દેશમાં પ્રીપેડ રિચાર્જ પ્લાનની વાત આવે ત્યારે મન્થલી રિચાર્જ પ્લાન (Monthly Recharge Plan) ખુબજ પોપ્યુલર છે, આ સિવાય આ રિચાર્જ પ્લાન વેલ્યુ ફોર મની પણ છે. Airtel, Jio, Vi અને BSNL ની પાસે આવા રિચાર્જ પ્લાન આવે છે જે હાઈ સ્પીડ ઈન્ટરનેટ, અનલિમિટેડ કોલિંગ અને SMS જેવી સુવિધાઓ મળે છે. જો તમે 300 રૂપિયાથી ઓછામાં દર મહિને રિચાર્જ કરાવો છો તો બજારમાં ઍરટેલ, જિયો, વોડાફોન આઈડિયા અને બીએસએનલ ના ઘણા પ્લાન મળી જાય છે જે 28 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાનમાં 4G ડેટા, અનલિમિટેડ કોલ જેવી સુવિધાઓ મળે છે.
299 રૂપિયાનો Airtel Monthly Plan
જો તમે ઍરેટલ પ્રીપેડ નંબરને 299 રૂપિયાનું રિચાર્જ કરવો છો તો 1.5 GB 4G ડેટા રોજ મળશે.આ પ્લેનમાં અનલિમિટેડ લોકલ એસટીડી અને વોઇસ કોલ ફ્રી મળે છે. એટલે કે દેશભરમાં ગ્રાહક કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ કરી શકે છે. આ સિવાય આ પ્લેનમાં 100 એસએમએસ પણ રોજ ફ્રી મળે છે.
299 રૂપિયાનું Jio Monthly Plan
જિયોના 299 રૂપિયા વાળા મન્થલી રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ પ્લેનમાં 2 જીબી 4G ડેટા મળે છે. જીઓના આ રિચાર્જ પ્લાનમાં દેશભરમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ રોજ ઑફર કરાય છે.
આ પણ વાંચો: Message yourself : વૉટ્સ એપ યુઝર્સ હવે કરી શકશે પોતાની સાથે વાતો, નવા ફિચરનો આ રીતે કરો યુઝ
આ સિવાય જીઓટીવી, જીઓ સીનેમા, જીઓસીક્યોરીટી અને જીઓ ક્લાઉડનું પણ ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
299 રૂપિયાનું Vi Monthly Plan
Vi ની પાસે પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે 299 રૂપિયા વાળા મન્થલી પ્લાન ઉપલબ્ધ છે. આ પ્લનામાં મળતા બધા ફાયદા ઍરટેલના પ્લાનના છે. આ રિચાર્જ પ્લાનમાં 1.5GB 4G ડેટા આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ અને STD કૉલ્સ મળે છે. એટલે કે, ગ્રાહકો સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત લોકલ, એસટીડી અને રોમિંગ કોલ કરી શકે છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: 599 રૂપિયામાં Reliance Jio આપી રહ્યું છે 100GB ડેટા સાથે નેટફ્લિક્સ અને એમઝોન પ્રાઈમ ફ્રી
269 રૂપિયામાંનો BSNL Monthly Plan
જો તમે 300 રૂપિયાથી ઓછામાં સૌથી વધારે વેલ્યુ ફોર મની રિચાર્જ પ્લાન ઈચ્છો છો તો તમે BSNL ના 269 રૂપિયાનું રિચાર્જ પસંદ કરી શકો છો. BSNLનું આ રિચાર્જ પ્લાન જીઓ, ઍરટેલ અને Vi ના 299 રૂપિયાના પ્લાનથી વધારે સારો છે.
BSNL ગ્રાહક 269 રૂપિયા વાળા પ્લાનને રિચાર્જ કરવાથી અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળે છે. આ પ્રીપેડ પેકમાં 2 જીબી હાઈ- સ્પીડ 4G/3G ડેટા મળે છે. ત્યાં ગ્રાહક 80Kbps ની સ્પીડથી અનલિમીટેડ ડેટા ઉપયોગ કરી શકાય છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસ હોય છે. ગ્રાહકોને આ પ્લાનમાં 100 એસએમએસ પ્રતિદિન મળે છે. આ પ્રીપેડ પેકમાં EROS Now Entertainment service સબસ્ક્રિપ્શન પણ મળે છે.