Janmashtami Holiday | જન્માષ્ટમી રજા : શું શેર માર્કેટ ખુલ્લું રહેશે કે બંધ, ચેક કરી લો રજા લિસ્ટ

janmashtami share market : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શેરબજાર ખુલ્લા રહેશે. BSEની હોલિડે લિસ્ટ 2024 મુજબ હવે શેરબજારમાં 2જી ઓક્ટોબરે રજા છે. આ દિવસે ગાંધી જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે.

Written by Kiran Mehta
August 23, 2024 13:30 IST
Janmashtami Holiday | જન્માષ્ટમી રજા : શું શેર માર્કેટ ખુલ્લું રહેશે કે બંધ, ચેક કરી લો રજા લિસ્ટ
જન્માષ્ટમી શેર માર્કેટ

Janmashtami Holiday | જન્માષ્ટમી રજા : જન્માષ્ટમી નો તહેવાર દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. આ દિવસે દેશના અનેક રાજ્યોમાં સ્કૂલો, કોલેજો, બેન્કોમાં પણ રજા જાહેર કરવામાં આવે છે, તો શું તમને ખબર છે કે, શેર માર્કેટમાં જન્માષ્ટમીના દિવસે ટ્રેડિંગ થશે કે રજા રહેશે.

તમને જણાવી દઈએ કે, આગામી અઠવાડીયું એટલે કે, 26 ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે શરૂ થઈ રહ્યું છે. સોમવાર 26 ઓગસ્ટના રોજ આવતા આ તહેવારના દિવસે શાળા, કોલેજો, સરકારી ઓફિસો બંધ રહેશે, કેટલાક શહેરો, રાજ્યોમાં બેંકોમાં પણ રજા રહેશે, પરંતુ શેર માર્કેટ ખુલ્લુ રહેશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર શેરબજાર ખુલ્લું રહેશે

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શેરબજાર ખુલ્લા રહેશે. BSEની હોલિડે લિસ્ટ 2024 મુજબ હવે શેરબજારમાં 2જી ઓક્ટોબરે રજા છે. આ દિવસે ગાંધી જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે.

આગામી આ તારીખોમાં શેર બજાર બંધ રહેશે

જો આપણે શેર બજારમાં રજાઓના આગામી લીસ્ટની વાત કરીએ તો, 2 ઓક્ટોબર – ગાંધી જયંતિએ રજા રહેશે, તો 1 નવેમ્બર – દિવાળીએ પણ રજા રહેશે, આ સિવાય 15 નવેમ્બર – ગુરુ નાનક જયંતિએ અને ડિસેમ્બર 25 – ક્રિસમસ ની શેર માર્કેટમાં રજા જાહેર કરવામાં આવેલી છે, એટલે કે જન્માષ્ટમીએ શેર માર્કેટ ઓપન રહેશે અને ટ્રેડિંગ પણ થશે.

બેન્કોમાં ક્યારે રજા રહેશે

જો બેન્કની રજાઓના લીસ્ટની વાત કરીએ તો, RBI બેંક હોલિડેઝ 2024 ની યાદી તપાસવી પડશે, આ યાદી અનુસાર જન્માષ્ટમીએ દેશની મોટાભાગની બેંકો બંધ રહેશે. તેના એક દિવસ પહેલા એટલે કે રવિવારે પણ સાપ્તાહિક રજાના કારણે બેંકો બંધ રહેશે, પરંતુ શનિવારે બેંકો ખુલ્લી રહેશે. કારણ કે, આવનાર શનિવાર મહિનાનો પાંચમો શનિવાર છે. બેંકો માત્ર બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, જન્માષ્ટમીના અવસર પર અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરમાં, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોકમાં સોમવારે 26 ઓગસ્ટે બેંકો બંધ રહેશે. તો હૈદરાબાદ, જયપુર, જમ્મુ અને કાનપુરમાં પણ આ દિવસે બેંકોમાં રજા છે. કોલકાતા, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં 26 ઓગસ્ટે બેંકોમાં કોઈ કામકાજ નહીં થાય.

સપ્ટેમ્બરમાં બેંક રજાઓનું લીસ્ટ

સપ્ટેમ્બરમાં, વિવિધ રાજ્યો અને સ્થાનિક તહેવારોમાં ગેઝેટેડ રજાઓના કારણે બેંકો બંધ રહેશે. શ્રીમંત શંકરદેવની પુણ્યતિથિ નિમિત્તે 4 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે. તો, 7 સપ્ટેમ્બરના રોજ, ગણેશ ચતુર્થી/સંવત્સરી (ચતુર્થી પક્ષ)/વારસિદ્ધિ વિનાયક વ્રત/વિનાયક ચતુર્થી નિમિત્તે મોટાભાગના સ્થળોએ બેંક રજા છે. 14મી સપ્ટેમ્બરે કર્મ પૂજા/પ્રથમ ઓણમ અને 16મીએ મિલાદ-ઉન-નબી અથવા ઈદ-એ-મિલાદ (પ્રોફેટ મોહમ્મદનો જન્મદિવસ) (બારા વફાત) પર પણ બેંકો ખુલશે નહીં. 17મીએ ઈન્દ્રજાત્રા/ઈદ-એ-મિલાદ (મિલાદ-ઉન-નબી)ના દિવસે પણ કેટલીક જગ્યાએ બેંકો બંધ રહેશે. 18, 20, 21 અને 23 તારીખે અલગ-અલગ જગ્યાએ બેંકો બંધ રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ