Kent Kuhl fans launched: ઉભા થયા વિના કે કોઇ રિમોટ સ્વીચ દબાવ્યા વિના જ માત્ર તમારા કહેવાથી ઘરના ઉપકરણોને કંટ્રોલ કરી શકાય તો કેવી મજા પડી જાય. વોટર પ્યુરિફાયર RO બનાવતી કેન્ટ કંપનીએ આ દિશામાં એક પગલું ભર્યું છે. જે ગ્રાહકોને વધુ સુવિધા આપી શકે છે. કેન્ટ કંપનીએ તાજેતરમાં એક એવો ફેન લોન્ચ કર્યો છે જે તમારા અવાજથી કંટ્રોલ કરી શકાશે. તો આવો જાણીએ કે કેન્ટ વોઇસ કંટ્રોલ્ડ ફેનની ખાસિયત શું છે?
લોકપ્રિય RO પ્યુરિફાયર બ્રાન્ડ કેન્ટે દેશમાં નવી સ્ટાઇલિશ ફેન બ્રાન્ડ લોન્ચ કરી છે. કેન્ટ આરઓ સિસ્ટમ્સ લિમિટેડ દાવો કરે છે કે નવા BLDC સીલિંગ ફેન્સની સૌથી મહત્વની ખાસિયત તેની પાવર સેવિંગ ફેસિલિટી છે. કંપની દ્વારા કુહલ બ્રાન્ડિંગ સાથે નવા સીલિંગ ફેન્સ લોન્ચ કરવામાં આવ્યા છે.
લોન્ચ દરમિયાન, કંપનીએ માહિતી આપી હતી કે દેશભરના 120 કરોડ ઘરોમાં સામાન્ય પંખાની જગ્યાએ BLDC ટેક્નોલોજીવાળા આ પંખાનો ઉપયોગ કરવામાં આવે તો ઓછામાં ઓછી 65 ટકા વીજળી (લગભગ રૂ. 2 લાખ કરોડની વીજળીની બચત) બચાવી શકાય છે. જો કિંમતની વાત કરીએ તો નવા કેન્ટ ફૂલ સ્ટાઈલિશ ફેનની કિંમત દેશ્માં 3000 રૂપિયાથી શરૂ થાય છે અને 8 બ્લેડની સાથે તેની કિંમત 16,000 રૂપિયા સુધી થઇ જાય છે.
આ પણ વાંચો: Budget 2023 : નોકરીયાત વર્ગની બજેટમાં ઓછો ટેક્સ અને કર કપાત વધારવાની માંગણી
BLDC Kuhl Fan ના ફીચર્સ
‘કુલ’ BLDC પંખા મોર્ડન ફીચર્સની સાથે લોન્ચ થયો છે, આ પાંખમાં વાઇફાઇ અને IoT સપોર્ટ અપાયો છે.
ખાસ વાતએ છે કે કેન્ટના આ નવા પંખા એલેક્સા કે કોઈ બીજા વોઇસ કંટ્રોલ ફીચર દ્વારા કંટ્રોલ કરી શકાય છે. એટલે કે આ પંખાને ઓન કે ઑફ કરી શકાય છે.
‘કુલ’ BLDC પંખા મોર્ડન ફીચર્સની સાથે લોન્ચ કર્યો હતો. આ પંખામાં વાઇ ફાઈ અને IoT સપોર્ટ અપાયો છે.
આ સિવાય કે નેટ કન્ટેટ ફેન સીઘી અને ઉલ્ટી દિશામાં ચાલી શકે છે જેના લીધે તેમણે શિયાળામાં અને ઉનાળામાં બંનેવ ઋતુમાં તેઓ ઉપયોગ કરી શકાય છે. નવા રિવર્સ ફન્ક્શનની સાથે રૂમમાં ચારેય તરફ ગરમ હવા યોગ્ય રીતે મળે છે.
કંપનીએ દાવો કર્યો છે કે આ નવી પાંખોને એ રીતે ડિઝાઇન કરાયો છે કે ફેન ચાલતા અવાજ થતો નથી, તેની સાથે એયરફ્લો વધારે મળે છે. કેન્ટનું કહેવું છે કે, નવા BLDC Kuhl ફેનની સાથે વીજળીની મોટા પ્રમાણમાં બચત થઇ શકે છે.
આ પણ વાંચો: Budget 2023, બજેટ 2023: બજેટ બનાવવા પહેલા સરકારે આટલી ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
કુલ સ્ટાઈલિશ ફેન્સને લોન્ચ પર રિસ્પોન્સ આપતા, ડો. મહેશ ગુપ્તા, સીએમડી, કેન્ટ આરઓ સિસ્ટમ લિમિટેડએ કહ્યું હતું કે બધા પંખાને BEE દ્વારા 5 સ્ટાર રેટિંગ મળી છે અને આ BIS સર્ટિફાઈડ છે અને સરકાર દ્વારા સ્થાપિત બધાજ માપદંડોને પુરા કરે છે. ડો ગુપ્તાએ બીજું કહ્યું હતું કે, ” ભારતને આત્મનિર્ભર બનાવવાની દીશામાં એક મહત્વપૂર્ણ સ્ટેપ તરીકે, આ બધા પંખા કેન્ટની R&D ટિમ દ્વારા ડિઝાઇન કરાયા છે અને 100% મેડ ઈન ઇન્ડિયા છે.”