Maruti Suzuki એ ભારતીય માર્કેટ માટે ફ્લેક્સ ફ્યુલ પર ચાલતી કારનો પહેલો પ્રોટોટાઈપ લોન્ચ કર્યો હતો જેનાથી કંપની પોતાની કાર વેગેનારમાં આપ્યા છે. કંપનીએ આ પ્રોટોટાઈપને સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અનાવરણ કર્યું હતું.
મારુતિ વેગેનાર ફ્લેક્સ પ્રોટોટાઇપ પેટ્રોલ અને ઇથેનોલનું મિશ્રણ પર કામ કરે છે. આ ફ્લેસક ફ્યુલ પ્રોટોટાઇપએ આ 20 % ઇથેનોલનું મિશ્રણ વાળું પેટ્રોલ અને ઈ-85 એટલે કે 85 % ઇથેનોલ મિશ્રણ વાળા પેટ્રોલ પર ચલાવી શકાય છે. એની સાથે મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ માર્ચ 2023 સુધી પોતાના વાહનોના બધાજ મોડેલને ઈ 20 (E20) ફ્યુલ પર ચાલશે તેવી ઘોષણા પણ કરાઈ છે.
આ પણ વાંચો: ફુગાવો 6% ની નીચે, પરંતુ શા માટે RBI હજી પણ હૉકીશ સ્ટેન્ડને સંતુલિત કરી શકતું નથી
Maruti Suzuki એ ફ્લેક્સ ફ્યુલ પ્રટોટાઇપ પર આ વાત કરી :
મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ મારુતિ વેગેનાર ફ્લેક્સ ફ્યુલ પ્રોટોટાઇપ (Wagon R flex fuel prototype) વિષે કહ્યું હતું કે, કંપનીએ આ ટેક્નોલોજી પર લાંબા સમય સુધી કામ કર્યા પછી આ મારુતિ વેગેનારની સાથે લગાયેલી છે.
Maruti Suzuki એ કહી ભવિષ્યની યોજના:
સામાન્ય જનતા વચ્ચે આ ફ્લેક્સ ફ્યુલના ઉપયોગ પર મારુતિ સુઝુકીએ કહ્યું કે, WagonR Flex Fuel ને થોડાજ વર્ષોમાં સામાન્ય જનતા માટે લોન્ચ કરાશે. કંપનીએ પોતાની ભવિષ્યની યોજનાઓ પર કહ્યું કે ફ્લેક્સ ફ્યુલ સિવાય બાયો ગેસ, ઇથેનોલ, સીએનજી, ઈલેકટ્રીક અને હાઈબ્રીડ ઇલેકટ્રીક સિવાય ઘણી ટેક્નોલોજી પર રિસર્ચ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Free માં જુઓ પ્રાઈમ, નેટફ્લિક્સ અને હોટસ્ટાર, જિયો-એરટેલના સૌથી સસ્તા પ્લાન
Flex Fuel પર Nitin Gadkari એ કહી આ વાત :
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ફ્લેક્સ ફ્યુલના ફાયદા ગણાતા કહ્યું કે, ઇન્ટેરનશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં ચાલત ઉત્તર ચઢાવને ખતમ કરવા માટે ભારતમાં ફ્લેક્સ ફ્યુલ પર ચાલતી ગાડીઓની સાથે ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગને પ્રોત્સાહન આપવાની જરીરિયાત છે. સાથેજ પ્રદુષણના કારણો પર વાત કરીએ તો તેમણે લહ્યું કે દેશમાં થતા કુલ પ્રદુષણમાંથી 40 % પ્રદૂષણ પેટ્રોલ અને ડીઝલ જેવા ફ્યુલથી થાય છે.
ફ્લેક્સ ફ્યુલ (Flex Fuel ) શું છે?
સામાન્ય ભાષામાં કહીએ તો આ એક મિશ્રણ છે જેમાં કેટલાક ટકા ઇથેનોલ અને પેટ્રોલને મિક્ષ કરાય છે. આ મિશ્રણમાં 20% ઈથેઓલની સાથે 80% પેટ્રોલ પણ હોઈ છે અને 85 % ઇથેનોલની સાથે 15 % પેટ્રોલ પણ હોઈ શકે છે.