Lava Bold 5G launched: લાવાએ આજે (2 એપ્રિલ 2025) પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લાવા બોલ્ડ 5જી ભારતમાં લોન્ચ કર્યો હતો. નવો લાવા બોલ્ડ 5જી સ્માર્ટફોન 64MP પ્રાઇમરી રિયર કેમેરા, ડાઇમેંસિટી 6300 ચિપસેટ અને IP-64 રેટિંગ જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. નવા લાવા બોલ્ડ 5જી હેન્ડસેટમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સથી સંબંધિત દરેક વિગતો.
લાવા બોલ્ડ 5G કિંમત
લાવા બોલ્ડ 5જી સ્માર્ટફોનને ભારતમાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનની કિંમત 10,499 રૂપિયાથી શરૂ થાય છે. હેન્ડસેટનું વેચાણ 8 એપ્રિલ, બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.
લાવા બોલ્ડ 5G સ્પેસિફિકેશન્સ
લાવા બોલ્ડ 5જી સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 14 આપવામાં આવ્યું છે. કંપનીએ હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 15 અપગ્રેડની પુષ્ટિ કરી છે. ફોનમાં બે વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ મળશે. ફોનમાં 6.67 ઇંચની 3ડી કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. લાવાનો આ ફોન મીડિયાટેક ડાઇમેંસિટી 6300 ચિપસેટ સાથે આવે છે.
ડિવાઇસમાં 6 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. વર્ચ્યુઅલ રેમ ફીચરથી યૂઝર્સ 8જીબી સુધી સ્ટોરેજ વધારી શકે છે.
આ પણ વાંચો – Vivo Y300T સ્માર્ટફોન લોન્ચ, વારંવાર ચાર્જિંગનું ટેન્શન નહીં, જાણો કિંમત અને ફિચર્સ
કેમેરાની વાત કરીએ તો લાવા બોલ્ડ 5જી સ્માર્ટફોનના પાછળના ભાગમાં AI પાવર્ડ 64MP સોની સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. નવો ફોન વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે અને તે IP64 રેટિંગ સાથે આવે છે.
લાવા બોલ્ડ 5જીમાં ઓથેન્ટિકેશન માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 5000 mAhની બેટરી છે, જેમાં 33 ડબ્લ્યુ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ છે. ફોનમાં સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સ જેવા કે બ્લૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ વગેરે આપવામાં આવ્યા છે.





