Aadhaar Card : હોટલમાં આધાર કાર્ડ આપતા પહેલા કરો આ કામ, ઓનલાઇન ફ્રોડથી બચાવશે

Masked Aadhaar Card Download : આધાર કાર્ડ ગમે ત્યાં આપવાથી ઓનલાઇન ફ્રોડ થઇ શકે છે. આથી હોટેલ કે એરપોર્ટ જેવા સ્થળો પર આઇડી પ્રુફ તરીકે માસ્ક્ડ આધાર કાર્ડ આપવું જોઇએ. ચાલો જાણીયે કેવી રીતે માસ્ક્ડ આધાર કાર્ડ ડાઉનલોડ કરવું

Written by Ajay Saroya
March 24, 2025 14:22 IST
Aadhaar Card : હોટલમાં આધાર કાર્ડ આપતા પહેલા કરો આ કામ, ઓનલાઇન ફ્રોડથી બચાવશે
Masked Aadhaar Card: માસ્ક્ડ આધાર કાર્ડ (Photo: @UIDAI)

Masked Aadhaar Card Online Download : આધાર કાર્ડ ભારતીય નાગરિક માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંક, પાન કાર્ડ, ઈન્કમ ટેક્સ રિટર્ન, પેન્શન, વીમા સહિત ઘણા કામકાજ માટે આધાર કાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, સરનામું અને ફોટો હોય છે. ઉપરાંત બેંક ખાતા સાથે પણ આધાર કાર્ડ લિંક હોય છે. આથી આધાર કાર્ડ આપતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. આપણે ઘણી વખતે બહાર ફરવા જઇયે છીએ ત્યારે આઈડી પ્રૂફ તરીકે આપણું આધાર કાર્ડ આપીયે છે. જો કે આમ કરવું ખોટું છે. ગમે ત્યાં આધાર કાર્ડ આપવાથી ઓનલાઇન ફ્રોડ થવાનું જોખમ રહે છે.

આધાર કાર્ડ સંબંધિત જોખમ ટાળવા માટે હોટેલ, એરપોર્ટ કે જાહેર સ્થળો પર ઓળખ પત્ર તરીકે આપવા માટે માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરવો જોઇએ. માસ્ક્ડ આધાર કાર્ડમાં આધાર કાર્ડના આગળના 8 આંકડા છુપાયેલા હોય છે, માત્ર છેલ્લા 4 આંકડા જ દેખાય છે. આથી માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરવો જોઇએ.

What Is Masked Aadhaar Card : માસ્ક્ડ આધાર કાર્ડ શું છે?

તમને જણાવી દઇયેકે, આધાર કાર્ડ જેમ જ માસ્ક્ડ આધાર કાર્ડ પણ એક જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે. તેનો ઉપયોગ આઈટી પ્રૂફ તરીકે કરી શકાય છે. માસ્ક્ડ આધાર કાર્ડમાં આધાર નંબરના પ્રથમ 8 નંબર છુપાયેલા છે. એટલે કે આધાર કાર્ડ નંબરના છેલ્લા 4 આંક જ દેખાય છે. આધાર કાર્ડ નંબર છુપાયેલા હોવાથી તમારી તમામ વિગતો સુરક્ષિત રહે છે. તમારા સંપૂર્ણ આધાર કાર્ડ નંબરની વિગત સુરક્ષિત રહે છે.

માસ્ક્ડ આધાર કાર્ડ તમારા આધાર કાર્ડનું જ એક નવું સ્વરૂપ હોય છે. તમે મુસાફરી કે હોટેલ રૂમ બુકિંગ કરાવતી વખતે વેરિફિકેશન માટે માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. એરપોર્ટ પર પણ માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.

How To Download Masked Aadhaar Card : માસ્ક્ડ આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

  • સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબસાઇટ https:uidai.gov.in ઓપન કરો.
  • ત્યાર પછી તમારા My Aadhaar વિકલ્પ પર જાઓ.
  • હવે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને ત્યાર પછી કેપ્ચા કોડ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી Send OTP ઓપ્શન પર ટેપ કરો.
  • હવે આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ નંબર પર આવેલો ઓટીપી દાખલ કરો.
  • હવે તમારે ડાઉનલોટ ઓપ્શન સિલેક્ટ કરવું પડશે.
  • ત્યાર પછી ચેકબોક્સમાં ડાઉનલોડ માસ્ક્ડ આધાર ઓપ્શન પર ટિક કરો.
  • ચેકબોક્સ પર ટિક કરી સબમિટ ઓપ્શન પર ટેક કરો.
  • હવે તમારું માસ્ક્ડ આધાર કાર્ડ ડાઉનલોડ થઇ જશે. માસ્ક્ડ આધાર કાર્ડ પાસવર્ડ સિક્યોર હશે.
  • માસ્ક્ડ આધાર કાર્ડ ઓપન કરવા તમારે પાસવર્ડ માટે તમારા નામના પ્રથમ 4 અક્ષર અને જન્મ તારીખનો મહિનો અને વર્ષ દાખલ કરવો પડશે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ