Mini Countryman Shadow Edition : ભારતમાં વધુ એક લક્ઝુરિયસ કાર લોન્ચ, માત્ર 7.5 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ મેળવશે; કિંમત અને ફિચર્સ જાણી ચોંકી જશો

Mini Countryman Shadow Edition Price : મિની કન્ટ્રીમેન શેડો એડિશન ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ લક્ઝુરિયસ કારનું બુકિંગ કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી કરી શકાય છે

Written by Ajay Saroya
October 11, 2023 14:36 IST
Mini Countryman Shadow Edition : ભારતમાં વધુ એક લક્ઝુરિયસ કાર લોન્ચ, માત્ર 7.5 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ મેળવશે; કિંમત અને ફિચર્સ જાણી ચોંકી જશો
MINI કન્ટ્રીમેન શેડો એ મર્યાદિત આવૃત્તિ છે જે ભારતમાં મર્યાદિત સંખ્યામાં વેચવામાં આવશે.

Mini Countryman Shadow Edition Price Safety Features : ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઇ રહી છે અને કાર કંપનીઓ વેચાણ વધારવા માટે એક પછી એક લેટેસ્ટ કાર લોન્ચ કરી રહી છે. ભારતમાં વધુ એક લક્ઝુરિયસ કાર લોન્ચ થઇ છે. લક્ઝરી કાર મેન્યુફેક્ચર્સ MINI એ ભારતમાં તેના S JCW (જ્હોન કૂપર વર્ક્સ) પર આધારિત નવી મિની કન્ટ્રીમેન શેડો એડિશન લોન્ચ કરી છે. આ શેડો એડિશન માર્કેટમાં 49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમત સાથે રજૂ કરવામાં આવી છે. ચેન્નાઈમાં બીએમડબ્લ્યુ ગ્રૂપ પ્લાન્ટમાં સ્થાનિક રીતે એસેમ્બલ કરવામાં આવેલ છે, સ્પેશિયલ સ્પેશિયલ એડિશન મોડલની માત્ર 24 કાર જ ભારતમાં વેચાણ માટે મુકવામાં આવી છે. મિની ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર શેડો એડિશન કાર માટેનું બુકિંગ શરૂ થઇ ગયુ છે.

મિની કન્ટ્રીમેન શેડો એડિશનની હાઇલાઇટ્સ (Mini Countryman Shadow Edition: Highlights)

આ લિમિટેડ એડિશન સ્પોર્ટ્સ હેચબેકની મુખ્ય ખાસિયત એ છે કે તેના બહારના પાર્ટ્સ પર ઓલ-બ્લેક ટ્રીટમેન્ટની સાથે મેલ્ટિંગ સિલ્વર રૂફ અને મિરર કેપ્સ છે. પિયાનો બ્લેક એક્સટીરીયર ટ્રીમની સાથે એક્સટીરિયર ડીકલ્સ પર સ્પેશિયલ ડબલ મેટ પેઈન્ટ અને શેડો એડિશનના સૂક્ષ્મ તત્વ કારના સમગ્ર લૂકને એક વિશિષ્ટ આકર્ષણનો ઉમેરો કરે છે.

મિની શેડો એડિશનની અન્ય વિઝ્યુઅલ હાઇલાઇટ્સમાં બોનેટ સ્કૂપ ડેકલ્સ, ફ્રન્ટ ફેન્ડર ડિકલ્સ, સાઇડ સ્કટલ્સ, ડોર એન્ટ્રી સિલ્સ, રૂફ રેલ્સ અને સી-પિલરની ઉપરની છત પર શેડો એડિશન સ્ટીકરોનો સમાવેશ થાય છે. હોટ હેચ 18-ઇંચ ગ્રિપ સ્પોક એલોય વ્હીલ્સ અને જ્હોન કૂપર વર્ક્સ એરોડાયનેમિક્સ કીટ પર સવારી કરે છે.

મિની કન્ટ્રીમેન શેડોની અંદર પ્રવેશતા જ તમારું સ્વાગત લેધર ચેસ્ટર માલ્ટ બ્રાઉન અપહોલ્સ્ટરી દ્વારા થાય છે, જે દરવાજાની પેનલ્સ, આર્મરેસ્ટ ફ્લોર અને ડેશબોર્ડની નીચે ઘૂંટણની પેડ્સ સાથે દેખાતા મેચિંગ કલર લાઇન્સથી પૂર્ણ થાય છે. મિની એક્સાઈટમેન્ટ પેકમાં LED ઈન્ટિરિયર અને એમ્બિયન્ટ લાઈટિંગ તેમજ કારનો દરવાજો ખોલતી વખતે અને બંધ કરતી વખતે ડ્રાઈવરની બાજુના બાહ્ય અરીસામાંથી મિની લોગોનું પ્રોજેક્શન સામેલ છે.

મિની કન્ટ્રીમેન શેડો એડિશન: ફિચર્સ અને સ્પેસિફિકેશન (Mini Countryman Shadow Edition: Features And Specifications)

કન્ટ્રીમેન કૂપર એસ જેસીડબલ્યુની શેડો એડિશન 8.8-ઇંચના સર્ક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, એપલ કારપ્લે, ઇન-બિલ્ટ નેવિગેશન સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, હરમન કાર્ડન હાઇ-ફાઇ ઓડિયો સિસ્ટમ, પેનોરેમિક ગ્લાસ સનરૂફ જેવી સુવિધાઓથી સજ્જ છે. સેફ્ટી ફિચર્સની વાત કરીએ તો સેફ્ટી પેકેજમાં ફ્રન્ટ અને પેસેન્જર એરબેગ્સ, બ્રેક આસિસ્ટ, ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ (DSC), કોર્નરિંગ બ્રેક કંટ્રોલ અને રન-ફ્લેટ ઈન્ડિકેટર જેવા ફિચર્સનો સમાવેશ થાય છે.

મીની કન્ટ્રીમેન શેડો એડિશન: પાવરટ્રેન (Mini Countryman Shadow Edition: Powertrain)

મિની શેડો એડિશન કારને પાવર આપવા માટે એ ટ્વિનપાવર ટર્બો ટેક્નોલોજી વાળુ એક પરિચિત 2-લિટર 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 5,000-6,000 આરપીએમ પર 176 બીએચપી અને 1,350-4,600 આરપીએમ પર 280 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. જ્યાં સુધી પરફોર્મન્સની વાત છે, શેડો એડિશન 7.5 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પિડ હાંસલ કરી શકે છે.

આ પણ વાંચો | સપ્ટેમ્બરમાં ટોપ-10 બેસ્ટ સેલિંગ કારમાં 6 કાર મારૂતિ સુઝુકીની, સૌથી વધુ વેચાતી કારની યાદી ચેક કરો પછી નવી કાર ખરીદો

આ લક્ઝુરિયસ કાર 225 kmphની ટોપ સ્પીડને વટાવી શકે છે. આ એન્જિન સાથે 7-સ્પીડ DCT ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. તે વધુ આકર્ષક ડ્રાઇવિંગ અનુભવ માટે સ્ટીયરિંગ વ્હીલ બેક પેડલ શિફ્ટરથી પણ લાભ મેળવે છે. આ સાથે કંપનીએ ત્રણ ડ્રાઈવ મોડ આપ્યા છે જેમાં ગ્રીન, સ્ટાન્ડર્ડ અને સ્પોર્ટ સામેલ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ