉપલબ્ધ છે. ચાલો તમને જણાવીએ itel સુપર ગુરુ 4જી ફોન વિશે.

itel Super Guru 4G કિંમત

itel સુપર ગુરુ 4જી કીપેડ ફોનને ભારતમાં 1,799 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન એમેઝોન ઇન્ડિયા અને આઇટીએલની ઓફિશિયલ વેબસાઇટ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ફોન ડાર્ક બ્લૂ, ગ્રીન અને બ્લેક કલરમાં આવે છે.

itel Super Guru 4G ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

itel સુપર ગુરુ 4જી એ બડજ કીપેડ ફોન છે. તેમાં સ્માર્ટફોન જેવા કેટલાક એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. itel ના આ ફોનમાં યૂટ્યૂબ પ્લેબૅક સપોર્ટ પણ આપવામાં આવ્યો છે, એટલે કે યૂઝર્સ યૂટ્યૂબ શોર્ટ્સને ફોનમાં સ્ટ્રીમ પણ કરી શકશે. itel સુપર ગુરુ 4જીમાં 1000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે એક જ ચાર્જમાં બેટરી 6 દિવસ સુધી ચાલશે.

આ પણ વાંચો – ભાડા કરાર 11 મહિનાનો જ કેમ બનાવવામાં આવે છે? જાણો આ પાછળનું કારણ

itel ના આ નવા ફીચર ફોનમાં 2 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિવાઇસ સ્ટાન્ડર્ડ કીપેડ સાથે આવે છે. itel સુપર ગુરુ 4જીમાં વીજીએ કેમેરો મળે છે જેનો ઉપયોગ યુપીઆઈ ચુકવણી માટે વેપારી ક્યૂઆર કોડને સ્કેન કરવા માટે થઈ શકે છે. આ સિવાય આ ફોન ટેટ્રિસ, સોકોબાન જેવી બિલ્ટ ઇન ગેમ્સને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ લેટ્સચેટ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

આ ડિવાઇસ 13 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.

itel સુપર ગુરુ 4 જીમાં ડ્યુઅલ 4 જી કનેક્ટિવિટી અને વોલ્ટ સપોર્ટ છે. આ ફોન જિયોના 4જી નેટવર્ક સહિત અન્ય ટેલિકોમ ઓપરેટર્સના નેટવર્કને સપોર્ટ કરે છે. આ ફોનમાં 2જી અને 3જી કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. ફોનમાં એક બ્રાઉઝર પણ છે જેનો ઉપયોગ સર્ફિંગ માટે કરી શકાય છે. આ ડિવાઇસ 13 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ