Moto G04s : મોટો જીઝીરો4એસ (Moto G04s) ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. મોટોરોલા કંપનીએ પુષ્ટિ કરી છે. આ આ સ્માર્ટફોન પહેલાથી જ એપ્રિલમાં યુરોપમાં લોન્ચ થઇ ચૂક્યો છે, અને ભારતીય વેરિઅન્ટ ફીચર્સ અને સ્પેસિફિકેશન સમાન હોવાની અપેક્ષા છે. તેના લોન્ચિંગ પહેલા, ડિવાઇસના મોટાભાગના ફીચર્સ કંપની દ્વારા ફ્લિપકાર્ટ પર જાહેર કરવામાં આવ્યા છે. 16 મેના રોજ મોટો એજ 50 ફ્યુઝનના લોન્ચિંગ બાદ આ મહિને મોટોરોલાનો બીજો સ્માર્ટફોન લોન્ચ થવાની સંભાવના છે.
Moto G04s : લોન્ચ ડેટ અને ફીચર્સ
Moto G04s ભારતમાં 30 મેના રોજ લોન્ચ થશે અને 90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.6-ઇંચ હોલ-પંચ ડિસ્પ્લે દર્શાવવાની પુષ્ટિ કરવામાં આવી છે. તે મોટોરોલાના સ્માર્ટફોન લાઇનઅપમાં એન્ટ્રી-લેવલ ઓફર હોવાની અપેક્ષા છે. તે યુરોપીયન સમકક્ષ HD+ LCD પેનલ ધરાવે છે અને ઇન્ડિયન વેરિઅન્ટને સમાન ડિસ્પ્લે ટેક્નોલોજી મળવાનું અનુમાન છે.
તેની ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન હશે. માઇક્રોસાઇટ એ પણ ઉલ્લેખ કરે છે કે Moto G04s એ 4GB રેમ સાથે જોડાયેલ Unisoc T606 ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત કરવામાં આવશે, જે વર્ચ્યુઅલ રીતે 8GB અને 64GB ઇન-બિલ્ટ સ્ટોરેજ સુધી વિસ્તૃત કરી શકાય છે. તે એન્ડ્રોઇડ 14 પર ચાલશે અને ડોલ્બી એટમોસ ઓડિયોને સપોર્ટ કરશે.
ઓપ્ટિક્સ માટે, સ્માર્ટફોનમાં સિંગલ 50-મેગાપિક્સલનો AI- સંચાલિત રીઅર કેમેરા અને LED ફ્લેશ હશે. તે પોટ્રેટ મોડ અને ઓટો નાઈટ વિઝન જેવા ફીચર્સને સપોર્ટ કરશે. હેન્ડસેટ કેમેરા ખોલવા માટે ટ્વિસ્ટ કરવા અને ફ્લેશલાઈટ ચાલુ કરવા માટે ડબલ ટ્વિસ્ટને સપોર્ટ પણ કરી શકે છે.
આ પણ વાંચો: Poco F6 Pro : સ્નેપડ્રેગન 8 જનરેશન 2 SoC સાથે પોકો એફ6 પ્રો સ્માર્ટફોન લોન્ચ,જાણો કિંમત અને ફીચર્સ
ફ્લિપકાર્ટ પરની માઈક્રોસાઈટ એ પણ ઉલ્લેખ કરે છે કે Moto G04s બ્લેક, બ્લુ, ગ્રીન અને ઓરેન્જના જેવા શેડ્સ ચાર કલરમાં ઉપલબ્ધ હશે. સ્માર્ટફોનનું વજન 178.8g હશે અને તેની જાડાઈ 7.99mm હશે. તે 5,000mAh બેટરી દ્વારા સમર્થિત હશે. યુરોપમાં Moto G04s ની કિંમત EUR 119 (આશરે ₹ 10,700) છે અને ભારતીય વેરિઅન્ટની પણ આ જ કિંમત હોવાનું અનુમાન છે.





