scorecardresearch

ભારતના સૌથી વૃદ્ધ અબજોપતિ કેશબ મહિન્દ્રાનું નિધન, 99 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

Keshub Mahindra passes away : કેશબ ઓગસ્ટ 2012માં નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રાએ કંપની સંભાળી છે. તેઓ 1948માં કંપનીના બોર્ડમાં જોડાયા હતા અને 1963માં ચેરમેન તરીકે ચૂંટાયા હતા.

Keshub Mahindra, Keshub Mahindra passes away
કેશબ મહિન્દ્રા ફાઇલ તસવીર

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપ ઓફ કંપનીઓના ભૂતપૂર્વ ચેરમેન કેશબ મહિન્દ્રાનું બુધવારે મુંબઈમાં 99 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે 1963 થી 2012 સુધી સમૂહના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. INSPACeના અધ્યક્ષ પવન કે ગોયનકાએ ટ્વિટર પર પોસ્ટ કરીને આ અંગે પુષ્ટી કરી હતી. તેમણે કેશબ મહિન્દ્રાને શ્રદ્ધાંજલી આપી હતી.

કેશબ ઓગસ્ટ 2012માં નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રાએ કંપની સંભાળી છે. તેઓ 1948માં કંપનીના બોર્ડમાં જોડાયા હતા અને 1963માં ચેરમેન તરીકે ચૂંટાયા હતા. તેમના અધ્યક્ષપદના 48 વર્ષ દરમિયાન મહિન્દ્રા જૂથ ઓટોમોબાઈલના નિર્માતાથી વધીને ઓટોમોબાઈલ, ટ્રેક્ટર સહિતના બિઝનેસની શ્રેણીમાં કાર્યરત ઓટો પાર્ટ્સ, IT, રિયલ એસ્ટેટ, નાણાકીય સેવાઓ અને હોસ્પિટાલિટી કંપનીઓના ફેડરેશનમાં વિકસ્યું હતું.

કેશબ ઓગસ્ટ 2012માં નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રાએ કંપની સંભાળી છે. તેઓ 1948માં કંપનીના બોર્ડમાં જોડાયા હતા અને 1963માં ચેરમેન તરીકે ચૂંટાયા હતા. – Keshab retired in August 2012. His nephew Anand Mahindra has since taken over the company. He joined the company’s board in 1948 and was elected chairman in 1963.

તેમણએ મહિન્દ્રા ગ્રૂપના વિવિધીકરણમાં એક અભિન્ન ભૂમિકા નિભાવી છે. 19 બિલિયન ડોલરનું ગ્રૂપ હવે ટ્રેક્ટરો અને સ્પોર્ટ્સ યુટિલિટી વાહનો માટે જાણિતું છે. આ ઉપરાંત સોફ્ટવેર સેવાઓ, આતિથ્ય અને રિયલ એસ્ટેટમાં પણ મહિન્દ્રા ગ્રૂપની હાજરી છે.

ગોયનકાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે ઇન્ડસ્ટ્રિયલ વર્લ્ડની સૌથી મોટી હસ્તી પૈકી એકને આજે ગુમાવી છે. શ્રી કેશબ મહિન્દ્રની કોઈ તુલના નથી. સૌથી સારા વ્યક્તિને જાણવાનું મને સૌભાગ્ય મળ્યું છે. હું હંમેશા તેમની સાથે એમટીજીએસ માટે તત્પર રહ્યો હતો. જે પ્રકારે તેઓ વ્યવસાય, અર્થશાસ્ત્ર અને સામાજિક મામલા સાથે જોડે છે તેમનાથી હું પ્રેરિત હતો. ઓમ શાંતિ,…રેમંડના અધ્યક્ષ અને એમડી ગૌતમ સિંઘાનિયા અને ઇન્ફોસિસ બોર્ડના પૂર્વ સભ્ય મોહનદાસ પઈ એ પણ દિગ્ગજ ઉદ્યોગપતિને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે કેશબજીએ લગભગ પાંચ દશકો સુધી મહિન્દ્રા સમૂહના વિકાસનું માર્ગદર્શન કરતા એક શાનદાર જીવન જીવ્યા છે. પોતાના પ્રેમાળ વ્યક્તિત્વની સાથે તેઓ અનેક પડકારોપૂર્ણ પરિસ્થિતિઓને પાર કરી શક્યા હતા. મહિન્દ્રા ગ્રૂપના પરિવાર, કર્મચારીઓ અને શુભચિંતકો પ્રત્યે મારી ઉંડી સંવેદના છે. RIP કેશબ મહિન્દ્રા..

Web Title: Mahindra group chairman keshub mahindra passes away

Best of Express