Lenovo ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ ભારતમાં લોન્ચ, 7 કલાકથી વધુ બેટરી બેકઅપ; જાણો Yoga Book 9i ફિચર અને પ્રાઇસ

Lenovo Yoga Book 9i Launched in India : લેનોવોનો ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ ભારતમાં લોન્ચ કર્યો છે. 7 કલાકથી વધારે બેટરી લાઇફવાળા આ લેપટોપથી એક ડિવાઇસ પર તમે એક સાથે ઘણા બધા કામ કરી શકો છો. આ નવા લેપટોપના ફિચર અને પ્રાઇસ સહિતની તમામ વિગત જાણો

Written by Ajay Saroya
Updated : July 25, 2023 19:35 IST
Lenovo ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ ભારતમાં લોન્ચ, 7 કલાકથી વધુ બેટરી બેકઅપ; જાણો Yoga Book 9i ફિચર અને પ્રાઇસ
Lenovo Yoga Book 9i : લેનોવો યોગા બુક 9આઇ લેપટોપ (Photo: Lenovo)

Lenovo Yoga Book 9i features and price details : મોબાઇલ વર્લ્ડ કૉંગ્રેસ (MWC 2023)માં Lenovoએ ડ્યુઅલ OLED સ્ક્રીન લેપટોપ Yoga Book 9i (યોગા બુક 9i) લૉન્ચ કર્યું છે. Intelના Evo પ્લેટફોર્મ સાથે આવતા આ લેપટોપને 13th Gen Intel Core પ્રોસેસર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. Lenovo Yoga Book 9iમાં 13.3-ઇંચની બે 2.8K OLED સ્ક્રીન આવે છે. તો ચાલો Lenovoના આ લેટેસ્ટ લેપટોપની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે

લેનોવો Yoga Book 9iના ફિચર

Lenovoના નવા લેપટોપને Intel Iris Xe ગ્રાફિક્સ સપોર્ટ મળે છે. આ લેપટોપ Windows 11 સાથે આવે છે અને તેમાં 16 GB રેમ અને 1TB સ્ટોરેજનો ઓપ્શન મળે છે. અન્ય ડ્યુઅલ-સ્ક્રીન લેપટોપની તુલનામાં, Yoga Book 9i વજનમાં ખૂબ જ હળવા છે અને તેનું વજન માત્ર 1.34 કિલો છે.

Lenovo લેપટોપમાં આવતી બંને સ્ક્રીન 400 nits બ્રાઈટનેસ આપે છે. બંને સ્ક્રીન ડોલ્બી વિઝન HDR ને સપોર્ટ કરે છે અને 100 ટકા DCI-P3 કલર એક્યુરેસી આપે છે. લેપટોપને બે 2W સ્પીકર ઉપરાંત બે 1W બોવર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં ડોલ્બી એટમસ ઓડિયોની સાથે વિલ્કિન્સના સ્પીકર્સ આવે છે.

Lenovo laptop | Lenovo Yoga Book 9i | Lenovo Yoga Book 9i features | Lenovo Yoga Book 9i price |
Lenovo Yoga Book 9i : લેનોવો યોગા બુક 9આઇ લેપટોપ (Photo: Lenovo)

આ ડિવાઇસને તમારી જરૂરિયાત મુજબ સરળતાથી લેપટોપ, ટેબ્લેટ અને ટેન્ટ મોડમાં (Tent Mode) ફેરવી શકાય છે. જો તમે વીડિયો મીટિંગમાં પ્રેઝન્ટેશન શેરિંગ દરમિયાન પ્રશ્નોના જવાબ આપવા માંગતા હો, તો ટેન્ટ મોડ ખૂબ જ ઉપયોગી થશે.

ડિટેચેબલ બ્લૂટૂથ કીબોર્ડ – માઉસ, ડિજિટલ પેન 3

Yoga Book 9i ની સાથે કંપનીએ એક ફોલિયો સ્ટેન્ડ આપ્યો છે. આ લેપટોપની સાથે એક ડિટેચેબલ બ્લૂટૂથ કીબોર્ડ ઉપલબ્ધ છે, જેનાથી પ્રોડક્ટિવિટી વધે છે અને યુઝર્સ બંને ડિસ્પ્લે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શકે છે. ઉપરાંત આ ડિવાઇસની સાથે લેનોવોની ડિજિટલ પેન 3 અને બ્લૂટૂથ માઉસ પણ આવે છે. કનેક્ટિવિટી માટે, Yoga Book 9માં વાઇ-ફાઇ 6E અને Thunderbolt (થંડરબોલ્ટ) 4ની સાથે 3 USB Type-C પોર્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

આ પણ વાંચો- ટેલિગ્રામ પર પણ ઈન્સ્ટાગ્રામની જેમ તમે સ્ટોરીઝ શેર કરી શકશો, પ્રીમિયમ યુઝર્સ માટે ફીચર

લેનોવો Yoga Book 9i કિંમત – double screen yogabook laptop price

લેનોવોનું કહેવું છે કે આ ડ્યુઅલ-સ્ક્રીન લેપટોપમાં 80Whની બેટરી છે. કંપનીનો દાવો છે કે બેટરી 7.3 કલાક સુધી ચાલશે. લેનોવો અનુસાર, 50 ટકા બ્રાઇટનેસ લેવલ પર સિંગલ સ્ક્રીનનો ઉપયોગ કરવાથી 14 કલાક સુધીનો વીડિયો ચલાવી શકાય છે. જો તેની કિંમતની વાત કરીયે તો ભારતમાં Yoga Book 9i 2,25,990 રૂપિયાની પ્રારંભિક પ્રાઇસ સાથે ઉપલબ્ધ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ