વિશ્વના સૌથી સેવાભાવી દાનવીર વ્યક્તિ: ટાટા ગ્રુપ એમની બહેતરીન પ્રોડક્ટથી તો જાણીતું છે જ પરંતુ બીજી ઘણી બાબતોએ પણ ખાસ છે. જાણીને આનંદ થાય એવી વાત છે કે વિશ્વના સૌથી મોટા દાનવીર એક ભારતીય છે. આ દાનવીર બીજા કોઇ નહીં પરંતુ રતન ટાટાના દાદા જમશેદજી ટાટા છે. જેઓ વિશ્વમાં સૌથી વધુ ચેરિટી કરવા માટે જાણીતા છે.
જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાનવીર
એડલગીવ ફાઉન્ડેશન અને હુરુન રિપોર્ટ 2021 અનુસાર, ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાને છેલ્લી સદીના વિશ્વના સૌથી મોટા પરોપકારી અને દાનવીર તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેઓએ કુલ 8,29,734 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. તમને જણાવી દઈએ કે, જમશેદજીએ વિશ્વના અન્ય મહાન દાનવીરોને પાછળ છોડી દીધા છે. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ આ યાદીમાં બીજા સૌથી મોટા દાનવીર છે.
રતન ટાટા એ આ વારસાને આગળ ધપાવ્યો
જમશેદજી ટાટાએ તેમના દાનમાં આપેલા નાણાંનો મોટો હિસ્સો શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ્યો હતો. તેમણે 1892 માં જ મોટા પાયા પર ચેરિટી શરૂ કરી હતી. જો કે, 1904 માં તેમનું અવસાન થયું અને તેમનો વારસો ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટાએ સારી રીતે સંભાળ્યો અને રતન ટાટા પણ જમશેદ જી જેવા સૌથી મોટા સેવાભાવી તરીકે ઓળખાયા.
હુરુન રિપોર્ટના અધ્યક્ષ અને મુખ્ય સંશોધક રુપર્ટ હૂગેવર્ફે જણાવ્યું હતું કે, ફોર્ડ ફાઉન્ડેશન જેવી ઘણી ચેરિટેબલ સંસ્થાઓ પ્રથમને બદલે બીજી પેઢીથી શરૂ થઈ હતી.
વિશ્વના ટોચના 50 દાનવીરમાં અઝીમ પ્રેમજી નું સ્થાન
વિશ્વના ટોચના 50 પરોપકારી દાનવીરોની વાત કરીએ તો, માત્ર ભારતીય અઝીમ પ્રેમજી જ તેમાં સ્થાન મેળવી શક્યા હતા. વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીએ 22 અબજ ડોલરનું દાન કર્યું હતું.
આ પણ વાંચો – પેપર લીક વિરોધી બિલ : કરોડોનો કાળો કારોબાર, મોદી સરકાર કેમ કડક થઈ? જાણો આ કાયદાની સંપૂર્ણ વિગતો
ગુજરાતમાં પારસી પરિવારમાં જન્મેલા, જમશેદજી ટાટાએ જ્યારે વ્યવસાય શરૂ કર્યો ત્યારે આર્થિક સંઘર્ષોને નકારી કાઢ્યા અને પારિવારિક પરંપરાઓને પાછળ છોડી દીધી.
જમશેદજી ટાટાના લગ્ન હીરાબાઈ ડાબુ સાથે થયા હતા. તેમને બે પુત્રો દોરાબજી ટાટા અને રતનજી ટાટા હતા. રતનજી ટાટાએ ટાટા ગ્રુપના ચેરિટી કાર્યનો વારસો આગળ ધપાવ્યો.





