Meesho IPO : મીશો આઈપીઓ ખુલવાની પહેલા GMP 30 ટકા વધ્યો, ઇશ્યૂ પ્રાઇસથી લઇ શેર લિસ્ટિંગ સુધી તમામ વિગત જાણો

Meesho IPO, GMP, Share Price Full Details : ઇ કોમર્સ મીશો આઈપીઓ 5 ડિસેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. આઈપીઓ ખુલવાની પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ વધ્યું છે. મીશો આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની પહેલા કંપનીના જોખમી પરિબળો પણ જાણી લેવા જરૂરી છે.

Written by Ajay Saroya
Updated : December 02, 2025 11:44 IST
Meesho IPO : મીશો આઈપીઓ ખુલવાની પહેલા GMP 30 ટકા વધ્યો, ઇશ્યૂ પ્રાઇસથી લઇ શેર લિસ્ટિંગ સુધી તમામ વિગત જાણો
Meesho IPO GMP : મીશો આઈપીઓ

Meesho IPO, GMP, Share Price Details In Gujarati : મીશો કંપની આઈપીઓ લાવી રહી છે. સોફ્ટબેંક સમર્થિત ઇ કોમર્સ કંપની મીશો IPO 3 ડિસેમ્બર, 2025ના રોજ ખુલવાનો છે. આ એક ઇ કોમર્સ કંપની છે, જે ગારમેન્ટ સહિત વિવિધ પર્સનલ યુલિટિલિઝનો સામાન ઓનલાઇન વેચે છે. ભારતમાં ઓનલાઇન બિઝનેસ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યો છે. મીશ પણ ભારતની અગ્રણી ઇ કોમર્સ કંપની છે. જો તમે મીશો આઈપીઓમાં સબ્સક્રાઇબ કરવા વિચારી રહ્યા છે, તો સૌથી પહેલા આઈપીઓ તારીખ, ઇશ્યૂ પ્રાઇસ, GMP, ભંડોળનો ઉપયોગ ક્યા કરશે જેવી તમામ વિગતો જાણવી જરૂરી છે.

Meesho IPO Open Date : મીશો આઈપીઓ ક્યારે ખુલશે?

મીશો આઈપીઓ 3 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે. રોકાણકારો 5 ડિસેમ્બર, 2025ના રોજ શેરબજારના કામકાજના કલાકો દરમિયાન આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકે છે.

Meesho IPO Issue Price : મીશો આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ

મીશો કંપની આઈપીઓ દ્વારા 5421 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. મીશો કંપનીના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 105 – 111 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આઈપીઓ લોટ સાઇઝ 135 શેર છે. ઉપલા પ્રાઇસ બેન્ડના આધારે કંપનીનું મૂલ્યાંકન આશરે ₹50,100 કરોડ છે. કુલ આઈપીઓ સાઇઝ₹5,421 કરોડ છે, જેમા 4,250 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. ઉપરાંત હાલના શેરધારકો OFS દ્વારા 1,170 કરોડ રૂપિયાના શેર વેચશે. IPOમાં 75 ટકા શેર લાયક સંસ્થાકીય ખરીદદારો (QII) માટે અનામત રાખવામાં આવ્યો છે, જ્યારે 15 ટકા શેર બિન સંસ્થાકીય રોકાણકારો માટે અને 10 ટકા શેર છૂટક રોકાણકારો માટે ઉપલબ્ધ રહેશે.

Meesho IPO GMP: મીશો આઈપીઓ જીએમપી

મીશો આઈપીઓ પ્રત્યે રોકાણકારોમાં ઉત્સાહિત છે. મીશોના IPO માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હાલમાં 33 રૂપિયાની આસપાસ છે. આનો અર્થ એ થયો કે 144 રૂપિયાની આસપાસ શેર લિસ્ટિંગ થઈ શકે છે, જે 111 રૂપિયાના અપર આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ કરતા લગભગ 30 ટકા વધારે છે. જોકે GMP કોઈ સત્તાવાર સૂચક નથી અને તેમાં ઝડપી વધઘટ કરી શકે છે, વર્તમાન વલણ સૂચવે છે કે લિસ્ટિંગના દિવસે IPO ની માંગ મજબૂત રહી શકે છે.

Meesho IPO Share Lisitng : મેશો આઈપીઓ શેર લિસ્ટિંગ

મેશો આઈપીઓ સબ્સક્રિપ્શન બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 8 ડિસેમ્બરે થશે. ત્યાર બાદ 10 ડિસેમ્બરે BSE, NSE પર શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Meesho IPO : મીશો આઈપીઓ ભંડોળનો ઉપયોગ ક્યાં કરશે?

ભારતના નાના શહેરોમાં ઈ કોમર્સ ઝડપથી વિકસી રહ્યું છે, અને મીશો આ વેલ્યૂ કોમર્શિયલ સેક્ટરમાં પોતાનો પગ મજબૂત કરવા માંગે છે. મીશો મુખ્યત્વે તેના નવા ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ આ હેતુ માટે કરશે:

  • વ્યવસાયનું વિસ્તરણ કરવા
  • ટેકનોલોજી માળખાને મજબૂત બનાવશે
  • લોજિસ્ટિક્સ કામગીરીને ઑપ્ટિમાઇઝ કરવી
  • સેલર ઇકોસિસ્ટમને વિસ્તાર કરશે

Meesho IPO : જોખમી પરિબળો ક્યા છે?

  • મીશો કંપનીને હજુ પણ સતત નફાકારકતા તરફ સ્પષ્ટ માર્ગ સ્થાપિત કરવાની જરૂર છે.
  • મોટી ઈ કોમર્સ કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા છે.
  • નવા ગ્રાહકો મેળવવાનો ખર્ચ ઝડપથી વધી શકે છે.
  • સેલર પ્રોડક્ટની ગુણવત્તાનું સંચાલન કરવું એ એક પડકાર રહે છે.
  • વળતર દર, લોજિસ્ટિક્સ ખર્ચ અને કાર્યકારી મૂડીને નિયંત્રણમાં રાખવી જરૂરી બનશે, તો જ રોકડ પ્રવાહમાં સુધારો થઈ શકે છે.

Meesho IPO : મીશો કંપની વિશે

2015માં સ્થપાયેલ મીશો કંપનીએ ભારતના ઇ કોમર્સ સેક્ટરમાં મજબૂત સ્થાન જમાવ્યું છે. બેંગલુરુ સ્થિત આ કંપની લાખો નાના અને મધ્યમ કદના વ્યવસાયોને ભાવ સંવેદનશીલ ગ્રાહકો સાથે જોડે છે, ખાસ કરીને નાના શહેરોમં.

મીશો એસેટ લાઇટ મોડેલ પર કાર્ય કરે છે, એટલે કે કંપની પાસે પોતાની ઇન્વેન્ટરી નથી, પરંતુ તે થર્ડ પાર્ટી સેલર અને લોજિસ્ટિક્સ પાર્ટનર પર આધાર રાખે છે. આનાથી કંપની ફેશન, ઘરગથ્થુ માલ અને પર્શનલ કેર જેવી કેટેગરીમાં ઝડપથી વિકાસ પામી છે. આ મોડેલે મીશોને મોટા ઇ-કોમર્સ ખેલાડીઓ માટે એક મજબૂત પડકાર તરીકે ઉભરી આવવામાં મદદ કરી છે.

Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. અમે કોઇ પણ રીતે રોકાણ કરવાન સલાહ આપતા નથી. બજાર જોખમોને આધિન છે. આથી રોકાણ સંબંધિત કોઇ પણ નિર્ણય લેતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ