Car and Bike Launch in November 2023 : ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં નવી કાર કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. ઓટો કંપનીઓ તહેવારના મહિનામાં ઘણી નવી કાર-બાઈક લોન્ચ કરશે. કંપનીઓ વેચાણ વધારવા માટે મોટાભાગે તહેવારોની સીઝનમાં નવા વાહનો લોન્ચ કરતી હોય છે. આ લેખમાં, તમારે ન્યુ જનરેશનની સ્કોડા સુપર્બથી લઈને રોયલ એનફિલ્ડ હિમાલયન 452 સુધીની તે બાઇક અને કાર વિશે જાણવી રહ્યા છે જે આ નવેમ્બરમાં લોન્ચ થવા માટે તૈયાર છે.
અપકમિંગ સ્કોડા સુપર્બ (Upcoming New Gen Skoda Superb)
નવી સ્કોડા સુપર્બ 2 નવેમ્બર 2023ના રોજ વૈશ્વિક સ્તરે લોન્ચ થશે અને લેટેસ્ટ સોલિડ ડિઝાઈન વિઝનને અનુરૂપ એક નવી ડિઝાઇન વાળું એક્સટીરિયર પાર્ટ મળશે. તેમાં નવી 13-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત નવા ફિચરો સાથે વધારે પ્રીમિયમ ઇન્ટિરિયર સાથે ઓફર કરવામાં આવશે.
અપકમિંગ ન્યુ જેન ડસ્ટર (Upcoming New Gen Duster)
રેનોની સબ-બ્રાન્ડ ડસ્ટર 29 નવેમ્બર 2023ના રોજ પોર્ટુગલમાં ન્યુ જનરેશનની ડસ્ટરનું લોન્ચિંગ કરવામાં આવશે અને તે સીએમએફ- બી આર્કિટેક્ચર પર આદારિત હશે જેમાં બિગસ્ટર કોન્સેપ્ટથી સ્ટાઇલિંગના સંકેત મળશે. તેને યુરોપિયન માર્કેટમાં પેટ્રોલ અને ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. આ મીડ સાઇઝની એસયુવી આગામી વર્ષોમાં ભારતમાં તેના નવા અવતારમાં આવવાનો અનુમાન છે અને રિપોર્ટ અનુસાર, તે 2025ની શરૂઆતમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે.
અપકમિંગ રોયલ એનફિલ્ડ હિમાલયન 452 (UPcoming Royal Enfield Himalayan 452)
નવી Royal Enfield Himalayan 452નું વર્લ્ડ પ્રીમિયર 7 નવેમ્બર 2023 ના રોજ નક્કી કરવામાં આવ્યું છે અને તે પછી તરત જ લોન્ચ કરવામાં આવશે. આ એડવેન્ચર બાઈકમાં 452 સીસી સિંગલ-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવશે. આ બાઇકમાં તમામ LED લાઇટિંગ, યુએસડી ફ્રન્ટ ફોર્ક્સ, વૈકલ્પિક ટ્યૂબલેસ ટાયર, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સાથે એક ગોળ ટીએફટી કન્સોલ, સ્વિચેબલ એબીએસ, રાઇડ મોડ્સ જેવા ફિચરો ઉમેરવામાં આવ્યા છે.
ટ્રાયમ્ફ સ્ક્રેમ્બલર 400એક્સ (Triumph Scrambler 400X)
ઓટો કંપની બજાજ/ ટ્રાયમ્ફ એ થોડા અઠવાડિયા પહેલા Scrambler 400X ની કિંમતો જાહેર કરી હતી જેને 2.63 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)માં લોન્ચ કરવામાં આવી છે. આ બાઇક બુક કરાવનારા ગ્રાહકોને તેની ડિલિવરી આવતા મહિનાથી શરૂ થશે. આ બાઇકમાં 398 સીસી સિંગલ સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે. તેમાં તેના સિબલિંગ રોડસ્ટર સ્પીડની તુલનામાં લોંગ ડ્રાઇવ સસ્પેન્શન, લાંબો વ્હીલબેઝ, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મેળવે છે.
અપકમિંગ મહિન્દ્રા બોલેરો નિયો પ્લસ (Upcoming Mahindra Bolera Neo Plus)
તો બોલેરો નિયો પ્લસનું એમ્બ્યુલન્સ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે જો કે તેના સિવિલ યુઝ એટલે કે પેસેન્જર વેરિઅન્ટના લોન્ચની રાહ જોવાઇ રહી છે. કંપની આ મોડલ આવતા મહિને અથવા ડિસેમ્બરમાં લોન્ચ કરી શકે છે અને તે કદાચ સાત અને નવ સીટર વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે. તે 2.2L mHawk ડીઝલ ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત થશે જેની સાથે તેને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડી દેવામાં આવશે.
અપકમિંગ મર્સિડીઝ-બેન્ઝ જીએલએફ ફેસલિફ્ટ અને એએમજી સી43 (Upcoming Mercedes- Benz GLF Facelift & AMG C43)
ફેસલિફ્ટેડ મર્સિડીઝ બેન્ઝ જીએલએફ અને નવી એએમજી સી43 ભારતમાં 2 નવેમ્બરે લોન્ચ થશે. પહેલાના મોડલની તુલનાએ નવા મોડલમાં અંદર અને બહાર ઘણા ફેરફાર મળશે. જ્યારે સેડાન નવા 2.0L એન્જિન સાથે ઇલેક્ટ્રિક ટર્બોચાર્જર અને 48-લિટર ટર્બોચાર્જર સાથે આવશે. તેને 402 PS અને 500 Nm જનરેટ કરવા માટે વોલ્ટની હળવી-હાઇબ્રિડ ટેક્નોલોજી આપવામાં આવી છે.
(સ્ત્રોત-ગાડીવાડી)





