ગણા સમયથી મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને સરકાર મોટી રાહત આપવાની પહેલ શરુ કરી દીધી છે. જોકે વિપક્ષી દળોનું કહેવું છે કે આ ચૂંટણી પહેલ છે. કારણ કે આગામી થોડા મહિનાઓમાં અનેક રાજ્યોમાં વિધાનસભા અને પછી લોકસભા ચૂંટણીઓ થવા જઈ રહી છે. કંઈપણ થાય વધતી કિંમતોથી ત્રસ્ત જનતાને આનાથી ખુબ જ રાહત મળશે.
ટામેટાના ભાવ ઘટ્યા બાદ ગેસની કિંમતોમાં પણ 200 રૂપિયાનો ઘટાડો થયો
થોડા દિવસ પહેલા ટામેટાના ભાવ ખુબ જ વધારે વધી ગયા હતા. બસોથી ત્રણસો પ્રતિ કિલો સુધી વેચાઇ રહ્યા હતા. તેનાથી કિંમતો હવે સામાન્ય થઈ ગઈ છે ત્યારે હવે બજારમાં ટામેટા 40થી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે. સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરશે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યા ભાવ ઘટવાના સંકેત
મીડિયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક ઇન્ટરવ્યૂમાં કેન્દ્રી આવાસ અને શહેરી મામલા તથા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યા છે કે સરકાર ટૂંક સમયમાં આના પર કેટલાક સકારાત્મક નિર્ણય લેશે. તેમણે કહ્યું કે યુપીએ શાસનમાં તત્કાલીન સરકાર ઇંધણની કિંમતોને નિયંત્રિત નહીં કરી શકે તો તે સમયના પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીને 1 સપ્ટેમ્બર 2013ના રોજ સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ કરવાનો પ્રસ્તાવ પર વિચાર કરવાની વાત કરી હતી.
તેમણે કહ્યું કે અત્યારે પણ જ્યારે લોકોને રાહત આપવા માટે પોતાના શાસન વાળા રાજ્યોમાં ઇંધણ પર વેટ ઓછો કરવા ઇચ્છીએ તો માત્ર ધ્યાન ભટકાવવા અને વિરોધ કરવાના કામમાં લાગ્યા છે. પરંતુ ભાજપ શાસનવાળા રાજ્યોથી અનેક ગણા વધારે ભાવમાં પેટ્રોલ ડિઝલ વેચી રહ્યા છે.
બ્લૂમબર્ગે પણ રસોઈ ગેસની કિંમતોમાં ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવાની સંભાવના વ્યક્ત કરી છે. બ્લૂમબર્ગ પ્રમાણે મોંઘવારી દર ઓછો કરવા માટે સરકાર આગામી કેટલાક સમયથી પગલાં ભરી રહી છે.





