ITR Filing 2025 : આઈટીઆર ફાઇલ કરવાની ડેડલાઇન ચુકી ગયા તો શું નુકસાન થશે? જાણો આવકવેરા કાયદાના નિયમ

ITR Filing Deadline Penalty : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું ઘણા લોકો અંતિમ તારીખ સુધીમાં પણ ચુકી જાય છે. આવી સ્થિતિમાં કરદાતા આવકવેરા કાયદાના નિયમો હેઠળ વિલંબિત આઈટીઆર ફાઇલ કરી શકે છે. જાણો નિયમ અને શરતો

Written by Ajay Saroya
Updated : September 15, 2025 10:19 IST
ITR Filing 2025 : આઈટીઆર ફાઇલ કરવાની ડેડલાઇન ચુકી ગયા તો શું નુકસાન થશે? જાણો આવકવેરા કાયદાના નિયમ
Income Tax Return Filing : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ (Photo: Freepik)

ITR Filing 2025 Deadline Penalty : ઈન્કમ ટેક્સ રિટર્ન 2025 (ITR Filing 2025) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2025 છે. આ વખતે આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા દાખલ કરવાની છેલ્લા તારીખ 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી, જે સામાન્ય રીતે 31 જુલાઇ હોય છે. ઘણા લોકો કેટલાક કારણોસર અંતિમ તારીખ સુધીમાં આઈટીઆર ફાઇલ કરવાનું ચુંકી જાય છે. આવી સ્થિતિમાં જો ડેડલાઇન બાદ ITR ફાઇલ કરવા પર કેટલો દંડ ચૂકવવો પડશે? ટેક્સ રિફંડ મળશે કે કેમ?

ITR Filing Deadline : આઈટીઆર દાખલ કરવા પર કેટલો દંડ થશે?

જો અંતિમ તારીખ બાદ આવકવેરા દાખલ કરવા પર કરદાતાએ દંડ અને અન્ય ચાર્જ ચૂકવવા પડે છે. વિલંબિત આઈટીઆર દાખલ કરતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખવી જોઇએ.

  • જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે, તો વિલંબિત આઈટીઆર ફાઇલ કરવા પર 5000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.
  • જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધારે છે, તો પણ 5000 રૂપિયાનો દંડ થશે.
  • અંતિમ તારીખ બાદ ITR દાખલ કરવા પર કરદાતા અમુક કિસ્સામાં કર કપાત અને કર રાહત માટે દાવો કરી શકશે નહીં. જેમ કે, કરદાતા સમયસર આઈટી રિટર્ન ફાઇલ કરવા પર સેક્શન 10એ, 10બી, 80-1એ, 80-IB, 80-IC, 80-ID અને 80-IE હેઠળ કર કપાતનો દાવો કરી શકે છે.
  • મોડું આવકવેરા દાખલ કરવા પર કુલ કર જવાબદારી પર માસિક 1 ટકા વ્યાજ ચૂકવવું પડશે, તે સેક્શન 234A હેઠળ લાગુ છે.
  • મોડું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર ટેક્સ રિફંડ મેળવવામાં વિલંબ થઇ શકે છે.
  • બિઝનેસ કે કેપિટલ ગેઇનના નુકસાનને આગામી વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકાશે નહીં.

ITR Filing ડેડલાઇન ચુકી ગયા તો શું કરવું?

કરદાતા 31 ડિસેમ્બર, 2025 પહેલા બિલિટેડ આઈટીઆર ફાઇલ કરી શકે છે. પરંતુ તેની માટે સેક્શન 234F હેઠળ લેટ ફી ચૂકવવી પડશે. બિલેટેડ ITR રિટર્ન પર તમારી ઈન્કમ અને બાકી ટેક્સના આધારે મહત્તમ 5000 રૂપિયાનો દંડ અને વ્યાજ ચૂકવવો પડશે.

જો કરદાતા બિલેટેડ ITR ફાઇલ કરવાની પણ તારીખ ચુકી જાય તો તમે સેક્શન 139(8A) હેઠળ અપડેટેડ રિટર્ન (ITR-U) ફાઇલ કરી શકે છે. જો કે તે કેટલાસ ખાસ સંજોગોમાં જ શક્ય છે, અને તેમા વધારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. આવી સ્થિતિમાં કોઇ પણ ટેક્સ નોટિસથી બચવા માટે કરદાતાએ સમયસર ITR ફાઇલ કરવું જોઇએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ