LG Electronics IPO Listing Share Price : LG Electronics IPO Listing Share Price : એલજી ઇલેક્ટ્રોનિક્સ શેર લિસ્ટિંગ ધમાકેદાર થયું છે. આઈપીઓ રોકાણકારોને એલજી ઇલેક્ટ્રોનિક્સના શેર લિસ્ટિંગ પર 70 ટકા રિટર્ન મળ્યું છે. કંપનીના શેર BSE પર રૂ. 1,715 પર લિસ્ટેડ થયો હતો, જ્યારે IPO પ્રાઇસ બેન્ડ રૂ. 1,140 હતી. આમ એલજી ઇલેક્ટ્રોનિક્સના શેર લિસ્ટિંગ પર રોકાણકારોને 50 ટકા વળતર મળ્યું.જો કે, આ લિસ્ટિંગ ગેઇન ફક્ત તે લોકોને જ પ્રાપ્ત થયો જેમને IPO માં શેર ફાળવવામાં આવ્યા હતા. તો, શું તેમણે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ? શું રોકાણકારોએ હવે LG ઇલેક્ટ્રોનિક્સના શેર ખરીદવો જોઈએ? આ પ્રશ્નો મનમાં આવી રહ્યા હશે. ચાલો જાણીએ કે બ્રોકરેજ શું કહે છે.
એલજી ઇલેક્ટ્રોનિક્સ આઈપીઓ 54 ગણો ભરાયો
એલજી ઇલેક્ટ્રોનિક્સ આઈપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ કંપનીનો 11607.01 કરોડ રૂપિયાનો આઈપીઓ 7 થી 9 ઓક્ટોબર દરમિયાન સબ્સક્રિપ્શન માટે ખુલ્યો હતો. આઈપીઓ ઇશ્યુ પ્રાઇસ 1080 – 1140 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 13 ઇક્વિટી શેર હતી. આ આઈપીઓ 54.02 ગણો ભરાયો હતો.
- QIB : 166.51 ગણો
- બિન સંસ્થાકીય રોકાણકારો : 22.45 ગણો
- રિટેલ રોકાણકારો : 3.55 ગણો
- કર્મચારીઓનો હિસ્સો : 7.62 ગણો
સતત આકર્ષક કાર્યકારી રોકડ પ્રવાહ
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ જણાવે છે કે, એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા કંપનીએ છેલ્લા 10 વર્ષોમાં સતત મજબૂત ઓપરેટિંગ રોકડ પ્રવાહ ઉત્પન્ન કર્યો છે, જે કુલ ₹15,400 કરોડ છે. આમાંથી, આશરે 69% રકમ શેરધારકોને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવી હતો. કંપનીનો EBITDA થી OCF કન્વર્ઝન રેશિયો પણ ઘણો સારો રહ્યો છે, જે FY19 અને FY25 વચ્ચે સરેરાશ 70% છે, અને FY26 અને FY28 વચ્ચે વધીને 74% થવાની ધારણા છે.
LG Electronics Share Price Outlook : એલજી ઇલેક્ટ્રોનિક્સ શેર ભવિષ્યમાં કેવો દેખાવ કરશે?
મોતીલાલ ઓસવાલ બુલિશ વ્યૂ, LG Electronics શેર ભાવ 1800 રૂપિયા થશે
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે આ સ્ટોક પર કવરેજ શરૂ કર્યું છે અને તેને ₹1,800 ના ઊંચા ટાર્ગેટ ભાવે સાથે ખરીદવાની ભલામણ કરી છે. મોતીલાલ ઓસ્વાલ માને છે કે આગામી દિવસોમાં આ સ્ટોક તેના IPO ભાવથી 58% વધી શકે છે. કંપનીએ છેલ્લા 10 વર્ષમાં સતત મજબૂત ઓપરેટિંગ રોકડ પ્રવાહ ઉત્પન્ન કર્યો છે. વળતર ગુણોત્તરમાં સુધારો થવાની અપેક્ષા છે. સ્થાનિક ઉત્પાદન પર વ્યૂહાત્મક ધ્યાન, ઉચ્ચ-માર્જિન B2B અને AMC સેગમેન્ટમાં વૃદ્ધિ અને મુખ્ય ઉત્પાદન શ્રેણીઓમાં નેતૃત્વ સ્થિતિ વધુ લાભો પ્રદાન કરશે.
જોકે, કંપનીને કેટલાક જોખમોનો પણ સામનો કરવો પડે છે જેમ કે પેરેન્ટ કંપની દ્વારા રોયલ્ટીમાં વધારો, કાચા માલના ભાવમાં વધઘટ, વધતી સ્પર્ધા.
ICICI સિક્યોરિટીઝ જણાવે છે કે કંપનીએ તેના મજબૂત બ્રાન્ડ, ટેકનોલોજીકલ નોલેજ અને મજબૂત કાર્યકારી ક્ષમતાઓના કારણે વિવિધ ઉત્પાદન શ્રેણીઓમાં નોંધપાત્ર બજાર હિસ્સો બનાવ્યો છે. કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત છે, જેમાં ઉત્તમ નફાકારકતા અને વળતર ગુણોત્તર છે. વધુમાં, કંપની ભારતમાં હજુ પણ અવિકસિત ગૃહ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ બજારોમાં રોકાણ કરી રહી છે, અને નિકાસની તકો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આનંદ રાઠી જણાવે છે કે કંપની પાસે એક મજબૂત અને લાંબા સમયથી ચાલતું બ્રાન્ડ નામ છે, જે ગ્રાહક ટકાઉ વસ્તુઓની વિશાળ રેન્જમાં માર્કેટ લિડર છે. વધુમાં, કંપની પાસે તેની પોતાની ઉત્પાદન ક્ષમતાઓ છે, જે તેને ભારતના અન્ય સ્પર્ધકો કરતાં આગળ રાખે છે. ભારતમાં હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં કંપનીનું નેતૃત્વ તેની બ્રાન્ડ ઓળખ, નવીનતા, વ્યાપક વિતરણ નેટવર્ક, મજબૂત ઉત્પાદન પ્રણાલી અને લાંબા સમયથી ચાલતા સપ્લાયર સંબંધોને કારણે છે.
સકારાત્મક પરિબળ
- આ ઉદ્યોગમાં વૃદ્ધિની મજબૂત સંભાવના છે, અને કંપની આ ક્ષેત્રમાં અગ્રણી સ્થાન ધરાવે છે.
- નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને AMC (વાર્ષિક જાળવણી કરાર) સેગમેન્ટ્સ આવક વૃદ્ધિને આગળ ધપાવી રહ્યા છે.
- પ્રીમિયમ પ્રોડક્ટ્સ અને સ્થાનિક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી નફાકારકતા વધી રહી છે.
- કંપની પાસે એક વિશાળ વિતરણ નેટવર્ક છે અને તે બ્રાન્ડ નિર્માણ અને સ્થાનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે.
નકારાત્મક પરિબળ
પેરન્ટ કંપની (LG Electronics Korea) દ્વારા રોયલ્ટીમાં વધારો, કાચા માલસામાનની કિંમતમાં વધઘટ, વધતી હરિફાઇ.