દિગ્ગજ આઇટી કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશન (microsoft Corp) તેના ઇતિહાસની સૌથી મોટી ઇટણી કરવાની યોજના ઘડી રહી છે. પ્રાપ્ત મીડિય અહેવાલ અનુસાર માઇક્રોસોફ્ટ કંપની હ્યુમન રિસોર્સથી લઇને એન્જિનિયરિંગ ટીમ સુધીના હજારો કર્મચારીઓ નોકરી ગુમાવી શકે છે. અમેરિકાની આઇટી કંપનીઓ હાલના સમયમાં આર્થિક મંદીની દહેશત વચ્ચે મંદ માંગનો સામનો કરી રહી છે. જેને પગલે તાજેતરમાં ફેસબુકની પેરન્ટ કંપની મેટા (META) અને ઓનલાઇન ડિલિવરી કંપની એમેઝોન (Amazon) સહિત ઘણી કંપનીઓએ મોટા પ્રમાણમાં કર્મચારીઓની છટણી કરી છે અને હવે આ યાદીમાં માઇક્રોસોફ્ટનું પણ નામ જોડાવા જઇ રહ્યુ છે.
આ સાથે માઇક્રોસોફ્ટ કંપનીએ એવા સંકેત પણ આપ્યા છે કે, ટેક કોર્પોરેટ સેક્ટર બહુ જલ્દી સ્થિર થાય તેવી શક્યતા નથી અને આગામી સમયમાં હજી પણ કર્મચારીઓ નોકરી ગુમાવી શકે છે.
માઇક્રોસોફ્ટનાા ઇતિહાસની સૌથી મોટી છટણી, 11,000 કર્મચારીઓને છુટાં કરશે
એક બ્રિટિશ સ્થિતિ બ્રોડકાસ્ટ કંપની સ્કાય ન્યુઝે સુત્રોના હવાલાથી જણાવ્યુ કે, માઇક્રોસોફ્ટ કંપનીએ તેના લગભગ 5 ટકા જોબ – કટ કરવાની યોજના બનાવી છે, જો સંખ્યામાં ગણતરી કરીયે તો આ આંકડો 11,000 જેટલો થાય છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર આ ટેક કંપનીએ તેના એન્જિનિયરિંગ ડિવિઝનમાંથી મોટા પ્રમાણમાં કર્મચારીઓને છુટા કરી શકે છે. તો ઇનસાઇડરના એક મીડિયા રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટ તેના રિક્રૂટિંગ સ્ટાફની સંખ્યા એક તૃત્યાંશ જેટલી ઘટાડી શકે છે.
બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટ કંપનીની આ છટણી તેના ઇતિહાસની સૌથી મોટી છટણી હશે. જો કે આ અહેવાલ અંગે માઇક્રોસોફ્ટ કંપની તરફથી કોઇ નિવેદન આપ્યુ નથી.
માઇક્રોસોફ્ટમાં 2.21 લાખ કર્મચારી
કંપનીએ 30 જૂન, 2023ના રોજ કરેલા ફાઇલિંગ અનુસાર દિગ્ગજ ટેક ફર્મ્સ માઇક્રોસોફ્ટમાં હાલ લગભગ 2.21 લાખ કર્મચારીઓ છે, જેમાંથી 1.22 લાખ કર્મચારી હાલ અમેરિકામાં જોબ કરી રહ્યા છે. જ્યારે બાકીના 99,000 કર્મચારીઓ ભારત સહિત દુનિયાભરના અન્ય દેશોમાં કાર્યરત છે. કંપનીએ આ અગાઉ ગત વર્ષ જુલાઇમાં લગભગ 1,000 કર્મચારીઓની છટણી કરી હતી.