Lava Agni 4 Price in India : લાવા કંપનીએ ભારતમાં તેના સસ્તા મોબાઇલ લાવા અગ્નિ 4 લોન્ચ કર્યા છે. લાવાના આ હેન્ડસેટમાં 6.67 ઇંચની 120 હર્ટ્ઝ ફ્લેટ એમોલેડ ડિસ્પ્લે છે. ડિવાઇસમાં એલ્યુમિનિયમ એલોય મેટલ ફ્રેમ છે. લાવા અગ્નિ 4 મીડિયાટેક ડાયમેન્સિટી 8350 ચિપસેટ દ્વારા સંચાલિત છે. નવી લાવા અગ્નિ 4 માં મોટી 5000mAh બેટરી આવે છે. જાણો લેટેસ્ટ લાવા અગ્નિ 4 સ્માર્ટફોનની કિંમત અને તમામ ફીચર્સ.
Lava Agni 4 Price in India : ભારતમાં લાવા અગ્નિ 4 કિંમત
લાવા અગ્નિ 4 મોબાઇલના 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે આ કિંમત ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ઓફર સાથે છે.
નવો લાવા અગ્નિ સ્માર્ટફોન હેન્ડસેટ ફેન્ટમ બ્લેક અને લ્યુનર મિસ્ટ કલરમાં ઉપલબ્ધ છે. આ ડિવાઇસને 25 નવેમ્બર, બપોરે 12 વાગ્યાથી એમેઝોન ઇન્ડિયા પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
Lava Agni 4 Features : લાવા અગ્નિ 4 ફીચર્સ
લાવા અગ્નિ 4 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 પર ચાલે છે. હેન્ડસેટ ત્રણ એન્ડ્રોઇડ અપગ્રેડ અને 4 વર્ષના સિક્યુરિટી અપગ્રેડ મેળવવાનો દાવો કરે છે. લાવાના આ ફોનમાં 6.67 ઇંચની ફ્લેટ એમોલેડ સ્ક્રીન છે જે 120Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન 2400 નિટ્સ લોકલ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. સ્ક્રીન 446ppi ડેન્સિટી આપે છે.
લાવાના આ ફોનને બનાવવા માટે એલ્યુમિનિયમ એલોય મેટલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિવાઇસમાં પાછળના ભાગમાં મેટ AG ગ્લાસ આવે છે. લાવા અગ્નિ 4 મોબાઇલમાં સુપર એન્ટી-ડ્રોપ ડાયમંડ ફ્રેમ છે. આ ફોનમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં IP64 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ રેટિંગ છે. લાવાનો દાવો છે કે સ્માર્ટફોનમાં વેટ ટચ કંટ્રોલ ફીચર છે, જે ભીના હાથથી સ્ક્રીનને સ્પર્શ કરતી વખતે પણ ટચ વર્ક કરે છે.
લાવા અગ્નિ 4માં મીડિયાટેક ડાયમેન્સિટી 8350 ચિપસેટ છે. આ ડિવાઇસમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. ડિવાઇસમાં VC Liquid Cooling છે જે હેન્ડસેટને ઓછું ગરમ કરે છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે, એક મોટી 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 66W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફોન 19 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.
ફોટોગ્રાફી માટે લાવા અગ્નિ 4 સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં એપરચર એફ / 1.88 સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી રીઅર સેન્સર છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે આવે છે. ફોનમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ પણ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઈઝેશન (ઇઆઇએસ) સાથે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે. ફ્રન્ટ અને રિયર કેમેરા 4K 60fps પર વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. લાવા અગ્નિ 4 સ્માર્ટફોન કસ્ટમાઇઝ કરી શકાય તેવી એક્શન કી સાથે આવે છે. આ બટનનો ઉપયોગ કેમેરા, ફ્લેશલાઇટ, વાઇબ્રેશન મોડ, એપ્લિકેશન્સ વગેરે માટે થઈ શકે છે.
લાવા અગ્નિ 4 સ્માર્ટફોનમાં કંપનીએ તેના Vayu A આસિસ્ટન્ટ આપ્યું છે. તે વોઇસ કમાન્ડ્સ દ્વારા સિસ્ટમ લેવલ ફંક્શન્સ પર નિયંત્રણ આપે છે. આ હેન્ડસેટમાં AI Math Teacher, AI English Teacher, AI Male and Female Companions, AI Horoscope, AI Text Assistant, AI Call Summary, AI Photo Editor, AI Image Generator વગેરે એઆઈ એજન્ટો પણ છે. આ ઉપરાંત આ ફોનમાં ગૂગલનું સર્કલ ટુ સર્ચ ફીચર પણ છે.
આ પણ વાંચો | સ્માર્ટફોનની એક્સપાયરી ડેટ હોય છે? ખરીદતા પહેલા મોબાઇલ બોક્સ પર આ માહિતી જરૂર ચેક કરો
આ હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ એનોક, એપ લોક જેવા પ્રાઇવસી અને સિક્યોરિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. Lava Agni 4 સ્માર્ટફોનમાં 5G, 4G LTE, વાઇ ફાઇ 6 ઇ, બ્લૂટૂથ 5.4, યુએસબી 3.2 ટાઇપ-સી અને આઇઆર બ્લાસ્ટર છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર અને માઇક્રોફોન પણ આવે છે.





