ITR Due Date Extended: મોટી રાહત! ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ, જાણો ક્યાં સુધી ભરી શકાશે રિટર્ન?

ITR Due Date Extended : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ સોમવારે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ એક દિવસ વધારીને 16 સપ્ટેમ્બર કરી દીધી છે, એટલે કે હવે કરદાતાઓ 16 સપ્ટેમ્બર સુધી તેમના રિટર્ન ફાઇલ કરી શકે છે.

Written by Ankit Patel
Updated : September 16, 2025 08:43 IST
ITR Due Date Extended: મોટી રાહત! ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ, જાણો ક્યાં સુધી ભરી શકાશે રિટર્ન?
ITR Filing 2025 : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. (Photo: Freepik)

ITR Due Date Extended: જે કરદાતાઓ હજુ સુધી તેમના રિટર્ન ફાઇલ કરી શક્યા નથી. તેમના માટે રાહતના સમાચાર છે. તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ સોમવારે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ એક દિવસ વધારીને 16 સપ્ટેમ્બર કરી દીધી છે, એટલે કે હવે કરદાતાઓ 16 સપ્ટેમ્બર સુધી તેમના રિટર્ન ફાઇલ કરી શકે છે. આવી સ્થિતિમાં, તમે ચિંતા કર્યા વિના આજે જ આરામથી તમારું રિટર્ન ફાઇલ કરી શકો છો.

CBDT એ આ નિર્ણય કેમ લીધો?

આ અંગે સત્તાવાર જાહેરાત કરતા CBDT એ કહ્યું કે કરદાતાઓ માટે અંતિમ તારીખ લંબાવવાનો આ નિર્ણય ટેકનિકલ અને અન્ય કારણોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રિટર્ન ફાઇલ કરવા માંગતા કરદાતાઓ હવે 16 સપ્ટેમ્બરની સાંજ સુધી તેમના રિટર્ન સબમિટ કરી શકે છે.

આ રીતે ઝડપથી તમારું રિટર્ન ફાઇલ કરો

  • સૌ પ્રથમ તમે આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જાઓ.
  • PAN નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરો.
  • હવે તમારે યોગ્ય ITR ફોર્મ પસંદ કરવાનું રહેશે.
  • અહીં તમારે ઈ-ફાઈલમાં હાજર ‘ઈન્કમ ટેક્સ રિટર્ન’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • આ પછી, તમારે ઓટો-ફિલ્ડ ફોર્મ 26AS અને AIS ની સમીક્ષા કરવી પડશે.
  • જો અહીં કોઈ માહિતી ખોટી હોય, તો તમારે તેને એડિટ કરવી પડશે.
  • આ પછી, તમારા ફોર્મ 16 ને પણ ક્રોસ વેરિફાઈ કરો અને પછી તેને સબમિટ કરો.
  • હવે આધાર OTP અને નેટ બેંકિંગ દ્વારા તમારા ITR ને વેરિફાઈ કરો.

આ પણ વાંચોઃ- ITR Filing 2025 : આઈટીઆર ફાઇલ કરવાની ડેડલાઇન ચુકી ગયા તો શું નુકસાન થશે? જાણો આવકવેરા કાયદાના નિયમ

આ દસ્તાવેજોની જરૂર પડશે

ITR ફાઇલ કરવા માટે, પગારદાર વ્યક્તિ માટે ફોર્મ 16, ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ માટે ફોર્મ 26AS, બેંક ખાતાની માહિતી, રોકાણનો પુરાવો, વાર્ષિક માહિતી સ્ટેટમેન્ટ વગેરે દસ્તાવેજોની જરૂર પડશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ