Janmashtami Bank Holiday 2024: કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવાય છે. 2024માં કૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ ના રોજ ઉજવાઇ રહી છે. ભારતમાં વિવિધ ધર્મના તહેવારો ઉજવાય છે. આ તહેવારો પર શાળા – કોલેજ, બેંક અને સરકારી ઓફિસમાં રહે છે. તેમા જન્માષ્ટમી પણ બહુ મોટો તહેવાર છે, આથી 26 ઓગસ્ટ પર ઘણા શહેરોમાં બેંક બંધ રહેશે તો અમુક શહેરમાં ચાલુ રહેશે. અહીં 26 ઓગસ્ટ પર ક્યાં શહેરમાં બેંક ચાલુ છે કે બંધ તેની યાદી રજૂ આપવામાં આવી છે.
જન્માષ્ટમી 2024 : બેંક બંધ છે કે ચાલુ?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંક રજાની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી અનુસાર તમે સરળતાથી જાણી શકો છો કે ક્યા તહેવાર પર ક્યા શહેરમાં બેંક ચાલુ છે કે બંધ. આરબીઆઈ બેંક હોલિડે કેલેન્ડર અનુસાર જન્માષ્ટમી 2024 પર દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં બેંક બંધ રહેશે.
જન્માષ્ટમી 2024 : આ રાજ્યોમાં બેંક બંધ રહેશે
- ઉત્તરપ્રદેશ
- ગુજરાત
- ઓડિશા
- તમિલનાડુ
- ચંડીગઢ
- ઉત્તરાખંડ
- સિક્કિમ
- આંધ્રપ્રદેશ
- તેલંગાણા
- રાજસ્થાન
- જમ્મુ
- બંગાળ
- બિહાર
- છત્તીસગઢ
- ઝારખંડ
- મેઘાલય
- હિમાચલ પ્રદેશ
- શ્રીનગર
જન્માષ્ટમી 2024 : આ રાજ્યોમાં બેંક ચાલુ રહેશે
- ત્રિપુરા
- મિઝોરમ
- મહારાષ્ટ્ર
- કર્ણાટક
- અસમ
- મણિપુર
- અરુણાચલ પ્રદેશ
- કેરળ
- નાગાલેન્ડ
- નવી દિલ્હી
- ગોવા
આ પણ વાંચો | યુપીઆઈ યુઝર્સ સાવધાન, નહીંત્તર બેંક ખાતું ખાલી થઇ જશે, જાણો UPI ઓટોપે સ્કેમથી કેવી રીતે બચવું
ડિજિટલ બેંક સર્વિસ અને ઓનલાઇન પેમેન્ટ ચાલુ રહેશે
આરબીઆઇના નિયમ મુજબ પ્રત્યેક મહિનાના બીજા અને ચોથા શનિવાર, બધા રવિવાર અને તહેવારો પર બેંક બંધ રહેશે. જો કે ટેકનોલોજીના જમાનામાં તમે ઘરે બેઠા બેંક કામકાજ સરળતાથી પતાવી શકો છો. તમે ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઇન બેન્કિંગ, ડિજિટલ પેમેન્ટ સર્વિસ, વોટ્સએપ બેન્કિંગ, એસએમએસ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ નાણાકીય અને બિન ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન સર્વિસ ચાલુ રહે છે.





