Geyser Under 1000 Rupees: દેશભરમાં દરરોજ શિયાળો (Winter) મુશ્કેલી વધારી રહ્યો છે અને નહાવાથી લઈને રસોઈ સુધી ગરમ પાણી (Hot Water) ની જરૂર પડે છે. પરંતુ બજારમાં બ્રાન્ડેડ ટ્રેડિશનલ ગીઝરના ભાવ વધી ગયા છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પાસે ગીઝરનું બજેટ હોતું નથી. પરંતુ તમે બજાર અને ઈ-કોમર્સ વેબસાઈટ પરથી 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં વોટર હીટર (Water Heater) મેળવી શકો છો. અમે તમને એવા ઇન્સ્ટન્ટ ગીઝર વિશે જણાવી રહ્યા છીએ જે તમે રૂ.1000થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ હીટરને પરંપરાગત વોટર હીટરની જેમ ફીટ કરવાની જરૂર નથી અને જો જરૂર હોય તો સરળતાથી ખસેડી પણ શકાય છે. આવા ટોપ-3 વોટર ગીઝર વિશે જાણીએ…
BOSHSTAR 1 L Instant Water Geyser : રૂ. 920
1 લીટરનું ઇન્સ્ટન્ટ વોટર ગીઝર ફ્લિપકાર્ટ પરથી રૂ.920માં મેળવી શકાય છે. આ વોટર હીટર Flipkart Axis Bank કાર્ડ દ્વારા 5 ટકા કેશબેક પર મેળવી શકાય છે.
આ ઇન્સ્ટન્ટ વોટર ગીઝર 1 લીટરની ક્ષમતા સાથે આવે છે. વર્ટિકલ ડિઝાઇન સાથે આવેલું આ વોટર ગીઝર ગમે ત્યાં સરળતાથી ફીટ કરી શકાય છે. આ ગીઝરમાં 2 ઈન્ડિકેટર આપવામાં આવ્યા છે. લાલ ઈન્ડિકેટર વીજળી માટે છે અને લીલો ઈન્ડિકેટર કટઓફ માટે છે. તેમાં 3000KW ક્ષમતાનું એલિમેન્ટ છે. આ ગીઝર સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
Afsha 1 L Instant Water Geyser: રૂ. 995
Afsha 1 Ltr ઇન્સ્ટન્ટ વોટર ગીઝર ફ્લિપકાર્ટ પરથી રૂ. 995 માં મેળવી શકાય છે. Flipkart Axis Bank કાર્ડ દ્વારા આ વોટર હીટર લેવા પર 5 ટકા કેશબેક મળશે.
રસોડામાં અને બાથરૂમમાં ઇન્સ્ટન્ટ વોટર હીટરનો ઉપયોગ કરી શકાય છે. આ ગીઝરની ક્ષમતા 1 લીટર છે. આ હીટર દિવાલ પર જગ્યા અનુસાર ઊભી અને આડી રીતે ફીટ કરી શકાય છે. તે ઓટો કટ ઓફ છે. આ વોટર ગીઝર પ્લાસ્ટિકનું બનેલું છે.
Universal Studios 1 L Instant Water Geyser : રૂ. 999
યુનિવર્સલ સ્ટુડિયોનું આ વોટર ગીઝર ફ્લિપકાર્ટ પરથી રૂ.999માં મેળવી શકાય છે. Flipkart Axis Bank કાર્ડ દ્વારા આ ગીઝર લેવા પર 5 ટકા કેશબેક મળશે. આ વોટર ગીઝરને વર્ટિકલ ડિઝાઈન સાથે લઈ શકાય છે.
આ પણ વાંચો – 200MP કેમેરા સાથે Redmi Note 12 Pro+ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જુઓ કિંમત, સ્પેસિફિકેશન, ઓફર સહિતની તમામ માહિતી
આ 1 લિટર વોટર હીટર અનબ્રેકેબલ ફર્સ્ટ ક્લાસ એબીએસ બોડી સાથે આવે છે. આ ગીઝર પોર્ટેબલ, ઇન્સ્ટન્ટ અને કોમ્પેક્ટ છે. જો યુઝર વોટર ગીઝરને સ્વિચ ઓફ કરવાનું ભૂલી જાય, તો તે ઓટો કટ થઈ જાય છે, પરંતુ જ્યારે પાણીનું તાપમાન ઓછું થશે ત્યારે ગીઝર ફરી ચાલુ થઈ જશે.