Maruti Alto 800 Car: ઓછી કિંમતે મારૂતિ અલ્ટો 800 કાર ખરીદવાની તક, શો-રૂમમાં પ્રાઇસ લગભગ 4 લાખ રૂપિયા

Maruti Alto 800 Best Price Offer : મારૂતિ અલ્ટો 800 એ મારૂતિ સુઝુકીની લોકપ્રિય કાર છે, જેની દિલ્હીમાં બેઝ મૉડલની પ્રારંભિક કિંમત 3.54 લાખ રૂપિયા છે જે ઑન-રોડ થયા પછી વધીને 3.93 લાખ રૂપિયા જેટલી થઈ જાય છે.

Written by Ajay Saroya
August 15, 2023 22:04 IST
Maruti Alto 800 Car: ઓછી કિંમતે મારૂતિ અલ્ટો 800 કાર ખરીદવાની તક, શો-રૂમમાં પ્રાઇસ લગભગ 4 લાખ રૂપિયા
મારૂતિ અલ્ટો 800 એ મારૂતિ સુઝુકીની સૌથી લોકપ્રિય કાર છે

Maruti Alto 800 Second Hand Car Offers : મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની છે જેની પાસે હેચબેકથી લઈને MPV, સેડાન અને SUV સુધીની કારની વિશાળ રેન્જ છે. કંપનીની હાલની આ રેન્જમાંથી એક છે મારુતિ અલ્ટો 800, જે કંપનીની તેમજ કાર સેગમેન્ટની સૌથી ઓછી કિંમતની એન્ટ્રી લેવલ હેચબેક કાર છે. મારુતિ અલ્ટો 800 માઇલેજ અને કોમ્પેક્ટ સાઇઝ ઉપરાંત તેની ઓછી કિંમતના લીધે બહુ જ લોકપ્રિય કાર છે.

જો તમે શોરૂમમાંથી મારુતિ અલ્ટો 800 ખરીદો છો, તો તેના માટે તમારે 3.54 લાખ રૂપિયાથી લઈને 5.13 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. જો તમારી પાસે એટલું બજેટ નથી, તો તમે આ કારના સેકન્ડ હેન્ડ મોડલ્સ પર ઉપલબ્ધ ઑફર્સ સાથે તેને બહુ જ ઓછી કિંમતમાં મારૂતિ અલ્ટો 800ને ઘરે લઇ જઇ શકો છો.

સેકન્ડ હેન્ડ મારૂતિ અલ્ટો 800 પર મળી રહેલી આ ઓફર્સને અલગ-અલગ ઓનલાઇન વેબસાઇટ પરથી મેળવવામાં આવી છે જે સેકન્ડ હેન્ડ ગાડીઓના ખરીદ-વેચાણ અને લિસ્ટિંગની કામગીરી કરે છે. મારૂતિ અલ્ટો 800 કારની ઓફર્સ વિશે જાણો વિગતવાર

સેકન્ડ હેન્ડ મારુતિ અલ્ટો 800 (Second Hand Maruti Alto 800)

મારુતિ અલ્ટો 800 પર આજની પ્રથમ સસ્તી ડીલ OLX વેબસાઇટ પર લિસ્ટ છે. અહીંયા દિલ્હીમાં રજિસ્ટર્ડ મારૂતિ અલ્ટોનું 2010 મોડલ છે. વેચાણકર્તા દ્વારા આ કારની કિંમત 80 હજાર રૂપિયા રાખવામાં આવી છે. આ કારની ખરીદી પર કોઈ ફાઈનાન્સ પ્લાન કે અન્ય ઓફર આપવામાં આવશે નહીં.

મારૂતિ અલ્ટો 800 યુઝ્ડ કાર

યુઝ્ડ મારૂતિ અલ્ટો 800 કારની આજની બીજી ઓફર Quikr (ક્વિકર) વેબસાઇટ પર છે. આ વેબસાઇટ પર આ કારનું 2011નું મોડલ વેચવા માટે મૂકાયુ છે અને તેનો આરટીઓ નંબર દિલ્હીનો છે. આ કારની વેચાણ કિંમત 1 લાખ રૂપિયા મૂકી છે અને તેમાં સીએનજી કિટ ફિટ થયેલી છે જેની હાલ બજાર કિંમત લગભગ 50000 રૂપિયા છે.

Maruti Alto 800 Second Hand Car

મારુતિ અલ્ટો 800ના સેકન્ડ હેન્ડ મોડલ પર ત્રીજી ઓફર DROOM વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવી છે. અહીં ઉત્તર પ્રદેશ રજીસ્ટ્રેશન સાથેનું 2012 મોડલ અલ્ટો વેચાણ માટે મૂકવામાં આવ્યું છે અને વેચાણકર્તાએ તેની કિંમત 1.50 લાખ રૂપિયા નક્કી કરી છે. આ કાર ખરીદવા માટે ગ્રાહકને સરળ ડાઉન પેમેન્ટ સાથે ફાઇનાન્સ પ્લાન પણ મળશે.

આ પણ વાંચો | Revolt RV400 : ઇ બાઇક રિવોલ્ટ આરવી400 હવે તમે ઘરે બેઠા ખરીદી શકશો, જાણો કિંમત રેન્જ અને ફિચર્સ

ઓટો એક્સપર્ટ્સની સલાહ

મારુતિ અલ્ટો 800 ના સેકન્ડ હેન્ડ મોડલ્સ પર ઉપલબ્ધ આ ઑફર્સની વિગતો વાંચ્યા પછી, તમે તમારા બજેટ અને પસંદગી અનુસાર કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો. પરંતુ કોઈપણ કાર માટે ઓનલાઈન ડીલ કરતા પહેલા કારની કંડીશન અને તેના પેપર્સ ચેક કરી લો, નહીંતર ડીલ પછી કાર બગડે તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ