Mahindra Thar Roxx 4×4 vs Maruti Jimny 4×4: મહિન્દ્રા થાર રોક્સ કે મારૂતિ જિમ્ની બંને માંથી કઇ કાર સૌથી બેસ્ટ? જાણો કિંમત, એન્જિન સહિત તમામ વિગત

Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 Comparison: મહિન્દ્રા થાર રોક્સ પાવરફુલ એન્જિન અને શાનદાર ફીચર્સ લોન્ચ થઇ છે, જેની સ્પર્ધા મારૂતિ સુઝુકી જિમ્ની સાથે છે. અહીં મહિન્દ્રા થાર અને મારૂતિ જિમ્નીના એન્જિન, ડાયમેન્શન, ફીચર્સ અને કિંમતની તુલનાત્મક જાણકારી આપવામાં આવી છે.

Written by Ajay Saroya
September 02, 2024 13:08 IST
Mahindra Thar Roxx 4×4 vs Maruti Jimny 4×4: મહિન્દ્રા થાર રોક્સ કે મારૂતિ જિમ્ની બંને માંથી કઇ કાર સૌથી બેસ્ટ? જાણો કિંમત, એન્જિન સહિત તમામ વિગત
Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4: મહિન્દ્રા થાર રોક્સ 4x4 અને મારૂતિ જિન્ની 4x4 કાર.

Compare Mahindra Thar Roxx vs Maruti Suzuki Jimny: મહિન્દ્રા થાર રોક્સ 4×4 તાજેતરમાં લોન્ચ કરવાાં આવી છે. મહિન્દ્રા થાર રોક્સની હરિફાઇ મારૂતિ સુઝુકી જિમ્ની સાથે છે. જો તમે ડીઝલ સંચાલિત 4×4 ખરદીવા માંગો છો તો Mahindra Thar Roxx ખરીદો . જો તમે પેટ્રોલ સંચાલિત 4×4 ખરીદવાનું વિચારો છો તો મારુતિ સુઝુકી જિમ્ની ખરીદો. એવું નથી કે તમારી પાસે પસંદગી છે. મારુતિ સુઝુકી જિમ્ની માં ડીઝલ એન્જિન નથી જો કે મહિન્દ્રા થાર રોક્સ પેટ્રોલ એન્જિન સાથે આવે છે, પરંતુ પેટ્રોલ મોડલરમાં 4×4 ઉપલ્બધ નથી. તેથી પેટ્રોલ કે ડીઝલ કઇ કાર ખરીદવી તે અંગે સ્પષ્ટતા હશે તો સરળતા રહેશે. અહીં મહિન્દ્રા થાર રોક્સ 5 ડોર અને મારૂતિ સુઝુકી જિમ્ની કિંમત થી લઇ ફીચર્સ સુધી તુલનાત્મક વિશ્લેષ્ણ આપવામાં આવ્યું છે.

Mahindra Thar Roxx vs Maruti Jimny : એન્જિન અને ટ્રાન્સમિશન

મહિન્દ્રા થાર રોક્સ પેટ્રોલ મોડલ (2.0-લિટર ટીજીડીઆઈ એમસ્ટેલિયન) અને ડીઝલ (2.2-લિટર એમહોક) બંને એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. પેટ્રોલ મોડલ 152PS/330Nm, 162PS/330Nm અને 177PS/380Nm સાથે આવે છે. તો ડીઝલ મોડલ 152PS/330Nm અને 175PS/370Nm સાથે ઉપલબ્ધ છે. ટ્રાન્સમિશન ઓપ્શનની વાત કરીએ તો તેમાં 6 સ્પીડ એમટી અને 6 સ્પીડ એટી ટોર્ક કન્વર્ટર સામેલ છે.

મારૂતિ સુઝુકી જિમ્ની માત્ર પેટ્રોલ એન્જિન મોડલમાં ઉપલબ્ધ છે. આ કાર K15B 1.5-લિટર પેટ્રોલ એન્જિન (105PS/134Nm) દ્વારા સંચાલિત છે. તેને 5-સ્પીડ એમટી અથવા 4-સ્પીડ એટી સાથે ખરીદી શકાય છે.

Mahindra Thar Roxx vs Maruti Jimny : ડ્રાઇવ સિસ્ટમ

મહિન્દ્રા થાર રોક્સમાં આરડબ્લ્યુડી અને 4ડબ્લ્યુડી બંને વિકલ્પો ઉપલબ્ધ છે. તો મારૂતિ સુઝુકી જિમ્ની માં માત્ર 4WD (ALLGRIP PRO) આવે છે.

Mahindra Thar Roxx 4×4 vs Maruti Jimny 4×4 Dimensions : મહિન્દ્રા થાર રોક્સ 4×4 vs મારૂતિ જિમ્ની 4×4 ડાયમેન્શન

મહિન્દ્રા થાર રોક્સ 4428 મીમી લાંબી અને 1870 મીમી પહોળી અને 1923 મીમી ઉંચાઇ ધરાવે છે. તેના વ્હીલબેઝ 2850 મીમી લાંબા છે. તેનો એપ્રોચ એંગલ 41.7 ડિગ્રી, ડિપાર્ચર એંગલ 36.1 અંશ અને રેંપ ઓવર એંગલ 23.9 ડિગ્રી છે.

મોડલમહિન્દ્રા થાર રોક્સમારૂતિ સુઝુકી જિમ્ની
એન્જિન2.2 લીટર ડીઝલ1.5 લીટર પેટ્રોલ
પાવર175PS @ 3750rpm105PS @ 6000rpm
ટોર્ક330Nm @ 1500-3000rpm (MT) 380Nm @ 1500-3000rpm (AT)134Nm @ 4000rpm
ટ્રાન્સમિશન6MT, 6TC5MT, 4TC
કિંમતપેટ્રોલ – 12.99 લાખ થી 19.99 લાખ ડીઝલ 13.99 લાખ થી 20.49 લાખ12.74 લાખ થી 14.95 લાખ રૂપિયા સુધી

મારૂતિ સુઝુકી જિમ્ની સબ 4 મીટર એસયુવી છે. તે 3985 મીમી લાંબી, 1645 મીમી પહોળી અને 1720 મીમી ઉંચાઇ ધરાવે છે. તેના વ્હીલબેઝ 2590 મીમી લાંબા છે. એપ્રોચ એંગલ 36 ડિગ્રી, ડિપાર્ચર એંગલ 46 ડિગ્રી છે અને રેંપ ઓવર એંગલ 24 ડિગ્રી છે.

Mahindra Thar Roxx 4×4 vs Maruti Jimny 4×4 Prices : મહિન્દ્રા થાર રોક્સ 4×4 vs મારૂતિ જિમ્ની 4×4 કિંમત

મહિન્દ્રા ઓટો કંપનીએ અત્યાર સુધી માત્ર થાર રોક્સના આરડબ્લ્યુડી વેરિઅન્ટની કિંમતનો ખુલાસો કર્યો છે. પેટ્રોલ વર્ઝનની કિંમત 12.99 લાખ રૂપિયાથી 19.99 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) વચ્ચે છે. તો થાર ડીઝલ વેરિયન્ટની કિંમત 13.99 લાખ રૂપિયાથી 20.49 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) વચ્ચે છે. તો ભારતીય બજારમાં ઉપલબ્ધ મારૂતિ સુઝુકી જિમ્નીની કિંમત 12.74 લાખ થી શરૂ થઇ ટોપ મોડલ 14.95 લાખ રૂપિયા સુધી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ