SEBI: માધવી પુરી બુચ સામે FIR, શેરબજારમાં છેતરપીંડિના આક્ષેપો મામલે સેબીનું પ્રથમ નિવેદન

Former SEBI Chief Madhabi Puri Buch Case: સેબીના પૂર્વ વડા માધવી પુરી બુચ સહિત 6 અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાનો મુંબઇની ખાસ અદાલતે આદેશ આપ્યો છે. તેમની શેરબજારમાં કથિત છેતરપીંડિ અને નિયમ ઉલ્લંઘનનો આરોપ છે.

Former SEBI Chief Madhabi Puri Buch Case: સેબીના પૂર્વ વડા માધવી પુરી બુચ સહિત 6 અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાનો મુંબઇની ખાસ અદાલતે આદેશ આપ્યો છે. તેમની શેરબજારમાં કથિત છેતરપીંડિ અને નિયમ ઉલ્લંઘનનો આરોપ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Madhabi Puri Buch | Former SEBI Chief Madhabi Puri Buch

Former SEBI Chief Madhabi Puri Buch: માધવી પુરી બુચ સેબીના પૂર્વ વડા છે. (Photo: @moneygurusumit)

Former SEBI Chief Madhabi Puri Buch Case: માધવી પુરી બુચ સેબીના અધ્યક્ષ પદેથી વિદાય થવાની સાથે જ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બજાર નિયામક સેબીએ રવિવારે જણાવ્યું હતું કે, તે શેર બજારમાં કથિત છેતરપિંડીના સંદર્ભમાં પૂર્વ ચેરમેન માધવી પુરી બુચ અને અન્ય 6 અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાના વિશેષ અદાલતના આદેશને પડકારશે. સેબીએ દલીલ કરી હતી કે કોર્ટ વ્યર્થ અરજી પર કામ કરી રહી છે અને બોર્ડને પોતાનો અભિપ્રાય રજૂ કરવાની તક આપી નથી.

Advertisment

સેબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અરજદાર એક વ્યર્થ અને આદતથી મજબૂર તરીકે જાણીતો છે, અગાઉની અરજીઓને અદાલતે નકારી કાઢી હતી અને કેટલાક કિસ્સાઓમાં દંડ પણ ફટકાર્યો હતો. સેબી આ આદેશને પડકારવા માટે યોગ્ય કાનૂની પગલાં લેશે અને તમામ કેસોમાં યોગ્ય નિયમનકારી પાલન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

સેબીએ એમ પણ કહ્યું હતું કે આ અધિકારીઓ સંબંધિત સમયે પોતપોતાના હોદ્દા પર ન હોવા છતાં કોર્ટે કોઈ નોટિસ જારી કર્યા વિના અથવા સેબીને તથ્યોને રેકોર્ડ પર મૂકવાની કોઈ તક આપ્યા વિના અરજીને મંજૂરી આપી હતી.

કોણે અરજી કરી?

આ અરજી એક મીડિયા રિપોર્ટર સપન શ્રીવાસ્તવે કરી હતી. જેમા તેમણે દાવો કર્યો હતો કે, કંપનીના લિસ્ટિંગમાં છેતરપિંડીના આરોપો સામે આવ્યા છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, આ અનિયમિતતા સેબીના પૂર્વ ચીફ અને સેબીના અન્ય અધિકારીઓની મિલીભગતથી થઇ છે. સેબીના અધિકારીઓએ તેમની વૈધાનિક ફરજમાં બેદરકારી દાખવી છે અને માર્કેટ રેગ્યુલેટર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અને ધોરણોને પૂર્ણ ન કરતી કંપનીના લિસ્ટિંગની મંજૂરી આપી છે.

Advertisment

30 દિવસમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા અદાલતનો આદેશ

મુંબઈની એક વિશેષ અદાલતે રેકોર્ડ પરની સામગ્રીને જોતા કહ્યું કે, આરોપો થી સંજ્ઞેય અપરાધ જણાય છે. તેની તપાસ થવી જરૂરી છે. નિયમનકારી ક્ષતિઓ અને મિલીભગતના પ્રથમ દર્શનીય પુરાવા છે, જેની તટસ્થ તપાસ થવી જરૂરી છે. કલમ 156(3) સીઆરપીસી હેઠળ ન્યાયિક હસ્તક્ષેપ જરૂરી છે. કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ કોર્ટ તપાસનું નિર્દેશન કરવાનું યોગ્ય માને છે. વિશેષ અદાલત દ્વારા તપાસ પર નજર રાખવામાં આવશે અને કોર્ટે 30 દિવસની અંદર સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.

માધવી પુરી બુચ સહિત સેબી અધિકારીઓ સામે FIR

મુંબઈની વિશેષ અદાલતે એન્ટી કરપ્શન બ્યુરોને સેબીના પૂર્વ વડા માધવી પુરી બુચ, સેબીના પૂર્ણકાલીન સભ્યો અશ્વિની ભાટિયા, આનંદ નારાયણ અને કમલેશચંદ્ર વાર્ષ્ણેય તેમજ બીએસઈના સીઈઓ સુંદરરામન રામમૂર્તિ અને ભૂતપૂર્વ ચેરમેન પ્રમોદ અગ્રવાલ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 1 માર્ચે પસાર કરવામાં આવ્યો હતો.

બિઝનેસ શેર બજાર