Maruti Suzuki ભારતમાં પોતાની નવી ઓફ રોડ એસયુવી મારુતિ જીમની 5 ડોર ( Maruti Suzuki) ને લોન્ચ કરશે પરંતુ લોન્ચ પહેલા આ મારુતિ જિનમીને સ્પોટ કરાઈ છે જેમાં તેની ડિઝાઇન, એક્સટીરિયર એન ઇન્ટિરિયરની ઘણી માહિતી જાહેર થઇ છે.
Maruti Suzuki Jimny 3 Door વેરિએન્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં હાજર છે જે પોતના સેગ્મેન્ટમાં ઘણી પોપ્યુલર પણ છે. મારુતિ ભારતમાં તેના 5 ડોર વેરિએન્ટ લોન્ચ કરશે જેનો સીધી સ્પર્ધા મહિન્દ્રા થાર 5 ડોર (Mahindra Thar 5 Door) અને ફોર્સ ગુરખાની સાથે થશે.
મારુતિ જિનમી 5 ડોર (Maruti Jimny 5 Door)ને તાજેતરમાં લદાખમાં એક ટીવીસીના શૂટિંગ દરમિયાન સ્પોટ કરાઈ હતી. મારુતિ જીમનીની લીક થયેલી ફોટોઝ મુજબ, આ એસયુવીના ફ્રન્ટ પર જીમનીની બ્રાન્ડિંગ કરી છે.
આ પણ વાંચો: વધી રહેલી વેપારખાધથી સરકાર ચિતિંત, બિન-આવશ્યક ચીજોની આયાત જકાત વધારાશે
એક્સટિરયરની વાત કરીએ તો Maruti Jimny 5 Door માં કંપનીએ ફેન્ડર્સ, હાઈ બોનટ લાઈન, બુચ બોક્સી સિલુએટ, ટોલ બોડી અને લાંબા ગ્લાસ એરિયા પણ અપાય છે. તેની સાથે તેની ફ્રન્ટમાં રિયર ડિઝાઇન વાળી હેડ લાઈટ પણ અપાઈ છે જે તેના ઇન્ટરનેશનલ વેરિએન્ટમાં મળતી નથી.
Maruti Jimny 5 Door leaked image માં આ એસયુવીમાં હાર્ડ ટોપ અપાયું છે પરંતુ રૂફ રેલ્સ લગાયેલુ નથી જયારે આ પહેલા લોન્ચ થયેલી ફોટોસમાં આ કારના રૂફ ટોપ પર રૂફ રેલ્સ અપાઈ છે. રિપોર્ટ્સ મુજબ, કંપની તેની હાર્ડ રૂફ અને રિમુવેબલ રૂફ બંને વેરિએન્ટ માર્કેટમાં લોન્ચ કરશે જેથી મહિન્દ્રા થારની સ્પર્ધા કરી શકાય છે.
આ પણ વાંચો: Elon Musk: એલન મસ્ક સામે સંકટ, માતાએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું ” મારા દીકરા પર જીવનું જોખમ”
Maruti Jimny 5 Door Engine and Transmission
એન્જીન અને ટ્રાન્સમિશનની વાત કરીએ તો કંપની તેના 4 સિલેન્ડર વાળા 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ K15B એન્જીન આપેલું છે. આ એન્જીન 104 બીએપીની પાવર અને 138 એનેમનો પીક ટોક જનરેટ કરે છે. આ એન્જીન સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અપાશે. તેની સાથે કંપની તેના બધા વ્હીલ ડ્રાઇવ 4X4 નો વિકલ્પ પણ આપશે.
Maruti Jimny 5 Door Launch Date :
લોન્ચ ડેટને લઈને કંપનીએ હાલ કોઈ ખુલાસો કર્યો નથી પરંતુ રીપોર્ટસ મુજબ, કંપની આ ઓફ રોડ એસયુવીને 2023 પહેલા 6 મહિનામાં લોન્ચ કરી શકે છે પરંતુ આ પહેલા કંપની આ 2023 Auto Expo મ ડિસ્પ્લે કરી શકે છે.