Lenskart IPO : લેન્સકાર્ટ આઈપીઓ ગ્રે માર્કેટમાં હલચલ, સબ્સક્રાઇબ કરતા પહેલા જાણો કંપનીની A to Z વિગત

Lenskart IPO Issue Price Share : લેન્સકાર્ટ આઈપીઓ 31 ઓક્ટોબર ખુલી રહ્યો છે. મેઇનબોર્ડ આઈપીઓને લઇ ગ્રે માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે. જો તમે લેન્સકાર્ટ આઈપીઓ સબ્સક્રાઇબ કરતા પહેલા તમામ માહિતી વિગતવાર સમજી વિચારી પછી જ રોકાણ કરો.

Written by Ajay Saroya
October 30, 2025 11:46 IST
Lenskart IPO : લેન્સકાર્ટ આઈપીઓ ગ્રે માર્કેટમાં હલચલ, સબ્સક્રાઇબ કરતા પહેલા જાણો કંપનીની A to Z વિગત
Lenskart IPO : લેન્સકાર્ટ આઈપીઓ. (Photo: Lenskart)

Lenskart IPO GMP : લેન્સકાર્ટ કંપની આઈપીઓ લાવી રહી છે. ગોગલ્સ અને કોન્ટેક્ટ લેન્સ બનાવતી બ્રાન્ડ લેન્સકાર્ટનો IPO 31 ઓક્ટોબર, શુક્રવારે ખુલી રહ્યો છે. IPO ખુલવાની પહેલા જ ગ્રે માર્કેટમાં લેન્સકાર્ટના શેર પ્રીમિયમમાં બોલાઇ રહ્યા છે. જો કે, માર્કેટ એક્સપર્ટ્સે કંપનીની વેલ્યૂએશન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે રોકાણ કરતા પહેલા યોગ્ય IPO પ્રાઇસની વેલ્યૂએશન કરવી મહત્વપૂર્ણ છે. જો તમે લેન્સકાર્ટ આઈપીઓ સબ્સક્રાઇબ કરતા પહેલા તમામ માહિતી વિગતવાર સમજી વિચારી પછી જ રોકાણ કરો.

Lenskart IPO Issue Price Band : લેન્સકાર્ટ આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ

લેન્સકાર્ટ આઈપીઓ 31 ઓક્ટોબર ખુલશે અને 4 નવેમ્બર બંધ થશે. આ આઈપીઓ કુલ 7,278 કરોડ રૂપિયાનો છે. IPO માટે પ્રાઇસ બેન્ડ 382-402 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 37 શેર છે. એન્કર રોકાણકારો માટે આઈપીઓ 30 ઓક્ટોબરે ખુલ્યો છે. 6 નવેમ્બર શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 7 નવેમ્બરે BSE, NSE પર શેર લિસ્ટેડ થશે.

Lenskart IPO Details : લેન્સકાર્ટના પ્રમોટર્સ શેર વેચશે

લેન્સકાર્ટ કંપની નવા શેર દ્વારા 2,150 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે, જ્યારે બાકીની રકમ OFS (ઓફર ફોર સેલ) દ્વારા થશે, જેમાં પ્રમોટર્સ અને રોકાણકારો તેમનો કેટલોક હિસ્સો વેચશે. પીયૂષ બંસલ, નેહા બંસલ, અમિત ચૌધરી, સુમિત કપાહી, સોફ્ટબેંક (SVF II લાઇટબલ્બ), શ્રોડર્સ કેપિટલ, કેદારા કેપિટલ, આલ્ફા વેવ વેન્ચર્સ જેવા ઘણા મોટા વિદેશી રોકાણકારો પણ OFS માં તેમના શેર વેચશે.

Lenskart IPO ની સાચી વેલ્યૂએશન !

SBI સિક્યોરિટીઝના ફંડામેન્ટલ રિસર્ચના વડા સન્ની અગ્રવાલ કહે છે કે મૂલ્યાંકનના આધારે, પ્રાઇસ બેન્ડના અપર લેવલ પર કંપનીની માર્કેટ કેપ લગભગ રૂ. 70,000 કરોડ હશે. 10x EV/Sales મલ્ટીપલ પર, આ મૂલ્યાંકન મધ્ય ગાળાના દ્રષ્ટિકોણથી થોડું મોંઘું ગણી શકાય.

કંપનીનું બિઝનેસ મોડેલ મજબૂત છે અને તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું છે તેમાં કોઈ શંકા નથી. જો કે, લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે રિટેલ આઈવેર અને મેન્યુફેક્ચરિંગ ટુ કન્ઝ્યુમર પ્લેટફોર્મમાં રોકાણ કરવા માંગતા લોકો માટે વર્તમાન ભાવે રોકાણ કરવું યોગ્ય રહેશે. આગળ જતાં જોવાનું મુખ્ય પરિબળ એ રહેશે કે કંપની તેના નફાને આંતરરાષ્ટ્રીય સમકક્ષોના સ્તરે કેટલી સારી રીતે વધારી શકે છે.

Lenskart IPO GMP : લેન્સકાર્ટ આઈપીઓ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ

લેન્સકાર્ટ સોલ્યુશન્સનો IPO ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. કંપનીનો અનલિસ્ટેડ સ્ટોક ગ્રે માર્કેટમાં ₹109 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ ₹402 ના ઉપલા પ્રાઇસ બેન્ડ માટે 27.11% પ્રીમિયમ ( GMP ) દર્શાવે છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો કંપનીનો શેર ₹402 ના ઇશ્યૂ ભાવની તુલનામાં ₹511 પર લિસ્ટ થઈ શકે છે.

Lenskart IPO : લેન્સકાર્ટ આઈપીઓ કોના માટે કેટલું રિઝર્વ

લેન્સકાર્ટ આઈપીઓમાં 75 ટકા શેર મોટા સંસ્થાકીય રોકાણકારો (QIBs) માટે, 15% બિન સંસ્થાકીય રોકાણકારો (HNIs) માટે અને 10% છૂટક રોકાણકારો માટે અનામત છે. કંપની IPO માંથી મળેલી રકમનો ઉપયોગ નવા સ્ટોર્સ ખોલવા, તેની ટેકનોલોજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા, બ્રાન્ડ પ્રમોશન અને માર્કેટિંગ પર ખર્ચ કરવા અને સંભવિત સંપાદનોને ભંડોળ પૂરું પાડવા માટે કરવાની યોજના ધરાવે છે.

કંપની વિશે

તાજેતરની માહિતી અનુસાર, ડીમાર્ટના સ્થાપક અને અનુભવી રોકાણકાર રાધાકિશન દામાણીએ પણ લેન્સકાર્ટમાં આશરે ₹90 કરોડનું રોકાણ કર્યું છે . 2008 માં સ્થપાયેલી, કંપનીએ 2010 માં એક ઓનલાઈન પ્લેટફોર્મ તરીકે શરૂઆત કરી અને 2013 માં દિલ્હીમાં તેનો પહેલો રિટેલ સ્ટોર ખોલ્યો. આજે, લેન્સકાર્ટ ભારતની સૌથી મોટી ચશ્મા બનાવતી કંપનીઓમાંની એક છે, જે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કાર્યરત છે. કંપની માત્ર મેટ્રો અને ટાયર-2 શહેરોમાં જ નહીં, પરંતુ દક્ષિણપૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં પણ વિસ્તરી છે.

(Disclaimer: આઈપીઓ માટે સલાહ નિષ્ણાતો અથવા બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવે છે. આ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીના અભિપ્રાય નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી.)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ