જયપ્રકાશ એસોસિએટ્સ બેંકોને કરોડો રૂપિયાની લોન ચૂકવવામાં ડિફોલ્ટ થયું છે. જયપ્રકાશ એસોસિએટ્સે જણાવ્યું કે, કંપની 30 એપ્રિલ, 2023 સુધીમાં વિવિધ બેંકોને 3,946 કરોડ રૂપિયાના બાકી લેણામાં ડિફોલ્ટ થઇ છે. નોંધનિય છે કે, તાજેતરમાં જ નાણાંકીય કટોકટીને કારણે ખાનગી એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટે તમામ ઉડાનો રદ કરી દીધી છે અને હાલ એનસીએલટીમાં નાદારીનો કેસ ચાલી રહ્યો છે.
નાદારી કોર્ટમાં બેંકરપ્સીના કેસનો સામનો કરી રહેલી જયપ્રકાશ એસોસિએટ્સે શેર બજારને કરેલા એક ફાઇલિંગમાં જણાવ્યું કે, ” કંપની પર વ્યાજ સહિત કુલ દેવું 29,277 કરોડ રૂપિયા છે, જે વ્ષ 2037 સુધીમાં ચૂકવવાપાત્ર છે. 30 એપ્રિલ 2023ની સ્થિતિ અનુસાર કંપનીએ માત્ર બાકી 3,956 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, જેની ચૂકવણી ન કરતા તે ડિફોલ્ટ થઇ છે. કંપનીએ જણાવ્યું છે કે, કુલ ઋણમાંથી 18,106 કરોડ રૂપિયાને સૂચિત સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)માં ટ્રાન્સફર કરવામાં આવતા ઋણ બોજ પર વધુ ઘટી જશે, જેના માટે તમામ હિતધારકો દ્વારા યોગ્ય રીતે મંજૂર કરાયેલી અરેન્જમેન્ટ સ્કીમને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ તરફથી મંજૂરી મળવાની બાકી છે.
કંપનીના મતાનુસાર, સંપૂર્ણ લોન કોઈ પણ સંજોગોમાં રિસ્ટ્રક્ચરિંગ હેઠળ છે.
કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “એક જવાબદાર દેવાદાર તરીકે, કંપની દેવું ઘટાડવા માટે નક્કર પગલાંઓ લઈ રહી છે. સિમેન્ટ બિઝનેસના પ્રસ્તાવિત વિનિવેશ પછી અને વિચારણા હેઠળના રિસ્ટ્રક્ચરિંગ બાદ સુધારેલી રિસ્ટ્રક્ચરિંગ સ્કીમના અમલીકરણથી ઋણબોજ લગભગ શૂન્ય થઈ જશે.” જેપી ગ્રૂપે હાલમાં જ તેની બાકીની સિમેન્ટ અસ્કયામતો ડાલમિયા ભારત લિમિટેડને રૂ. 5,666 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં વેચવાની અને દેવું ઘટાડવાની તેની વ્યૂહરચનાના ભાગરૂપે સેક્ટરમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. તેણે 2014 અને 2017 ની વચ્ચે આદિત્ય બિરલાની અલ્ટ્રાટેક સિમેન્ટને વાર્ષિક 20 મિલિયન ટનથી વધુની સિમેન્ટ ક્ષમતાનું વેચાણ કર્યું હતું.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણીને દેવા મુક્ત થવાની ઉતાવળ, અદાણી પોર્ટ્સ-સેઝનું 13 કરોડ ડોલરનું દેવું વહેલું ચૂકવશે
મુંબઈ સ્થિત રિયલ્ટી ફર્મ સુરક્ષા ગ્રૂપને તાજેતરમાં તેની અગાઉની પેટાકંપની જેપી ઈન્ફ્રાટેક લિમિટેડ (JIL) ને હસ્તગત કરવા અને નોઈડામાં લગભગ 20,000 એપાર્ટમેન્ટ્સ પૂર્ણ કરવા માટે NCLT પાસેથી મંજૂરી મળી છે. જો કે, ઘણા પક્ષોએ NCLTના આદેશ સામે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)માં અપીલ કરી છે.
ICICI બેંકે લગભગ પાંચ વર્ષ પહેલા કંપની સામે નાદારીની અરજી દાખલ કરી હતી. SBIએ 15 સપ્ટેમ્બર, 2022ના રોજ કુલ રૂ. 6,893 કરોડના ડિફોલ્ટનો દાવો કરીને જેપી એસોસિએટ્સ વિરુદ્ધ NCLTમાં કેસ દાખલ કર્યો છે.
Disclaimer: આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.