Kia Motors એ વર્ષના પહેલા મહિનામાં જ પોતાની કારની કિંમતમાં વધારો કર્યો છે. ત્યારબાદ કંપનીની કારને ખરીદવા માટે ગ્રાહકોને 1 લાખ રૂપિયા સુધી વધારે આપવા પડશે. જો તમે પણ કિયા મોટર્સની કોઈ કારને ખરીદવા માટે પ્લાન કરી રહ્યા છે તો એ જાણો કિયા કંપનીએ કઈ કારની કિંમતમાં વધારો કર્યો છે,
KIA EV 6 Price Hike
કિયા મોટર્સએ જે મોડલની કિંમતમાં વધારો કર્યો છે એ છે કિયા ઈવી 6 (Kia EV6) જેનું GT Line અને GT Line AWD ટોપ મોડેલને ખરીદવા 1 લાખ રૂપિયા સુધી મોંઘી થઇ ગઈ છે. કિયા ઈવી6 ની શરૂઆતની કિંમત 60. 95 લાખ રૂપિયા (એક્સ શો રૂમ, દિલ્લી) છે જે ટોપ મોડેલમાં થવા પર 65. 95 લાખ રૂપિયા થઇ જાય છે.
KIA Seltos Price Hike
કિયા મોટર્સ એસયુવીએ પોતાના સેગમેન્ટની પોપ્યુલર એસયુવીમાં ગણાય છે.જેની કિંમતમાં કંપનીએ 50 હજાર સુધીનો વધારો કર્યો છે. આ 50 હજારનો વધારો આ કાર કે ડીઝલ એન્જીન વેરિએન્ટ પર લાગુ થશે. કિયા સેલ્ટોસના પેટ્રોલ એન્જીન વેરિએન્ટ પર કંપનીએ 20 હજાર રૂપિયા વધારો કર્યો છે. તો તેના ટર્બો એન્જીન વેરિએન્ટની કિંમતમાં 40 હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે. કિયા સેલ્ટોસની કિંમત 10. 69 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જે ટોપ મોડલમાં જવાથી 19. 15 લાખ રૂપિયા થઇ જાય છે. આ કિંમત ( એક્સ શો રૂમ, દિલ્લી) છે.
KIA Sonet Price Hike
કિયા મોટર્સ એસયુવીને ખરીદવા માટે ગ્રાહકને 20થી લઈને 40 હજાર રૂપિયા વધારે ખર્ચ કરવા પડશે. કંપનીએ કિયાના 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ વેરિએન્ટ પર 20 હજાર રૂપિયાનો વધારો કર્યો છે. તેના 1.0 લીટર ટર્બો પેટ્રોલ વેરિએન્ટ પર 25 હજાર રૂપિયા વધાર્યા છે. જો કિયા સોનેટ ડીઝલ વેરિએન્ટની વાત કરીએ તો તેની કિંમતમાં કંપનીએ 40 હજાર રૂપિયા વધાર્યા છે.
કિયા સોનેટની કિંમત વધતા તેની કિંમત 7.69 લાખ રૂપિયાથી લઈને 14.39 લાખ રૂપિયા થઇ ગઈ છે. આ કિંમત (એક્સ શોરૂમ, દિલ્લી) ની છે.
આ પણ વાંચો: 240W અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ધરાવતો મોબાઈલ Realme GT Neo -5 ફેબ્રુઆરીમાં થશે લોન્ચ થશે
Kia Carens Price hike
કિયા મોટર્સએ પોતાની એક માત્ર એમપીવી કિયા કેરેન્સની કિંમતમાં 20 થી લઈને 45 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે. કિયા મોટર્સ કેરેન્સના 3 એન્જીન વેરિએન્ટ ઉપલબ્ધ છે જેમાં તેના 1.5 લીટર પેટ્રોલ એન્જીન વેરિએન્ટ પર 20 હજાર રૂપિયા, 1.4 લીટર ટર્બો પેટ્રોલ પર 25 હજાર રૂપિયા અને ડીઝલ એન્જીન વેરિએન્ટ પર 45 હજાર રૂપિયાનો વધારો થયો છે.
કિંમત વધતા કિયા મોટર્સની નવી શરૂઆતની કિંમત 10.20 લાખ રૂપિયાથી શરૂ થઇને 18.45 લાખ રૂપિયા થઇ ગઈ છે. આ કિંમત ( એક્સ શો રૂમ, દિલ્લી) ની છે.